ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : શું ખરેખર આજે પણ ડ્રોન દેખાયા ? પોલીસે આપી આ માહિતી, લોકોનું સ્વૈચ્છિક 'Blackout'!

કચ્છમાં કેટલાક સરહદી વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છિક રીતે જ ઘરોની લાઈટો બંધ કરી બ્લેકઆઉટ કર્યું છે.
11:05 PM May 11, 2025 IST | Vipul Sen
કચ્છમાં કેટલાક સરહદી વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છિક રીતે જ ઘરોની લાઈટો બંધ કરી બ્લેકઆઉટ કર્યું છે.
KTC_Gujarat_first main
  1. Kutch માં ડ્રોન દેખાયાના સમાચારનું પોલીસે તપાસ બાદ ખંડન કર્યું
  2. માત્ર એક અફવા ગણાવી, પવન ચક્કી અને સેટેલાઇટની લાઇટ હોવાનું જણાવ્યું
  3. અબડાસા તાલુકાના નલિયા સહિતના વિસ્તારમાં ડ્રોન દેખાયાની માત્ર અફવા
  4. કચ્છમાં આજે બ્લેકઆઉટનાં આદેશો નહીં, છતાં લોકોએ સ્વૈચ્છિક બ્લેકઆઉટ કર્યું

Kutch : ભારત અને પાકિસ્તાન (IndiaPakistan) વચ્ચે ગઈકાલે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, તેમ છતાં યુદ્ધ વિરામનાં (Ceasefire) માત્ર 3 કલાક પછી જ પાકિસ્તાનને નાપાક હરકત કરી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જો કે, ભારતીય સેનાએ તેનો મુંહતોડ જવાબ આપ્યો હતો. ત્યારે આજે ફરી કચ્છમાં ડ્રોન દેખાયા હોવાની માહિતી સામે આવતા પોલીસે તપાસ કરી આ વાતનું ખંડન કર્યું છે. બીજી તરફ, કચ્છમાં કેટલાક સરહદી વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છિક રીતે જ ઘરોની લાઈટો બંધ કરી બ્લેકઆઉટ કર્યું છે.

આ પણ વાંચો - Junagadh : માણાવદર નજીક નદીનાં પટમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર!

અબડાસાનાં નલિયા સહિતનાં વિસ્તારમાં ડ્રોન દેખાયાનું ખંડન

ભારત અને પાકિસ્તાન (IndiaPakistan) વચ્ચે ગઈકાલે યુદ્ધ વિરામ થયું. જો કે, આજે રાતે 10 કલાકે કચ્છ જિલ્લાના (Kutch) અબડાસા તાલુકાના નલિયા સહિતનાં વિસ્તારમાં રાતે 10 વાગે ડ્રોન દેખાયાની માહિતી સામે આવી હતી. જો કે, આ મામલે સ્થાનિક પોલીસે તપાસ કરતા આ માત્ર એક અફવા હોવાનું જણાવ્યું છે અને ડ્રોન દેખાયા હોય એવા સમાચારનું ખંડન કર્યું છે. આ લાઈટો પવન ચક્કી અને સેટેલાઇટની હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

KTC_Gujarat_first

આ પણ વાંચો - Rajkot : માર્કેટ યાર્ડમાં સતત ચોથા દિવસે કમિશન એજન્ટની હડતાળ, કરી આ માગ

કચ્છમાં આજે લોકો દ્વારા સ્વૈચ્છિત બ્લેકઆઉટ

બીજી તરફ આજે સરહદી વિસ્તાર કચ્છમાં બ્લેક આઉટના (Blackout) આદેશ નથી. પરંતુ, તેમ છતાં કેટલાક સરહદી વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છિક રીતે જ ઘરોની લાઈટો બંધ રાખી હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ જ બંધ રખાઈ હતી. બે દિવસ બાદ લોકો અને વાહનોની અવરજવર થતાં માર્કેટમાં ચહલપહલ જોવા મળી છે.

આ પણ વાંચો - Ahmedabad : મ્યુઝિકલ પાર્ટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ, મહેફિલ માણતી એક યુવતી સહિત 9 લોકોની ધરપકડ

Tags :
BlackoutceasefireDGMODonald TrumpDrone AttacksgujaratfirstnewsIndian Air ForceIndian-ArmyIndiaPakistanWar2025J&KLOCOperation SindoorOperationSindoor2Pahalgam Tarror AttackPakistanPakistan ArmyPM Shahbaz SharifPOKTop Gujarati NewUS
Next Article