Amreli : MLA કૌશિક વેકરીયાને લખેલા પત્રનો ઉલ્લેખ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ મેદાને!
- Amreli નાં પાયલ ગોટી લેટરકાંડ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલને લખાયો પત્ર
- મંત્રી મંડળનાં વિસ્તરણની અટકળો વચ્ચે પાયલ ગોટીનો CM ને પત્ર
- પાયલ ગોટીએ પત્રમાં પોલીસનાં કારણે થયેલી પીડાઓ વ્યક્ત કરી
- પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પરેશ ધાનાણીએ પણ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
- કાવ્યાત્મક અંદાજમાં પરેશ ધાનાણીએ કર્યા આકરા પ્રહાર
Amreli : રાજ્યમાં મંત્રી મંડળનાં વિસ્તરણની અટકળો વચ્ચે ફરી એકવાર અમરેલીનો બહુચર્ચિત પાયલ ગોટી લેટરકાંડ (Payal Goti LetterKand) ચર્ચાનો વિષય બન્યો છે. પાયલ ગોટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી ન્યાયની માગ કરી છે. પીડિતાએ પત્રમાં પોલીસનાં કારણે થયેલી પીડાઓ વ્યક્ત કરી છે. SMC નાં વડા નિર્લિપ્ત રાયનો (Nirlipt Rai) રિપોર્ટ જોડીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાની માહિતી છે. પત્રમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવા માગ કરાઈ છે.
આ પણ વાંચો - Ahmedabad : સરખેજના શકરી તળાવમાં એક સાથે 4 યુવક ડૂબ્યા, 2 નાં મોત, 1 બચ્યો, અન્ય એકની શોધખોળ
મંત્રી મંડળનાં વિસ્તરણની અટકળો વચ્ચે Amreli ની પાયલ ગોટીનો CM ને પત્ર!
અમરેલીનો (Amreli) પાયલ ગોટી લેટરકાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એક તરફ જ્યાં રાજ્યમાં મંત્રી મંડળનાં વિસ્તરણની અટકળો ચાલી રહી છે ત્યારે બીજી તરફ પાયલ ગોટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ન્યાયની માગ કરી હોવાની માહિતી છે. પાયલ ગોટીએ પત્રમાં પોલીસનાં કારણે થયેલી પીડાઓ વ્યક્ત કરી અને SMC નાં વડા નિર્લિપ્ત રાયનો રિપોર્ટ સંગાથે જોડીને પોલીસ તંત્રનાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરી હોવાની માહિતી છે. એવા પણ અહેવાલ છે કે પાટલ ગોટીએ (Payal Goti) મુખ્યમંત્રીને લખેલા પત્રમાં અમરેલીનાં ધારાસભ્ય અને વિધાનસભાનાં નાયબ દંડક કૌશિક વેકરીયાને (Kaushik Vekaria) પત્ર પાઠવ્યો હોવા છતાં ન્યાય નથી મળ્યો હોવાની રજૂઆત પણ કરી છે.
આ પણ વાંચો - Vadodara : વાઇરલ Video માં BJP નેતા સાથે દેખાયો મુખ્ય આરોપી! રાજકારણમાં ગરમાવો
પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પરેશ ધાનાણીની પોસ્ટ વાઇરલ
પાયલ ગોટી લેટરકાંડનો (Payal Goti LetterKand) મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવતા પરેશ ધાનાણી (Paresh Dhanani) પણ ફરી મેદાને આવ્યા છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં કાવ્યાત્મક અંદાજમાં આકરા પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અનેક સવાલ પૂછ્યા છે કે..!
"નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાવી જનારા કોણ?"
"નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢનારા કોણ કોણ?"
"નિર્દોષ દીકરીને ખોટા કેસમાં ફસાવનારા કોણ?"
"સંડોવાયેલા અધિકારીને પ્રાઈમ પોસ્ટિંગ આપનારા કોણ?"
ગુજરાત હજુય જવાબ માગે છેઃ પરેશ ધાનાણી
"નારી સ્વાભિમાન આંદોલન, પીડિત પાયલને ન્યાય આપો"
નોંધનીય છે કે હાલ રાજકીય વર્તુળોમાં મંત્રી મંડળનાં વિસ્તરણને લઈ અટકળોનો માહોલ ગરમાયો છે. ત્યારે બીજી તરફ પાયલ ગોટી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રથી અમરેલીનો લેટરકાંડ ફરી એકવાર ચર્ચામાં આવતા રાજકીય માહોલમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને વાર પલટવારનો દોર પણ ફરી એકવાર શરૂ થયો છે.
આ પણ વાંચો - Kutch : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બાંહેધરી બાદ મહંત યોગી દેવનાથ બાપુએ પારણા કર્યા


