Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : સ્થાનિકોએ કહ્યું- અન્ન મૂક્યું છે, જળ મૂકવું પડશે તો એ પણ મૂકીશું..!

અજેશ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. મહારાષ્ટ્રમાં ગાય માતાને દરજ્જો આપ્યો તો ગુજરાતમાં કેમ નહીં?
kutch   સ્થાનિકોએ કહ્યું  અન્ન મૂક્યું છે  જળ મૂકવું પડશે તો એ પણ મૂકીશું
Advertisement
  1. ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માગ બની પ્રબળ (Kutch)
  2. એકલધામનાં મહંત યોગી દેવનાથ બાપુને જનતાનું સમર્થન
  3. સંત અજેશ સ્વરૂપ સ્વામીએ આપ્યું મોટું નિવેદન
  4. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપની સરકારઃ અજેશ સ્વરૂપ સ્વામી
  5. "મહારાષ્ટ્રમાં ગાય માતાને દરજ્જો આપ્યો તો ગુજરાતમાં કેમ નહીં?"

Kutch : રાજ્યમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માગ સતત પ્રબળ બની રહી છે. ગાયને રાજ્યમાતા બનાવવા માટે જનતા અને સંત-'સંઘ' એકસાથે આવ્યા છે. જ્યારે, એકલધામનાં મહંત યોગી દેવનાથ બાપુ (Mahant Yogi Devnath Bapu) ભુજ કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેઠા છે. મહંત યોગી દેવનાથ બાપુને જનતાનું પણ સમર્થન મળી રહ્યું છે. અજેશ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. મહારાષ્ટ્રમાં (Maharashtra) ગાય માતાને દરજ્જો આપ્યો તો ગુજરાતમાં કેમ નહીં? જ્યારે સ્થાનિકોએ કહ્યું કે, અત્યારે અન્ન મૂક્યું છે, જળ મૂકવું પડશે તો એ પણ મૂકીશું.

આ પણ વાંચો- ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશનની હડતાળ : જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી સામે વકીલોનો આક્રોશ

Advertisement

Kutch નાં ભુજ કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેઠા યોગી દેવનાથ બાપુ

ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માગ કચ્છમાં (Kutch) પ્રબળ બની છે. ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માગ છેલ્લા લાંબા સમયથી વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. જો કે, રાજ્ય સરકારને અનેક રજૂઆત બાદ પણ સ્વીકાર ન થતાં હવે સનાતનીઓ, સંત-'સંઘ' એકસાથે આવ્યા છે. ભુજ કલેક્ટર કચેરી (Bhuj Collector's office) સામે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ આમરણાત ઉપવાસ પર બેઠા છે. તેમનાં ઉપવાસ આંદોલનને હવે ભારતીય કિસાન સંઘ, સંત-મહંતો, વિવિધ સમાજ અને જનતાનું સમર્થન મળી રહ્યું છે. સંતો-મહંતો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો- બનાસકાંઠાથી આવ્યા ચોંકાવનારા સમાચાર; રેશનકાર્ડમાં મોટા પ્રમાણમાં ધાંધલી; તંત્રએ લીધો કડક નિર્ણય

મહારાષ્ટ્રમાં ગાય માતાને દરજ્જો તો ગુજરાતમાં કેમ નહીં?: અજેશ સ્વરૂપસ્વામી

ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માગ સાથે આંદોલન અંગે અજેશ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. મહારાષ્ટ્રમાં ગાય માતાને દરજ્જો આપ્યો તો ગુજરાતમાં કેમ નહીં? કોઈ પણ સમસ્યા હશે તેને દૂર કરવા સાધુ-સંતો સક્ષમ છે. જણાવી દઈએ કે, સ્થાનિક આગેવાનો, વેપારીઓનો પણ યોગી દેવનાથ બાપુને ટેકો મળ્યો છે. સ્થાનિકોએ કહ્યું કે, અત્યારે અન્ન મૂક્યું છે, જળ મૂકવું પડશે તો એ પણ મૂકીશું. સરકાર આટલાથી નહીં માને તો હિન્દુ સમાજને એકત્ર કરીશું. જણાવી દઈએ કે, એકલધામનાં મહંત યોગી દેવનાથ બાપુએ આજે બીજા દિવસે પણ ઉપવાસ ચાલુ રાખ્યા છે. આજે 1008 હનુમાન ચાલીસાનાં (Hanuman Chalisa) પાઠનો પ્રારંભ કરાયો છે.

આ પણ વાંચો- Navratri 2025 : ગરબામાં વિધર્મીઓનાં પ્રવેશ પર રોક મામલે આયોજકનું મહત્ત્વનું નિવેદન!

Tags :
Advertisement

.

×