Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બાંહેધરી બાદ મહંત યોગી દેવનાથ બાપુએ પારણા કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંત મંડળ રૂબરૂં મળતા આશ્વાસન આપ્યું હોવાની માહિતી છે.
kutch   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બાંહેધરી બાદ મહંત યોગી દેવનાથ બાપુએ પારણા કર્યા
Advertisement
  1. CM ભૂપેન્દ્ર પટેલે બાંહેધરી આપતા મહંત યોગી દેવનાથ બાપુને પારણા કરાવાયા (Kutch)
  2. છેલ્લા 9 દિવસથી અનસન પર બેઠા હતા મહંત યોગી દેવનાથ બાપુ
  3. ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ સાથે ધરણા પ્રદર્શન
  4. મુખ્યમંત્રી સાથે સંત મંડળની રૂબરૂ મુલાકાત, મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું

Kutch : કચ્છ જિલ્લામાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માગ સાથે એકલધામનાં મહંત યોગી દેવનાથ બાપુ (Mahant Yogi Devnath Bapu) છેલ્લા 9 દિવસથી અન્નનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા હતા. જો કે, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) બાંહેધરી આપતા મહંત યોગી દેવનાથ બાપુને પારણા કરાવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંત મંડળ રૂબરૂં મળતા આશ્વાસન આપ્યું હોવાની માહિતી છે.

આ પણ વાંચો - Kutch : સ્થાનિકોએ કહ્યું- અન્ન મૂક્યું છે, જળ મૂકવું પડશે તો એ પણ મૂકીશું..!

Advertisement

Advertisement

CM ની બાંહેધરી બાદ Kutch માં મહંત યોગી દેવનાથ બાપુએ પારણા કર્યા

રાજ્યમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માગ સાથે કચ્છ જિલ્લામાં (Kutch) છેલ્લા 9 દિવસથી ઊગ્ર આંદોલન ચાલી રહ્યું છે. એકલધામનાં મહંત યોગી દેવનાથ બાપુ (Mahant Yogi Devnath Bapu) એ અન્નનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. છેલ્લા 9 દિવસથી બાપુ ઉપવાસ પર હતા. દરમિયાન, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંહેધરી આપતા આજે મહંત યોગી દેવનાથ બાપુને પારણા કરાવાયા છે. આજે સરકારનાં પ્રતિનિધિઓની હાજરીમાં યોગી દેવનાથ બાપુ તેમ જ અન્ય ઉપવાસીઓને પારણા કરાવવામાં આવ્યા છે. માહિતી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે સંત મંડળે રૂબરૂં મુલાકાત કરી હતી, ત્યારે મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Electricity Bill : આનંદો! વીજધારકોને રાહત આપવા સરકારે લીધો આ મોટો નિર્ણય

મહંત યોગી દેવનાથ બાપુએ આપ્યું હતું અલ્ટીમેટમ!

કચ્છમાં ચાલી રહેલા ધરણાં પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સનાતનીઓ, સંત-'સંઘ' પ્રદર્શનમાં જોડાયા છે. દરમિયાન, ગઈકાલે મહંત યોગી દેવનાથ બાપુનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, અમે અમારા માટે ઉપવાસ પર નથી બેઠા. ગાય માતાને રાજયમાતાનો દરજ્જો મળે તે માટે બેઠા છીએ. દેવનાથ બાપુએ આગળ કહ્યું હતું કે, સરકારને શું તકલીફ છે કે કોઈ ઉત્તર આપતી નથી. નરોવા કુંજરોવા જવાબો આપવાનું બંધ કરો. આ સાથે તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, અમે હજું શાંત છીએ, જો જનતામાં રોષ ફેલાશે તો અમને કહેતા નહિ! વહેલી તકે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો.

આ પણ વાંચો - GST Slab : રાજ્યમાં GST સ્લેબમાં ફેરફાર મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું મહત્ત્વનું નિવેદન

Tags :
Advertisement

.

×