Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

KUTCH : આ ફક્કડ મુનિ અન્નજળ વિના કાળઝાળ ગરમીમાં કરી રહ્યા છે ઉગ્ર અગ્નિ તપસ્યા, વાંચો અહેવાલ

KUTCH : પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતી અગ્નિ તપસ્યા KUTCH જિલ્લાના ભચાઉ તાલુકાના કરમરીયા ગામે ફક્કડ પંકજ મુનિદેવે શરૂ કરી છે. રણ અને સમુદ્રથી ઘેરાયેલા સરહદી KUTCH પ્રદેશના વાગડ વિસ્તારમાં હાલ પડી રહેલી અંગ દઝાડતી ગરમીમાં મુનિ મહારાજ અગ્નિના ધુણા વચ્ચે...
kutch   આ ફક્કડ મુનિ અન્નજળ વિના કાળઝાળ ગરમીમાં કરી રહ્યા છે ઉગ્ર અગ્નિ તપસ્યા  વાંચો અહેવાલ
Advertisement
KUTCH : પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતી અગ્નિ તપસ્યા KUTCH જિલ્લાના ભચાઉ તાલુકાના કરમરીયા ગામે ફક્કડ પંકજ મુનિદેવે શરૂ કરી છે. રણ અને સમુદ્રથી ઘેરાયેલા સરહદી KUTCH પ્રદેશના વાગડ વિસ્તારમાં હાલ પડી રહેલી અંગ દઝાડતી ગરમીમાં મુનિ મહારાજ અગ્નિના ધુણા વચ્ચે બિરાજમાન થઈ ઉગ્ર તપસ્યા કરતા જોવા મળી રહ્યા છે. આ તપસ્યાના દર્શને આવતા ભાવિકો અલૌકિક શક્તિ નિહાળી અભિભૂત થઈ રહ્યા છે.

ફક્કડએ 21 દિવસીય ઉગ્ર અગ્નિ તપસ્યા આરંભી

વર્ષ દરમિયાન ભારત ભ્રમણ કરતા મૂળ મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લામાંથી આવતા ફક્કડ પંકજ મુનિ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે ભચાઉ તાલુકાના કરમરીયા સ્થિત સુરાપુરા દાદાના સાનિધ્યમાં 21 દિવસીય ઉગ્ર અગ્નિ તપસ્યા આરંભી છે. ગોળાકારમાં ગોઠવવામાં આવેલા ગાયના ગોબરમાંથી તૈયાર છાણાંઓમાં દિવસ દરમિયાન સતત અગ્નિને પ્રજ્વલિત રખાય છે. આ અગ્નિની મધ્યમા બિરાજમાન થઈ મુનિ મહારાજ પ્રખર તાપને સહન કરવાની તપસ્યા પર બેઠા છે. સામાન્ય વ્યક્તિ માટે જ્યાં ઘડીભર ઉભા રહેવું પણ કઠિન છે ત્યાં મુનિદેવ સવારથી સંધ્યાકાળ સુધી અન્નજળ વિના કંતાન સાથે અનોખી સાધના કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં 11 વખત વિવિધ તપસ્યાઓ કરી ચૂક્યા છે આ મુનિ

કરમરીયા ગામની ભાગોળે આવેલા સુરાપુરા દાદાના મંદિરના ભુવાજી અને ગામના સરપંચ શંકરલાલ પુનભાઈ છાંગાએ મુનિદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુનિ મહારાજ દ્વારા કચ્છમાં આવી અત્યાર સુધીમાં 11 વખત વિવિધ તપસ્યાઓ કરવામાં આવી છે. આ પહેલા ભચાઉના એસઆરપી કેમ્પસ નજીકના મહાવીર હનુમાનજી મંદિર ખાતે પણ અગ્નિ તપસ્યા અને એકાશન તપસ્યા કરવામાં આવી હતી.  શિયાળા દરમિયાન જળ સાધના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને એકાશન તપસ્યા અવિશ્વનિય સાધના કહી શકાય, આ સાધનામાં તેઓ ચારથી છ માસ સુધી અન્નજળ વિના એકજ અવસ્થામાં બેસી રહે છે.
હાલ ચાલી રહેલી તપસ્યામાં દૈનિક બે ટ્રેક્ટર ભરીને છાણાંનો અગ્નિ પ્રજ્વલિત રાખવા ઉપયોગ કરાય છે. 40 થી 44 ડીગ્રી સુધીના તાપમાનમાં અખંડ અગન જ્યોત વચ્ચે બેસી અગન સાધનાના દર્શન માટે સ્થાનિક ભાવિક ભક્તો સાથે આસપાસના ગામોમાંથી અને છેક રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી મુનિદેવના સેવકો દર્શન માટે ઉમટી રહ્યા છે. ભાવિકો અગ્નિ કુંડની ફરતે ખુલ્લા પગે પ્રદક્ષિણા ફરી પોતાની શ્રદ્ધા દર્શાવતા જોવા મળે છે. ભાવિકો પાસેથી એક પણ પૈસો લેવામાં આવતો નથી તે પણ એક હકીકત છે.
અહેવાલ : કૌશિક છાંયા
..
Advertisement
Tags :
Advertisement

.

×