ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : 540 ફૂટ ઊંડા બોરવેલમાંથી દીકરીને બહાર કાઢવા સંઘર્ષ યથાવત, ગઈકાલે કેમેરમાં કેદ થઈ હતી

બે હુક જોડીને યુવતીને બહાર કાઢવો પ્રયાસ કરાયો હતો પરંતુ, તે કામગીરી પણ નિષ્ફળ સાબિત થઈ છે.
08:36 AM Jan 07, 2025 IST | Vipul Sen
બે હુક જોડીને યુવતીને બહાર કાઢવો પ્રયાસ કરાયો હતો પરંતુ, તે કામગીરી પણ નિષ્ફળ સાબિત થઈ છે.
Kutch_Gujarat_first
  1. Kutch માં બોરવેલમાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
  2. 24 કલાક બાદ પણ બોરવેલમાંથી બહાર નથી આવી ઈન્દિરા
  3. બે પાઈપ મારફતે બહાર કાઢવાની કામગીરી નિષ્ફળ નીવડી
  4. NDRF નાં 30 જવાનો તેમ જ BSF આર્મીની ટીમ જોડાઈ

કચ્છ જિલ્લાનાં (Kutch) ભુજ તાલુકાનાં કંઢેરાઈ ગામમાં ગઈકાલે 22 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. જો કે, ઘટનાને 24 કલાક વીતી ગયા હોવા છતાં પણ યુવતી બોરવેલમાંથી બહાર આવી શકી નથી. બે પાઇપ મારફતે બે હુક જોડીને બહાર કાઢવાની કામગીરી પણ નિષ્ફળ સાબિત થઈ છે. NDRF નાં 30 જવાન તેમ જ BSF આર્મી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) હાલ પણ યથાવત છે.

આ પણ વાંચો - Himmatnagar Civil: ચીની વાયરસનું સંક્રમણ અટકાવવા સાબરકાંઠા આરોગ્ય તંત્ર સજ્જ

24 કલાક પછી પણ યુવતી બોરવેલમાંથી બહાર આવી શકી નથી

જણાવી દઈએ કે, મૂળ રાજસ્થાનનાં (Rajasthan) પ્રતાપગઢ ગામની 22 વર્ષીય યુવતી ઇન્દિરાબેન મીણા કચ્છ જિલ્લાનાં (Kutch) ભુજ તાલુકાનાં કંઢેરાઈ ગામમાં પરિવાર સાથે રહે છે. જો કે, ગઈકાલે ઇન્દિરાબેન વાડીમાં આવેલ અને 540 ફૂડ ઊંડા બોરવેલમાં ખાબકી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, NDRF અને BSF ની ટીમ સ્થળે પહોંચી હતી અને યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, આ ઘટનાને 24 કલાક વીતી ગયા હોવા છતાં પણ યુવતી બોરવેલમાંથી બહાર આવી નથી. માહિતી અનુસાર, બે હુક જોડીને યુવતીને બહાર કાઢવો પ્રયાસ કરાયો હતો પરંતુ, તે કામગીરી પણ નિષ્ફળ સાબિત થઈ છે. NDRF નાં 30 જવાન તેમ જ BSF આર્મી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાલ પણ યથાવત છે.

આ પણ વાંચો - Amreli: લેટર કાંડની પીડિતા પાટીદાર યુવતી મામલે SITની રચના કરવામાં આવી

ગઈકાલે 490 ફૂટ પર કેમેરામાં જોવા મળી હતી યુવતી

ગઈકાલે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બોરવેલમાં 490 ફૂટ ઊંડે યુવતી કેમેરમાં કેદ થઈ હતી. ત્યાર બાદ યુવતીને દોરીથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે પણ નિષ્ફળ રહ્યો હતો. માહિતી અનુસાર, ઇન્દિરાબેન વાડીમાં મજૂરી કામ કરે છે. દરમિયાન, આ ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, ગઈકાલે વાડીનાં માલિકે એવું નિવેદન આપ્યું હતું કે, બોરવેલમાં કોઈ પડે નહીં તે માટે ઉપર પથ્થરો ઢાંકેલા હતા. પરંતુ, તેમ છતાં યુવતી બોરવેલમાં કેવી રીતે પડી તે પણ એક સવાલ છે. માહિતી અનુસાર, આજે વહેલી સવારથી રેસ્સ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કલેક્ટર અમિત અરોરા, પ્રાંત અધિકારી, SP ઘટના સ્થળે પહોંચ્યા છે. દીકરી બોરવેલમાંથી જલદી બહાર આવી જાય તેવી પ્રાર્થના યુવતીનાં પરિવારજનો સહિત તમામ લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો - Bhavnagar: સરતાનપર બંદરે કેમિકલ આવતા દરિયાઈ જીવસૃષ્ટિ,પક્ષીઓ અને માછીમારોને ખૂબ નુકસાન

Tags :
BhujBHUJ POLICEBreaking News In GujaratiBSF ARMYcollectorGirl fell into borewellGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKandherai villageKutchLatest News In GujaratiNDRFNews In GujaratiRajasthanrescue-operation
Next Article