Kutch : વારંવાર રજૂઆત છતાં ન્યાય ન મળતા વૃદ્ધ અરજદારે ભુજ કલેકટર કચેરીએ લેટળીયા ખાધા!
- ભુજમાં વૃદ્ધ અરજદારે ન્યાય માટે કલેક્ટર કચેરીએ લેટળીયા ખાધા (Kutch)
- ખેતી જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી નાખવા મુદ્દે રોષે ભરાયા
- નિયમોને મેવે મૂકી ગેરકાયદેસર રીતે પવનચક્કી નખાઈ રહી હોવાનો આરોપ
- ખાનગી પવનચક્કીને તાત્કાલિક દૂર કરવા અરજદારની માંગ
કચ્છ જિલ્લાનાં (Kutch) ભુજ તાલુકામાં કલેક્ટર કચેરીનાં ગેટ પર એક અરજદારે રીતસરનાં લેટળીયા ખાધા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી નાખવા મુદ્દે વૃદ્ધ અરજદાર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ગેટ પર લેટળીયા ખાધા હતા. તેમનો આરોપ છે કે પવનચક્કી નાખવાનાં કામને રદ કરવા મામલતદારે અગાઉ હુકમ કર્યો હોવા છતાં કામગીરી ચાલી રહી છે. પવનચક્કીને (WindMill) તાત્કાલિક ધોરણે દૂર કરવા અરજદારે માગ કરી છે.
આ પણ વાંચો - Surendranagar : પાટડીમાં ગેસ ગળતરથી 2 કર્મીનાં મોત મામલે NHRC ની મોટી કાર્યવાહી!
નિયમોને મેવે મૂકી ગેરકાયદે પવનચક્કી નંખાઈ રહી હોવાનો આરોપ
માહિતી અનુસાર, માંડવીનાં (Mandvi) વિંગડિયા ગામે રહેતા મહેન્દ્ર જોશીએ ભુજમાં કલેકટર કચેરી (Bhuj Collector's Office) ગેટ પર લેટળીયા ખાઈને વિરોધ નોંધાવ્યો હતો. સિનિયર સિટિઝન મહેન્દ્રભાઈનો આરોપ છે કે વિંગડિયા ગામે (Kutch) ખેતી જમીન પર ગેરકાયદેસર રીતે પવનચક્કી નાખવાની કામગીરી ચાલી રહી છે. પવનચક્કી નાખવાનાં કામને રદ કરવા મામલતદારે અગાઉ હુકમ કર્યો હોવા છતાં કામગીરી ચાલી રહી છે. મહેન્દ્રભાઈએ કહ્યું કે, નિયમોને મેવે મૂકીને ગેરકાયદેસર રીતે પવનચક્કી નંખાઈ રહી છે.
આ પણ વાંચો - Botad : માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી થતી કપાસની ખરીદીને લઈ મોટા સમાચાર, ખેડૂતોને અપીલ
અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નહીં
મહેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું કે, આ મામલે કલેક્ટર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા નથી. પંદર-પંદર દિવસે જવાબદાર વિભાગોનાં ધક્કા ખાવા છતાં ન્યાય મળ્યો નથી. આથી, રોષે ભરાયેલા મહેન્દ્રભાઈ જોશીએ ભુજમાં કલેકટર કચેરી ગેટ પર લેટળીયા ખાઈને વિરોધ દાખવ્યો હતો અને ખાનગી પવનચક્કીને તેમની ખેતીની જમીન પરથી તાત્કાલિક દૂર કરવા માગ કરી છે.
આ પણ વાંચો - Weather Forecast : લો, ફરી માવઠાની આગાહી! અંબાલાલ પટેલે કહ્યું- આવતા અઠવાડિયે..!


