Kutch Triple Accident : કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 જીવતા ભૂંજાયા
- કચ્છમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 જીવતા ભૂંજાયા (Kutch Triple Accident)
- આ ટ્રિપલ એક્સિડન્ટમાં 5 મુસાફરો ઘાયલ થયા છે
- માળિયાના સૂરજબારી બ્રિજ વિસ્તારમાં થયો ગોઝારો અકસ્માત
Kutch Triple Accident : આજે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. આ અકસ્માત કચ્છની ભાગોળે થયો છે. જેમાં માળિયામાં સૂરજબારી બ્રિજ પાસે કાર અને ટ્રેલર વચ્ચે ટ્રિપલ અકસ્માત (Kutch Triple Accident) થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક જામ દૂર કરાવ્યો અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Tariff Dispute : 50 ટકા ટેરિફ બાદ પણ ટ્રમ્પ નથી શાંત! ભારત સાથે વેપાર વાટાઘાટો બંધ હોવાનું જણાવ્યું
ગોઝારો અને ગમખ્વાર અકસ્માત (Kutch Triple Accident)
કચ્છના માળિયામાં સૂરજબારી બ્રિજ પાસે કાર અને ટ્રેલર વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો છે. કાર અને ટ્રેલર ધડાકાભેર અથડાયા બાદ તેમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી ભયાનક હતી કે 4 મુસાફરો જીવતા જ ભૂંજાઈ ગયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળને કોર્ડન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફાયર બ્રિગેડની ટીમે પણ મહામહેનતે ઘટનાસ્થળે લાગેલ આગને કાબૂમાં લીધી છે. સૂરજબારી બ્રિજ વિસ્તારમાં થયેલા આ ટ્રિપલ અકસ્માતથી ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચોઃ Kenya Plane Crash : એર એમ્બ્યુલન્સ ક્રેશ બાદ જોવા મળી રહ્યા છે ભયાવહ દ્રશ્યો
4 મુસાફરો જીવતા ભૂંજાયા (Kutch Triple Accident)
કચ્છના માળિયામાં સૂરજબારી બ્રિજ પાસે થયેલ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા 4 મુસાફરો જીવતા જ ભૂંજાઈ ગયા. તેમને જીવ બચાવવા માટે સમય જ ન મળ્યો. આ ગમખ્વાર અકસ્માતમાં 5 મુસાફરો ઘાયલ પણ થયા છે. કાર અને ટ્રેલર વચ્ચે જ્યારે અકસ્માત થયો ત્યારે મોટો ધડાકો થયો હતો. તેનો અવાજ સાંભળીને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ સત્વરે બચાવકાર્ય શરુ કરી દીધું અને વિના વિલંબે પોલીસને જાણ કરી હતી. પોલીસને જણા થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી. પોલીસે પરિસ્થિતિની ગંભીરતા પારખીને ફાયરબ્રિગેડ ટીમને બોલાવી લીધી હતી. ફાયર બ્રિગેડે મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ Surat : 100 થી વધુ નકલી પ્રોડક્ટ બને છે સુરતમાં, ડુપ્લિકેટનું હબ બની રહ્યું છે રંગીલું શહેર


