Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઇવે પર મીની ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

કચ્છમાં વરસાણા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. મીની ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 10 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઇવે પર અકસ્માત થતાં સ્થાનિક પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.
kutch   ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર મીની ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
Advertisement
  1. Kutch માં વરસાણા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત
  2. મીની ટેમ્પો અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
  3. અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત
  4. અકસ્માતમાં 10 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત

Kutch : કચ્છમાં વરસાણા બ્રિજ (Varsana Bridge) પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. મીની ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઇવે (Bhachau-Gandhidham National Highway) પર અકસ્માતની ઘટના બનતા લોકોનું ટોળું ભેગું થયું હતું અને સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat: રામી ગ્રુપ ITની રડારમાં, સુરત અને ભુજ સહિત 10 શહેરોમાં દરોડા

Advertisement

Kutch માં વરસાણા બ્રિજ પાસે મીની ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છમાં (Kutch) ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઇવે પર આવેલ વરસાણા બ્રિજ ખાતે આજે ગોઝારા અકસ્માતની ઘટના બની. મીની ટેમ્પો અને ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા, જેમાં મીની ટેમ્પો પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે 10 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad માં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે Pramukhvarni Amrut Mahotsav, જાણો વિગતવાર માહિતી

2 લોકોનાં ઘટના સ્થળે મોત, 10 થી વધુ ઇજાગ્રસ્ત

ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઇવે પર મીની ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાની માહિતી મળતા સ્થાનિક હાઇવે પેટ્રોલિંગ પોલીસ ટીમ (Highway Patrol Police team) ત્યાં પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. જો કે, હાઇવે પેટ્રોલિંગ પોલીસ ટીમે એકત્ર ભીડને ખસેડી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હાઇવે ખુલ્લો કરાયો હતો.

આ પણ વાંચો - જેતપુરમાં દેશી દારૂના વેચાણ પર મહિલાઓમાં ભારે રોષ, દારૂના અડ્ડા પર કર્યો હલ્લાબોલ

Tags :
Advertisement

.

×