Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યાં ED ના નકલી અધિકારી! શું લોકો પાર્ટી પર ભરોસો કરશે?

Kutch: કચ્છમાંથી ઝડપાયેલી નકલી ઇડીની ટીમના આરોપીઓ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે
kutch  આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યાં ed ના નકલી અધિકારી  શું લોકો પાર્ટી પર ભરોસો કરશે
Advertisement
  1. નકલી ઇડીના અધિકારી નીકળ્યા ગુજરાત ‘આપ’ના નેતાઓ
  2. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પર થઈ રહ્યાં છે અનેક સવાલો
  3. સમગ્ર ઘટના મામને હર્ષ સંઘવીઓ ટ્વીટ કરી વ્યક્ત કર્યો રોષ

Kutch Fake ED Team: ગુજરાતમાં અનેક એવી કચેરીઓ અને અધિકારીઓ ઝડપાયા છે, જેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. કચ્છમાંથી પણ એક નકલી ઇડીની ટીમ ઝડપાઈ હતી. આ મામલે અત્યારે મહત્વની વિગતો સામે આવી છે. જેમાં આ નકલી ઇડીના અધિકારી બનીને આવેલી ટીમ એક રાજકીય પાર્ટી સાથે હોવાના ફોટા વાયરલ થયાં છે. વિગતે વાત કરવામાં આવે તો કચ્છમાંથી ઝડપાયેલી આ નકલી ઇડીની ટીમના આરોપીઓ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી પર આક્રોશ વ્યક્ત કર્યો

આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આક્રોશ વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા અરવિંદ કેજરીવાલના ફોટા શેર કર્યાં છે. હર્ષ સંઘવીએ લખ્યું કે, ‘અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા!

Advertisement

આ પણ વાંચો: Kheda: એવી તો શું ઉતાવળ હતી? વિદ્યાર્થિનીઓ વર્ગખંડમાં હતી અને શિક્ષકો તાળું મારી જતા રહ્યાં

આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવોઃ હર્ષ સંઘવી

વધુમાં આમ આદમી પાર્ટીને આકરા પ્રહાર કરતાં લખ્યું કે, ‘કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!’ હવે ગુજરાત આમ આદમી પાર્ટી પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. નોંધનીય છે કે, આ Fake ED ના અધિકારી બનીને આવેલા આરોપીઓના આમ આદમી પાર્ટીને ખેસ સાથે અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવી સાથેના ફોટા પણ અત્યારે વાયરલ થયા છે.

આ પણ વાંચો: Patan: ગુજરાતમાં ચંદન ઘુસાડનારો ‘પુષ્પા’ કોણ? આંધ્રપ્રદેશની પોલીસે પાટણમાંથી ઝડપ્યું લાલ ચંદન

Tags :
Advertisement

.

×