Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: રાપરના ભીમાસર ગામની સગીરાએ કરેલ આત્મહત્યાનું કારણ સામે આવ્યું, આચાર્ય સામે લગાવ્યા આક્ષેપ

રાપર તાલુકાનાં ભીમાસર ગામે છ દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેના સામાનની તપાસ કરતા તેમાંથી તેણે લખેલી સ્યૂસાઇડ નોટમાં શાળાના આચાર્ય દ્વારા અપાતા માનસિક ત્રાસનું કારણ સામે આવ્યું છે. જેને લઈને સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહ બહાર કાઢી જામનગર ફોરેન્સિકમાં ચકાસણી માટે મોકલી આપેલ છે.
kutch  રાપરના ભીમાસર ગામની સગીરાએ કરેલ આત્મહત્યાનું કારણ સામે આવ્યું  આચાર્ય સામે લગાવ્યા આક્ષેપ
Advertisement
  • નાપાસ કરીને ત્રાસ અપાતો હોવાનો લગાવ્યો આરોપ
  • સ્યુસાઇડ નોટ મળતા પરિવારજનોએ નોંધાવી ફરિયાદ
  • શાળાના આચાર્ય જિજ્ઞાસાબેન વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

રાપર તાલુકાનાં ભીમાસર ગામે છ દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેના સામાનની તપાસ કરતા તેમાંથી તેણે લખેલી સ્યૂસાઇડ નોટમાં શાળાના આચાર્ય દ્વારા અપાતા માનસિક ત્રાસનું કારણ સામે આવ્યું છે. જેને લઈને સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહ બહાર કાઢી જામનગર ફોરેન્સિકમાં ચકાસણી માટે મોકલી આપેલ છે.

ભીમાસર ગામમાં રહેતી સગીર વયની વિશ્વા જે ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હતી. તા. 17/1 ના રોજ તેણે ફાંસો ખાઇને અંતિમ પગલું ભરી લીધું હતું. ઘટના બાદ પરિવારજનો દ્વારા તેની અંતિમ વિધિ કરીને દફનાવાઇ હતી. ત્યારબાદ તેનો સામાન ચેક કરતી વેળાએ એક બુકમાં સગીરા દ્વારા લખાયેલી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પોતે આ પગલું શાળાના આચાર્ય દ્વારા હાથ ઉપાડીને વારંવાર માનસિક ત્રાસ અપાતો હોવાથી ભરી લીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

Advertisement

ચિઠ્ઠી મળતાં જ પરિવારજનો દ્વારા સમાજ તેમજ ગામના પંચોને જાણ કરાતા આ બાબતે આડેસર પોલીસ મથકે રજુઆત કરાઈ હતી જેથી સ્યૂસાઇડ નોટના આધારે તેમજ પરિવારજનોની માગને ધ્યાને લઈને સ્મશાન ખાતે સગીરાનો મૃતદેહ બહાર કાઢીને તેને પલાસવા સીએચસી ખાતે ખસેડાયો હતો. જ્યાંથી વધુ તપાસ માટે મૃતદેહને જામનગર ખાતે પીએમ અર્થે મોકલાવ્યો હતો. સ્યૂસાઇડ નોટ સગીરાએ જ લખી છે કે નહીં તેની ખાત્રી માટે સ્યૂસાઇડ નોટની ચીઠ્ઠી ચકાસણી માટે લેબમાં મોકલાઈ છે. દરમ્યાન રાત્રે મળતા અહેવાલ પ્રમાણે શિક્ષિકા જિજ્ઞાશાબેન ચૌધરી સામે મરવા માટે મજબૂર કરવાની કલમ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

મારી ભત્રીજીએ 20 તારીખે પરીક્ષા શરૂ થવાની હતી તે પહેલાં જ પગલું ભર્યું: મૃતકના કાકા

આ બાબતે મૃતક સગીરાના કાકા અને રાપર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દેવશીભાઇ પરમારે જણાવ્યું હતું કે મારી ભત્રીજીએ ગત તા.17/1 ના અંતિમ પગલું ભર્યું તેના છ દિવસ પછી મને આ સ્યૂસાઇડ નોટ વિશ્વાનાં સામાનમાંથી મળ્યાનું ભાઈએ કહ્યું હતું જેથી અમારો સમાજ ગામમાં મોટો હોઈ પંચ બોલાવીને આગળ શું કરવું તેનો અભિપ્રાય લીધા બાદ આડેસર પોલીસને જાણ કરી અને બધી પ્રક્રિયા હાથ ધરી છે. સ્યૂસાઇડ નોટ બાબતે કહ્યું કે, હું પોતે શિક્ષક છું અને શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓનાં સારા ભવિષ્ય માટે જ કહેતા હોય છે. મારી ભત્રીજી નવમાં ધોરણમાં ચાર વિષયમાં નાપાસ થઈ હતી અને બીજીવાર પરીક્ષા આપીને પાસ કરાવી હતી અને આગામી 20 તારીખનાં પરીક્ષા શરૂ થવાની હતી. પણ તે પહેલાં 17 તારીખે જ તેણે આ પગલું ભર્યાનું કહ્યું હતું.

સ્યૂસાઇડ નોટમાં મૃતક વિશ્વાના જ શબ્દો

મારા મોતની કારણ જીગનાસ બેન છે તે મને હંમેશા ટોચર કરતા હતા ઘડી વડી સંભળાવતા અને મને હાથ દેખાડતા પાસ નકામી કરી મને તે ઘડી ઘડી સંભળાવતા હું આ બંધુ સહન નહી કરી શકુ એટલે મેં આ પગ ભર્યો છે તમારી છોકરી વિશ્વા

મૃતદેહ ફોરેન્સિક ચકાસણી માટે મોકલાયો છે : પીઆઇ

આ બાબતે આડેસર પીઆઇ જે.એમ. વાળાએ ઘટનાને સમર્થન આપતાં કહ્યું હતું કે, આજે એસડીએમની હાજરીમાં દફનાવેલો દેહ બહાર કાઢી પંચનામું કરીને પલાંસવા સીએચસી લઇ જવાયો હતો. ફોરેન્સીક લેબ જામનગર મુકવાની તજવીજ ચાલુ છે સ્યૂસાઇડ નોટ પણ મળ્યાનું જણાવ્યું હતું જેની તપાસ ચાલુ હોઈ હાલ એડી દાખલ કરાયાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર બાદ GSHSEB એ ધો. 10-12 નાં પરીક્ષાર્થીઓનાં આંકડા જાહેર કર્યાં

Tags :
Advertisement

.

×