Kutch : જમ્મુ BSF મેરેથોન-2025 અને જમ્મુથી ભુજ સુધીની BSF મોટરસાયકલ રેલીનો ભવ્ય ફ્લેગઓફ
- જમ્મુ BSF મેરેથોન-2025, જમ્મુથી ભુજ સુધીની BSF મોટરસાયકલ રેલીનો ભવ્ય ફ્લેગઓફ
- જમ્મુનાં પલોરા BSF કેમ્પનાં શહીદ વીર દેવ સ્ટેડિયમ ખાતે યોજાયો સમારોહ
- BSF કર્મચારીઓ, સરહદી રહેવાસીઓ, વિદેશી રમતવીરો અને નાગરિકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી
- જમ્મુથી ભુજ (ગુજરાત) સુધીનાં રૂટને આવરી લેતી આ રેલીનો હેતું રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ જમ્મુ BSF મેરેથોન, 2025 અને જમ્મુથી ભુજ (ગુજરાત) સુધીની BSF મોટરસાયકલ રેલીનો ભવ્ય ફ્લેગ-ઓફ સમારોહ શહીદ વીર દેવ સ્ટેડિયમ, BSF કેમ્પ પલૌરા ખાતે યોજ્યો હતો. આ કાર્યક્રમમાં BSF કર્મચારીઓ, સરહદી રહેવાસીઓ, વિદેશી રમતવીરો અને નાગરિકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી, જે ફિટનેસ, હિંમત અને રાષ્ટ્રીય ગૌરવનાં પ્રેરણાદાયી મિશ્રણને પ્રતિબિંબિત કરે છે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે BSG નાં DG દલજિતસિંહ ચૌધરી અને બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી, પ્રખ્યાત પેરા આર્ચર રાકેશ કુમાર અને બોલિવૂડ અભિનેતા વિવેક રાઝદાન ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Junagadh : ભારતી આશ્રમનાં મહાદેવ ભારતી બાપુ ફરી ગુમ, સર્ચ ઓપરેશન શરૂ!
દોડ પછી, મુખ્ય મહેમાન અને મહેમાનો દ્વારા વિજેતાઓને ટ્રોફી, મેડલ અને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સભાને સંબોધતા, BSF નાં DG દલજિતસિંહ ચૌધરીએ વિજેતાઓને અભિનંદન આપ્યા અને રમત-ગમત દ્વારા એકતાને પ્રોત્સાહન આપવા બદલ તમામ સહભાગીઓનાં ઉત્સાહની પ્રશંસા કરી. તેમણે ભાર મૂક્યો કે આવી ઘટનાઓ મિત્રતાનાં બંધનને મજબૂત બનાવે છે અને શિસ્ત અને ફિટનેસ પ્રત્યે BSF ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
BSF મોટરસાયકલ ટેલીને DG BSF દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. જમ્મુથી ભુજ (ગુજરાત) સુધીનાં રૂટને આવરી લેતી આ રેલીનો હેતું રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો છે. રેલીમાં ભાગ લેનારાઓ અનેક રાજ્યોમાંથી પસાર થશે, જેમાં દેશભરમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન મળશે. 9 થી 20 નવેમ્બર સુધી જમ્મુથી ભુજ (ગુજરાત) સુધીની આ રેલી રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય સુરક્ષામાં BSF નાં ગૌરવપૂર્ણ યોગદાનને ઊજાગર કરવા અને ડ્રગ્સનાં દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં આશરે 1,742 કિમીનો પ્રવાસ કરશે.
BSF એ જણાવ્યું હતું કે રેલી 9 નવેમ્બરનાં રોજ સાંજે પંજાબમાં પ્રવેશી હતી. ગુરદાસપુરની લિટલ ફ્લાવર કોન્વેન્ટ સ્કૂલ પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત ગુરદાસપુરનાં DIG HQ ગુરદાસપુર દ્વારા BSF અધિકારીઓ અને સૈનિકો સાથે વિશાળ જાહેર સભા, NCC કેડેટ્સ અને મીડિયા પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. યુવાનોને પ્રેરણા આપવા માટે શસ્ત્ર પ્રદર્શન અને દેશભક્તિનાં પ્રદર્શન સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મોટરસાઇકલ રેલી ભુજ તરફ આગળ વધશે, 10 નવેમ્બર 2025 ના રોજ સવારે સેક્ટર હેડક્વાર્ટર બીએસએફ ગુરદાસપુરથી તેને લીલીઝંડી આપવામાં આવી હતી. ફિરોઝપુર પહેલા તે ડેરા બાબા નાનક, અજનાલા, અટારી બોર્ડર, ભીખીવિંડ અને ખેમકરણ થઈને આગળ વધવાનું આયોજન છે.
અહેવાલ : કૌશિક છાયા, કચ્છ
આ પણ વાંચો - Jamnagar : દિલ્હી બ્લાસ્ટનાં બનાવ બાદ જામનગરમાં ઠેર-ઠેર ચેકિંગ, ડોગ-બોમ્બ સ્કવોડની મદદ લેવાઈ