ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

kutch: દેશના ભવિષ્ય સાથે ખિલવાડ થતા દ્રશ્યો કેમેરામાં કેદ, વિદ્યાર્થિનીઓ પાસે કરાવી જાહેર માર્ગની સફાઇ

kutch: કચ્છમાં પ્રજાસત્તાક દિવસના પૂર્વે શાળામાં ભણતી વિધાર્થીનીઓ પાસેથી જાહેર માર્ગ સાફ કરવામાં આવી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
08:44 AM Jan 26, 2025 IST | VIMAL PRAJAPATI
kutch: કચ્છમાં પ્રજાસત્તાક દિવસના પૂર્વે શાળામાં ભણતી વિધાર્થીનીઓ પાસેથી જાહેર માર્ગ સાફ કરવામાં આવી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
kutch
  1. ભુજના સૂરજપર ગામની પ્રા.શાળાની વિદ્યાર્થિનીઓ પાસે કરાવી સફાઇ
  2. વિદ્યાર્થિનીઓ પાસે જાહેર માર્ગ સાફ કરાયો હોવાનો વીડિયો વાયરલ
  3. શું શાળાની સાફ-સફાઈ માટે શિક્ષણ વિભાગ નથી અપાતી ગ્રાન્ટો?

kutch: આજે ભારત માટે ખુબ જ ખાસ દિવસ છે, આજે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. પરંતુ આ દિવસ ભારતના દરેક ક્ષેત્રમાં કરી રીતે ઉજવાય છે. કચ્છ (Kutch)ના એક ગામની તસવીરો સામે આવી છે, જેમાં વિદ્યાર્થિનીઓ જાહેર રસ્તાની સફાઈ કરી રહીં છે. આખરે કેમ આ બાળા પાસે રસ્તાઓ સાફ કરાવવામાં આવ્યાં? કચ્છ (Kutch)માં પ્રજાસત્તાક દિવસના પૂર્વે શાળામાં ભણતી વિધાર્થીનીઓ પાસેથી જાહેર માર્ગ સાફ કરવામાં આવી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: જેલ પ્રશાસનનો કેદીઓને હકારાત્મક વાતાવરણ મળે તે માટે દીવાલ પર દોરાયા અનેક ચિત્રો

શાળાઓમાં અવાર-નવાર વિદ્યાર્થીઓ પર થતા અત્યાચારો ક્યારે અટકશે?

વિગતે વાત કરવામાં આવે તો, ભુજ તાલુકાના સૂરજપર ગામની પ્રાથમિક શાળાની વિધાર્થીની પાસેથી જાહેર માર્ગ સાફ કરાયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. શાળાઓમાં દેશના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે. શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓ પાસે જાહેર માર્ગો સાફ કરાવો તે ક્યાંનો નિયમ છે? શાળાઓમાં અવારનવાર વિદ્યાર્થીઓ પર થતા અત્યાચારો ક્યારેય અટકવામાં આવશે? અત્યારે આવા અનેક સવાલો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો:  હોસ્પિટલમાં મોત બાદ પણ એમ્બ્યુલન્સ ન મળી, પુત્ર માતાના મૃતદેહને સાયકલ પર લઈ ગયો

વિદ્યાર્થિનીઓ પાસે સફાઇ કરાવનારાઓ સામે ક્યારે લેવાશે નક્કર પગલા?

શું શાળાની સાફ સફાઈ માટે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટો નથી આપવામાં આવતી? વિદ્યાર્થીઓને શાળામાં ભણવા માટે આવે છે ના કે મજૂરી કરાવવા માટે! શું કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ કોઈ ફતવો બહાર પાડેલો છે. કચ્છની સરકારી શાળામાં આવા અનેક બનાવો બહાર આવી ચુક્યા છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા જ નથી. પ્રશ્ન એ પણ થાય છે કે, શું કામ આવા શાળાના સંચાલકો સામે કોઈ નક્કર પગલા લેવાતા નથી? વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ એક પ્રકારનો અત્યાચાર જ છે! તેના સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરવી જોઈએ.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsKutchKutch newsKutch primary school studentsLatest Gujarati NewsLatest KutchPrimary school students
Next Article