ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોવાની મજા પડી ભારે...! 100થી વધુ ગુજરાતીઓના લાયસન્સ થશે રદ

અહેવાલ---કિશન કાંટેલીયા, અમદાવાદ ગોવામાં ભાન ભૂલતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર ગોવામાં જઈને મોજ મસ્તી કરવી પડી અનેકને ભારે ગોવામાં નિયમભંગનો કોરડો લાગ્યો ગુજરાતમાં ઓવરસ્પીડ ડ્રાઇવ કરનારાના લાયસન્સ થશે રદ! ગોવા પોલીસની ભલામણને આધારે RTOની કાર્યવાહી! ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, રેશ ડ્રાઇવિંગ...
03:39 PM Apr 20, 2023 IST | Vipul Pandya
અહેવાલ---કિશન કાંટેલીયા, અમદાવાદ ગોવામાં ભાન ભૂલતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર ગોવામાં જઈને મોજ મસ્તી કરવી પડી અનેકને ભારે ગોવામાં નિયમભંગનો કોરડો લાગ્યો ગુજરાતમાં ઓવરસ્પીડ ડ્રાઇવ કરનારાના લાયસન્સ થશે રદ! ગોવા પોલીસની ભલામણને આધારે RTOની કાર્યવાહી! ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, રેશ ડ્રાઇવિંગ...
અહેવાલ---કિશન કાંટેલીયા, અમદાવાદ
બેજવાબદારીપુર્વક વાહન ચલાવતા લોકો સામે અમદાવાદ RTO દ્રારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે.. ગત વર્ષે વિવધ પોલીસ સ્ટેશન દ્રારા ભલામણોના આધારે RTO દ્રારા 300 લાયસન્સ રદ કરવામા આવ્યાં છે પણ ચોંકાવનારી બાબત એ છે આંતરરાજ્ય પોલીસ દ્રારા પણ ભલામણો એ અમદાવાદ  RTOમાં આવતી હોય છે. જેમાં સૌથી વધારે ભલામણો ગોવા પોલીસ દ્વારા લાયસન્સ રદ કરવા માટે આવી છે.
ગતવર્ષે RTOએ 350 લાઇસન્સ કર્યાં રદ 
2022માં અમદાવાદ સરનામા પર લાયસન્સ ધરાવતા લોકોના 300 જેટલા વાહન ડ્રાઈવીંગ લાયસન્સ સુભાષબ્રિજ  RTO દ્રારા રદ કરવામા આવ્યા છે. જે લોકો વાહન અકસ્માતક કે બેફાન વાહન ચલાવતા હોય અથવા વાહન રેસીંગ કરતાં હોય સહિત વાહન બેજવાદારી પુર્વક ચલાવતા વાહન ચાલકો સામે પોલીસ ફરીયાદના આધારે લાગતા વળગતા  RTOમાં લાયસન્સ રદ કરવાની ભલામણ પોલીસ કરતી હોય છે, જેમાં  RTO દ્રારા વાહનચાલકને નોટીસ આપી જવાબ રજુ કરવા માટે બોલાવામા આવે છે, જો જવાબ યોગ્ય ના લાગે તો લાયસન્સ રદ કરવામા આવે છે.
ગોવા પ્રશાસને સૌથી વધારે અમદાવાદીઓના લાયસન્સ રદ કરવા માટે ભલામણો કરી
લાયસન્સ રદ કરવાની કાર્યવાહી માટે શહેરની પોલીસ તો ભલામણ કરે છે. પણ તેની સાથે બીજા રાજ્યમાથી પણ ભલામણ આવે છે .. જેમા ચોંકવાનારી બાબત એવી છે સૌથી વધારે દારુ પીને અમદાવાદીઓ એ ગોવામાં વાહન ચલાવે છે જેથી ગોવા પ્રશાસને સૌથી વધારે અમદાવાદીઓના લાયસન્સ રદ કરવા માટે ભલામણો કરી છે અને ત્યારે બીજા નંબર પર રાજસ્થાન સરકારે ભલામણ કરી છે
ગોવા ઉપરાંત  રાજસ્થાનમાંથી પણ ભલામણો આવે છે
એક તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે અને ઉપરથી મોજ મસ્તી અને ફરવાના શોખીન ગુજરાતીઓ મોજ કરવા ગોવા જાય છે.. અને ત્યાં કોઇની બીક રહેતી નથી અને નશોકરીને ગાડી ચલાવે અને પોલીસ પકડે છે. આવા લોકો સામે ગોવા પોલીસે સૌથી વધારે લાયસન્સ રદ કરવા ભલામણ કરી છે અને આવા લાયસન્સ રદ પણ થયા છે. ગોવા ઉપરાંત  રાજસ્થાનમાંથી પણ ભલામણો આવે છે.
6 મહિના માટે લાયસન્સ રદ
જો તમે એવુ માનતા હોઈ છે બીજા રાજ્યમાં જઈને નિયમો તોડીશુ અને કોઈને ખબર નહિ પડે પણ તમારું ચલણ  RTO માં આવે જ છે.. એટલે ગોવા જાવ કે રાજસ્થાન...મજા કરો,મસ્તી કરો પણ.. ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરતા .. બાકી નોટીસ ધરે અને 6 મહિના માટે લાયસન્સ રદ....
આ પણ વાંચો---સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ, વન વિભાગે આરોપીને ઝડપી લીધો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
cancellenjoymentGoaGujaratisLicensesRTO
Next Article