Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sthanik Swaraj Election 2025 : સરેરાશ 59 % મતદાન, 5084 ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ, 18 મીએ પરિણામ

sthanik swaraj election 2025   સરેરાશ 59   મતદાન  5084 ઉમેદવારોનું ભાવિ evm માં કેદ  18 મીએ પરિણામ
Advertisement

Sthanik Swaraj Election 2025 : આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું, જેની પળેપળની માહિતી ગુજરાત ફર્સ્ટની (Gujarat First) વિવિધ ટીમે સમગ્ર દિવસ દરમિયાન ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી દર્શકો સુધી પહોંચાડી છે. આજે જુનાગઢ મનપાનાં 15 વોર્ડ, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની સહિતની ચૂંટણી માટે મતદાન થયું, જે હેઠળ કુલ 5084 ઉમેદવારોનું રાજકીય ભાવિ EVM માં કેદ થયું છે. રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 59 ટકા મતદાન નોંધાયું છે. એક-બે ઘટનાને બાદ કરતા તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. જો કે, મતદાનની સરેરાશ ટકાવારી હજુ અપડેટ થઈ શકે છે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી થવાની છે ત્યારે કોના શીરે જીતનો તાજ સજશે તેને લઈ ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.

Advertisement

સરેરાશ 59 % મતદાન, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVM માં બંધ, 18 ફેબ્રુઆરીએ મતગણતરી

February 16, 2025 7:31 pm

Advertisement

ગુજરાત રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જે હવે પૂર્ણ થઈ છે. રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 59 ટકા મતદાન નોંધાયું છે. એક-બે ઘટનાને બાદ કરતા તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. જો કે, મતદાનની સરેરાશ ટકાવારી હજુ અપડેટ થઈ શકે છે. જણાવી દઈએ કે, જૂનાગઢ મનપા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત માટે આજે મતદાન થયું છે.

આણંદ, કરજણ અને સાણંદ-બાવળા નપાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

February 16, 2025 7:05 pm

આણંદ, કરજણ અને સાણંદ-બાવળા નપાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. તમામ જગ્યાઓ પર મતદાન શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થયું છે. સાથે જ પાલિકાનાં ઉમેદવારોનું ભાવિ હવે EVM માં સીલ થયું છે. વડોદરાની કરજણ નગરપાલિકામાં સરેરાશ 66.25 ટકા મતદાન નોંધાયું છે. 28 બેઠકનાં 85 થી વધુ ઉમેદવારોનું ભાવી EVM માં સીલ થયું છે. સાણંદ- બાવળા નપા ચૂંટણીમાં પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. સાણંદ નગરપાલિકામાં સરેરાશ 58 ટકા મતદાન થયું છે. જ્યારે બાવળા નગરપાલિકામાં 59 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. 18 ફેબ્રુઆરીનાં રોજ મતગણતરી થશે.

5 વાગ્યા સુધી સરેરાશ મતદાન 55 % ને પાર, ઓછા મતદાનથી રાજકીય પક્ષોમાં ચિંતા!

February 16, 2025 5:42 pm

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાંજ સુધીમાં મતદાનનો આંકડો માંડ માંડ 55 ટકાને પાર પહોંચ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા મતદાન થયું છે. જૂનાગઢ મનપા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત માટે આજે મતદાન થયું છે. જણાવી દઈએ કે, ગત ચૂંટણીમાં 65 ટકાની આસપાસ મતદાન થયું હતું. ત્યારે આ વખતે ઓછું મતદાન થતાં રાજકીય પક્ષોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં 5 ન.પા. ચૂંટણીમાં મતદાન પૂર્ણ, પૂર્વ MLA લલિત વસોયાનો મોટો દાવો

February 16, 2025 5:32 pm

રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં મતદાન પૂર્ણ થયું છે. જો કે, તમામ બેઠકો પર મતદારોમાં નીરસતા જોવા મળી છે. દરમિયાન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મતદાનમાં નીરસતા જોવા મળી છે. જો કે, ઓછું મતદાન અમારી તરફેણમાં રહેશે. આ સાથે તેમણે વિશ્વાસ દાખવતા કહ્યું કે, ધોરાજી, ભાયાવદર ન.પા. ચૂંટણી અમે જીતી રહ્યા છીએ, જ્યારે ઉપલેટા, જસદણ, જેતપુરમાં રસાકસી છે.

Vadodara માં કરજણ નગરપાલિકામાં EVM ખરાબ થયું! BJP ઉમેદવારનો હોબાળો

February 16, 2025 4:46 pm

વડોદરા કરજણ નગરપાલિકામાં EVM ખરાબ થયું હોવાની માહિતી સામે આવી છે. ઈવીએમ ખરાબ થતાં ભાજપ ઉમેદવારે હોબાળો મચાવ્યો છે. વૉર્ડ નં. 6 માં EVM માં બટન દબાતું નહીં હોવાની ફરિયાદ ઊઠી છે. આ અંગે ભાજપ ઉમેદવાર જયેશ પટેલે પ્રિસાઈડિંગ ઓફિસર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે. ભાજપનાં ઉમેદવાર સામેનું બટન ખરાબ થયું હોવાનો દાવો કરાયો છે.

સાણંદમાં ન્યુ એરા હાઈસ્કૂલ બહાર BJP- કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

February 16, 2025 4:41 pm

અમદાવાદ જિલ્લાનાં સાણંદમાં વોર્ડ નંબર-6 ન્યુ એરા હાઇસ્કૂલ બહાર ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તા વચ્ચે મારામારીની ઘટના બની છે. એક જ સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી છે. ઇજાગ્રસ્ત લોકો J.K હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા સાણંદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા છે.

ચોરવાડ નગરપાલિકામાં 3 વાગ્યા સુધી 62.41% મતદાન થયું, સૌથી વધુ!

February 16, 2025 3:56 pm

જુનાગઢનાં ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં 3 વાગ્યા સુધી 62.41 ટકા સુધી મતદાન થયું છે. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ મતદાન છે. સાથે જ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન પણ ચોરવાડમાં જ નોંધાઈ રહ્યું છે. અહીં, કોંગ્રેસના MLA વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે ચૂંટણી જંગ છે. કોંગ્રેસ હેટ્રિકનાં મૂડમાં છે અને ભાજપ વનવાસ પૂર્ણ કરવા મૂડમાં છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાનો મોટો દાવો!

February 16, 2025 3:28 pm

બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં દુલ્હન પણ મતદાન કરવા પહોંચી

February 16, 2025 3:26 pm

છોટાઉદેપુર નપાની ચૂંટણીમાં AAP પ્રમુખ રાધિકા રાઠવાનાં BJP પર ગંભીર આક્ષેપ

February 16, 2025 3:24 pm

છોટાઉદેપુર નપાની ચૂંટણીમાં AAP દ્વારા મોટો આરોપ કરાયો છે. છોટાઉદેપુર AAP પ્રમુખ રાધિકા રાઠવાએ આરોપ લગાવી કહ્યું કે, ભાજપનાં કાર્યકરો મતદાન મથકમાં મનમાની કરી રહ્યા છે. ભાજપનાં કાર્યકરો મતદારોને ટોળામાં લઈ જાય છે. આ સાથે તેમણે પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું કે, પોલીસનાં કેટલાક માણસો ભાજપનાં કાર્યકરોને મદદ કરી રહ્યા છે. રાધિકા રાઠવાએ કહ્યું કે, આ અંગે ચૂંટણી અધિકારીને જાણ કરાઈ છે.

ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારના પિતાનું અવસાન

February 16, 2025 2:52 pm

ધોરાજી નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન દરમિયાન ઉમેદવારનાં પિતાનું અવસાન થયું છે. વોર્ડ નં. 8 નાં AAP ના ઉમેદવાર અજય કંડોરિયાનાં પિતાનું નિધન થયું છે. માહિતી અનુસાર, મતદાન મથક પર હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડાયા હતા. અજય કંડોરિયાનાં પિતાને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા છે.

ગઢડા નગરપાલીકાની ચૂંટણીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કર્યું મતદાન

February 16, 2025 2:47 pm

ગઢડા નગરપાલીકાની ચૂંટણીમાં ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવન દાસજી સ્વામી સહિત સંતોએ મતદાન કર્યું છે. સંતોએ વોર્ડ નંબર 05 માં તાલુકા શાળા બુથ પર મતદાન કર્યું છે. હરીજીવનદાસજી સ્વામીએ કહ્યું કે, ‘હિંદુત્વ વિચાર ધારા વાળી પાર્ટી, સારા ઉમેદવારો જીતે અને ગામનો વિકાસ કરે’. ગઢડાના બાકી રહેલા મતદારો આળસ મરડીને ફરજીયાત મતદાન કરવા હરીજીવન સ્વામીએ અપીલ કરી છે.

ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વરરાજાએ આપ્યો પોતાનો મત, જુઓ આ Video

February 16, 2025 2:46 pm

બાવળા નગરપાલિકામાં બપોરે 1 વાગ્યા બાદ 10 ટકા વધારો થયો

February 16, 2025 2:23 pm

બાવળા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 36.75 ટકા મતદાન થયું છે.વોર્ડ 01માં મતદારો મતદાનને લઈને બહાર ઉત્સાહ જોવા મળ્યો છે. વોર્ડ 01 માં સૌથી વધુ 42.64 ટકા મતદાન થયું છે. વોર્ડ 03 માં દિવસભર સૌથી ઓછું મતદાન રહ્યું છે. વોર્ડ 03 માં 03 વાગ્યા સુધીમાં 29.98 ટકા મતદાન થયું છે. મતદાન ધીમું થતા રાજકીય કાર્યકર્તા મતદારો બોલાવા નીકળ્યા છે. બાવળામાં 29930 જેટલા મતદારોમાંથી 10631 લોકોએ મતદાન કર્યું છે. 14,845 પુરુષોમાંથી 5885 પુરુષોએ મતદાન કર્યું છે. જ્યારે 14,096 મહિલાઓમાંથી 4746 મહિલાઓ મતદાન કર્યું છે.

કરજણમાં મતદાનને લઇ ધારાસભ્ય અક્ષય પટેલ સાથે વાતચીત

February 16, 2025 2:20 pm

આજે વહેલી સવારથી મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. મતદાનને લઈને ધારાસભ્ય અક્ષર પટલે વધુમાં વુધ મતદાન થાય તે માટે લોકોને ખાસ અપીલ પણ કરી છે. વધુમાં કહ્યું કે, ‘આ વખતે પણ ભાજપ પોતાની વિકાસની ગતિ ચાલુ રાખશે’.

કેબિનેટ મંત્રી બળવંતશિહ રાજપૂતે પરિવાર સાથે કર્યું મતદાન

February 16, 2025 2:03 pm

Patan: સિદ્ધપુર નગર પાલિકાની પેટાચૂંટણીમાં વોર્ડ નં 7માં કેબિનેટ મંત્રી બળવંતશિહ રાજપૂતે પોતાના પરિવાર સાથે મતદાન છે. મંત્રીએ પોતાના પરિવાર સાથે પંચાયત રેસ્ટ હાઉસ મતદાન મથકે મતદાન છે. કેબિનેટ મંત્રીએ અન્ય મતતદારોને લોકશાહી પર્વમાં સહભાગી બની વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ કરી છે.

ક્યા કેટલા મતદાન થયું? આ રહ્યો તેનો આંકડો

February 16, 2025 1:53 pm

પાલિકા-પંચાયતમાં સાડા 6 કલાકમાં 32 ટકા મતદાન થયું છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં સરેરાશ 23.95 ટકા મતદાન થયું છે. 3 મનપાની પેટાચૂંટણીમાં સરેરાશ 16.63 ટકા મતદાન થયું છે. ઘાટલોડિયામાં 17.63 ટકા, વડવામાં 17.09 ટકા મતદાન થયું છે. સુરતના લિંબાયત વોર્ડમાં સરેરાશ 15.69 ટકા મતદાન થયું છે. 68 નગરપાલિકામાં સાડા 6 કલાકમાં 34 ટકા મતદાન થયું થયું છે. થી વધુ ખેડાની ચકલાસી નપામાં 47.51 ટકા મતદાન થયું છે. બોરીયાવી નગરપાલિકામાં સરેરાશ 47.34 ટકા મતદાન થયું છે. ભચાઉ નગરપાલિકામાં સૌથી ઓછું 16.17 ટકા મતદાન થયું છે. ત્રણ તાલુકા પંચાયતમાં સરેરાશ 38.60 ટકા મતદાન થયું છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં 40.96 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે તો કપડવંજ તાલુકા પંચાયતમાં 36.95 ટકા, કઠલાલમાં 37.50 ટકા મતદાન નોંધાયું છે.

છોટા ઉદેપુર ભાજપના નેતા નારણભાઈ રાઠવાએ કર્યું મતદાન

February 16, 2025 1:51 pm

‘તમામ બેઠકો ભાજપ જીતેશે તેવો દાવો કર્યો’ જીતના દાવા સાથે છોટા ઉદેપુર ભાજપના નેતા નારણભાઈ રાઠવાએ મતદાન કર્યું છે.

રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પરિવાર સાથે કર્યુ મતદાન

February 16, 2025 1:50 pm

વડોદરામાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો

February 16, 2025 1:45 pm

વડોદરામાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીને લઈને વિવાદ સામે આવ્યો છે. અત્યારે આ પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ વાંધો ઉઠાવ્યો છે. પાદરા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં VVPET મશીનને લઈને સવાલો કર્યાં છે. ચૂંટણી પંચ દ્વારા VVPET મશીન ન મુકાયું હોવાથી વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢીયારે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે.

‘મત એ મારી પહેલી ફરજ’ વરરાજાએ લોકોને મતદાન કરવા કરી અપીલ

February 16, 2025 1:42 pm

છોટાઉદેપુર ખાતે આજે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે એક મત ની કિંમત શું હોય છે તેનું દ્રષ્ટાંત એક વરરાજાએ દાંપત્ય જીવનમાં ડગ માનતા પહેલા મતદાન મથક ઉપર જઈ અને પોતાના મતનું દાન કરી અને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

ધ્રોલ નપાની ચૂંટણીમાં લેડી ડોનની ઓળખ આપી મહિલાએ દિવ્યાંગને ધમકાવ્યો, આ રહ્યો વીડિયો

February 16, 2025 1:41 pm

બાવળા નપામા બપોરે 1 વાગ્યા સુધી 22 ટકા મતદાન નોંધાયું

February 16, 2025 1:40 pm

Sthanik Swaraj Election: MLA Hirabhai Solankiએ આપી દીધો પોતાનો મત

February 16, 2025 1:39 pm

જુનાગઢમાં ધીમા મતદાનને લઇ ભાજપ મૂંઝવણમાં! કેમ ઓછું મતદાન થયું?

February 16, 2025 1:38 pm

ભાવનગરની તળાજા નગરપાલિકાના વૉર્ડ નં.4માં મતદાન મથક પર પ્રિસાઈડિંગ ઓફીસર પર આરોપ

February 16, 2025 1:38 pm

કચ્છની રાપર નપામાં મતદાન વચ્ચે રાજકીય ગરમાવો

February 16, 2025 1:36 pm

પોરબંદરના કુતિયાણામાં EVM ખરાબ થતા મતદારો અટવાયા

February 16, 2025 12:29 pm

પોરબંદરના કુતિયાણામાં EVM ખરાબ થયું હોવાનું સામે આવ્યું છે. એક બૂથમાં EVM ખરાબ થતા મતદાન અટક્યું હતું. પાલિકા ઉમેદવાર કાના જાડેજા મતદાન મથકે પહોંચ્યા અને તપાસ કરી. ટાવરચોક વિસ્તાર નજીક બુથમાં મતદાન અટક્યું હોવાનું સામે આવ્યું છે. જેથી EVM બદલવા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

જૂનાગઢ: કોંગ્રેસના સિનિયર ઉમેદવાર મંજુલાબેન પરસાણા વિફર્યા

February 16, 2025 12:24 pm

જૂનાગઢમાં મતદાનના દિવસે પ્રચાર કરતી મહિલાઓનો ખરી-ખોટી સંભળાવી હતી. રાજકોટથી પૈસા દઈ પ્રચાર કરવા મહિલાઓને બોલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બહારથી પ્રચાર કરવા આવેલી મહિલાઓને મંજુલાબેને તતડાવતા મહિલાઓમાં દોડધામ મચી હતીં. પૈસા લઈ લઈને પ્રચાર કરવા આવી હોવાની રાવ. મહિલાઓને તતડાવતા ઉભી પૂંછડીએ ભાગતી મહિલાઓનો વીડિયો વાયરલ થયો છે.

જામનગરઃ ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદારને ધાક-ધમકીનો પ્રયાસ

February 16, 2025 12:24 pm

જામનગરના ધ્રોલ નગરપાલિકાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. લેડી ડોનથી ઓળખાતી મહિલાએ દિવ્યાંગ વ્યક્તિને ભાજપને મત આપવા દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. મતદાન આપવા જવા સમયે મહિલા દ્વારા મતદારને લાફો મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના મોરબી નાકા પાસે કન્યા શાળા મતદાન આપવા સમયે બની છે. યાકુબ મહમદ કટારીયા નામના મતદારને નસીમબેન હાસમભાઈ જુણેજા દ્વારા ધમકી આપવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો મતદારને લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. મતદાર દ્વારા મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા માટે તજવીજ હાથ ધરાઈ છે.

મતદારોમાં આવી છે જાગૃતિ, આ વરરાજાએ લગ્ન કરતા પણ વધારે મતદાનને મહત્વ આપ્યું

February 16, 2025 12:17 pm

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ મતદાન છે. ઝાંઝરડા મતદાન બુથ ઉપર વરરાજા ઋત્વિક કાછડીયાએ મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો. એટલું જ નહીં પરંતુ આ વરરાજાએ ‘ચૂંટણી પર્વમાં મતદાન કરવાની કરી અપીલ અને મતદાન કરી ખુશી વ્યક્ત કરી હતીં. આ સાથે ખેડા નગરપાલિકાની સમાન્ય ચૂંટણીમાં અનોખો રીતે મતદાન જોવા મળ્યું હતું. અહીં જાન લઈ જતા પહેલા વરરાજા પહોંચ્યા મતદાન મથક મતદાન કરવા માટે પહોંચ્યાં હતાં. વરરાજા દીપક રમેશભાઈ રાવળ લગ્ન કરતાં પહેલાં પહોંચ્યા મતદાન કરવા આવ્યાં હતાં.

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કરતાલ વગાડતા વગાડતા કર્યું મતદાન

February 16, 2025 12:14 pm

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે પોતાની પત્ની સાથે વોર્ડ નં 6 માં મતદાન કર્યું છે. જૂગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કહ્યું કે, ‘નરસિંહ મહેતાનું નગર જૂનાગઢ હવે ખંઢેર બની ગયું છે, દામોદર કુંડ અને રોડ રસ્તાની સ્થિતિ જોઈ લોકો જાગૃત થાય તે માટે કરતાલ લીધા છે’.

અપક્ષ ઉમેદવારના પતિ નાયબ મામલતદાર પ્રચાર કરતા હોય તેવો વીડિયો વાયરલ

February 16, 2025 12:02 pm

મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં અપક્ષ ઉમેદવારના પતિ નાયબ મામલતદાર પ્રચાર કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. મહેમદાવાદ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર ગીતાબેન ભટ્ટચાર્યના પતિ માનવેન્દ્ર ભટ્ટાચાર્ય મહુધા મામલતદાર કચેરીએ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. ચૂંટણીના મતદાન મથકે નાયબ મામલતદાર તેમની પત્નીના પ્રચારમાં જોડાયા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. ગીતાબેન ભટ્ટચાર્ય મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

પોરબંદરની બે નગરપાલિકામાં 19.48 ટકા મતદાન નોંધાયું

February 16, 2025 11:53 am

કુતિયાણા નગરપાલિકામાં સરેરાશ 23.21 ટકા મતદાન નોંધાયું છે. કુતિયાણામાં વોર્ડ-2માં સૌથી વધુ 32.37 ટકા મતદાન નોંધાયું. નોંધનીય છે કે, કુતિયાણામાં મતદાન મથકો પર લાગી લાંબી કતારો જોવા મળી હતીં. રાણાવાવ નગરપાલિકામાં સરેરાશ 18.12 ટકા મતદાન નોંધાયું છે. રાણાવાવમાં વોર્ડ-2માં 24.85 ટકા સરેરાશ મતદાન થયું છે. આ સાથે રાણાવાવમાં 7 વોર્ડમાં 56 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યોછે.

રાજ્યની કુલ 68 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 18.32 ટકા મતદાન થયું

February 16, 2025 11:51 am

નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ માણસા નગરપાલિકામાં 28.90 ટકા મતદાન થયું છે. સૌથી ઓછું સરેરાશ મતદાન રાધનપુરમાં 5.96 ટકા નોંધાયું છે. નગરપાલિકાની પેટાચૂંટણીમાં સરેરાશ 10.64 ટકા થયું છે. મોરબી નગરપાલિકામાં સરેરાશ 14.66 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે બોટાદ નગરપાલિકામાં સરેરાશ 8.58 ટકા મતદાન નોંધાયું છે.

તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ

February 16, 2025 11:49 am

ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 24.34 ટકા મતદાન થયું છે. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 26.90 ટકા મતદાન થયું છે. કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 23.23 ટકા મતદાન થયું. કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 22.33 ટકા મતદાન થયું છે. તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં 17.41 ટકા મતદાન થયું છે.

જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં 16.13 ટકા મતદાન થયું

February 16, 2025 11:36 am

ગાંધીનગરની હાલીસા બેઠક પર 24.47 ટકા મતદાન થયું હોવાના આંકડા સામે આવ્યાં છે. મહેસાણાની મલેકપુર જિલ્લા પંચાયત બેઠક પર 2.46 ટકા મતદાન થયું છે. આ સાથે જિલ્લા પંચાયતની 7 બેઠક પર 22 ઉમેદવારો વચ્ચે જામ્યો જંગ છે.

મોરબીમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કર્યું મતદાન

February 16, 2025 11:25 am

વોર્ડ નં.6માં દિગ્વિજયનગર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. જીતુભાઇ સોમાણી એ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે સાથે વાંકાનેરની જનતાને શાંતિપૂર્ણ રીતે પૂરું મતદાન કરવા અપીલ પણ કરી છે.

જૂનાગઢ મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં 13.85 મતદાન થયું

February 16, 2025 11:24 am

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં જૂનાગઢમાં 13.85 ટકા મતદાન થયું છે. વોર્ડ-1માં સૌથી વધુ સરેરાશ 20.79 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું વોર્ડ-10 8.29 ટકા મતદાન નોંધાયું છે. અહીં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જૂનાગઢમાં જંગ જામ્યો છે. મતદારોની નિરસતાના પગલે પક્ષો દોડતાં થયા હતાં.

સુરતની પેટા ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ, ભાજપના ઉમેદવાર જીતુ કાછડે કર્યો જીતનો દાવો

February 16, 2025 11:22 am

ભાજપના ઉમેદવાર જીતુ કાછડે કર્યો જીતનો દાવો કરતા કહ્યું કે, ‘ભાજપ વિકાસની રાજનીતિ પર કામ કરે છે, ભાજપ સિવાયની પાર્ટીના ટેબલ દૂર દૂર સુધી નથી દેખાતા. જનતાને PM મોદી પર વિશ્વાસ અને ભરોસો છે’.

ધારાસભ્ય હીરાભાઇ સોલંકી વોર્ડ નંબર-6ની તાલુકા શાળામાં પરિવાર સાથે કર્યુ મતદાન

February 16, 2025 11:20 am

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપના ધારાસભ્ય ડૉ.મહેન્દ્ર પાડલીયાનું નિવેદન

February 16, 2025 11:17 am

રાજકોટ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય ડૉ.મહેન્દ્ર પાડલીયાનું નિવેદન સામે આવ્યું છે. ડૉ.મહેન્દ્ર પાડલીયાએ કહ્યું કે, ‘મારા વિસ્તારમાં ઉપલેટા ધોરાજી અને ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે. ઉપલેટામાં 5 બેઠક બિનહરીફ થઈ છે કેમ કે કોંગ્રેસના મિત્રો વિકાસ સાથે જોડાવા માંગે છે, લલિત વસોયા દ્વારા લગાવામાં આવેલ આક્ષેપ પાયા વિહોણા છે. જે લેટર ઉપલેટા નગરપાલિકાને લઈ વાઇરલ કરવામાં આવ્યો છે તેને લઈ તપાસ થશે અને પાર્ટીનું કોઈ હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું ગણિત શું કહે છે, જુઓ Video

February 16, 2025 11:17 am

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ધીમી ગતિએ મતદાન, આ રહ્યાં તેના આંકડા

February 16, 2025 11:00 am

જૂનાગઢ મનપામાં અત્યાર સુધીમાં 4.49 ટકા મતદાન 66 નગરપાલિકામાં સરેરાશ કુલ 6.62 ટકા મતદાન મોરબી નગરપાલિકામાં સરેરાશ 4.29 ટકા મતદાન બોટાદ નગરપાલિકામાં સરેરાશ 3.05 ટકા મતદાન ગાંધીનગર તાલુકા પંચાયતમાં સરેરાશ 8.60 ટકા મતદાન કપડવંજ તા.પં.માં 5.71 ટકા, કઠલાલમાં 6.78 ટકા મતદાન તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં 5.74 ટકા મતદાન જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં સરેરાશ 5.42 ટકા મતદાન ત્રણ મનપાની પેટાચૂંટણીમાં સરેરાશ 2.51 ટકા મતદાન નગરપાલિકાની પેટાચૂંટણીમાં 2.85 ટકા મતદાન

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ ઝાંઝરડા રોડ પરની યમનાવાડીમાં કર્યુ મતદાન

February 16, 2025 10:59 am

જૂનાગઢમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ કર્યું મતદાન

February 16, 2025 10:58 am

Gandhinagar તાલુકા પંચાયતની ચૂંટણીમાં 100 વર્ષના દાદી મતદાન કરવા માટે પહોંચ્યા

February 16, 2025 10:57 am

બોટાદ નપાની ચૂંટણીમાં વરરાજાએ કર્યુ મતદાન, કહ્યું ‘પહેલા મતદાન પછી લગ્ન’

February 16, 2025 10:56 am

ખેડાઃ ચકલાસીના વોર્ડ નંબર 7 માં EVMમાં અપક્ષોના બટનમાં આવી ખામી

February 16, 2025 10:24 am

ચકલાસી વોર્ડ નંબર સાતમા ઇવીએમમાં અપક્ષોના બટનમાં ખામી આવતા અપક્ષ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ નંબર સાતના અપક્ષના ઉમેદવારોનું આક્ષેપ એવીએમના બટનમાં ખામી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચકલાસીના રઘુપુરા વોર્ડ નંબર સાતમાં ઇવીએમમાં ખામીનો આક્ષેપ અપક્ષો દ્વારા કરવામાં આવ્યો છે. ઇવીએમની ચકાસણી કરતા અધિકારીઓએ ઇવીએમ કોઈપણ પ્રકારે કોટકાયું નથી તેઓ દાવો કર્યો છે. અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રી સેટડીગ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. ચકલાસી રાઘુપુરા વોર્ડ નંબર 7 ના બુથ નંબર એક પર એવીએમમાં આવી ખામી અપક્ષોના ચિન્હો વાળા બટન ઉપર ખામી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Valsad નગરપાલિકામાં વોર્ડ નંબર 2નો વીડિયો થયો વાયરલ

February 16, 2025 10:22 am

દીવો, અગરબતી, ફુલ અને નારીયેળ વધેરી બુથ ખુલ્લુ મુકવામાં આવ્યું

February 16, 2025 10:17 am

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ધાનપુરના પીપેરો ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે દ્વારા રાજ્યમંત્રીએ પુજા પાઠ કરી બુથને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. બુથ ઉપર દિવો,અગરબતી, ફુલ,તેમજ નારીયેળ વધેરી બુથ ખુલ્લુ મુકવામા આવ્યું હતું. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે દાહોદ જિલ્લાની 2 નગરપાલિકા, 1 જીલ્લા પંચાયત સીટ અને 7 તાલુકા પંચાયતની સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દેવગઢ બારીયાની પીપલોદ તાલુકાપંચાયતની સીટ પહેલાથી બિનહરીફ થઈ છે.

‘પહેલા નાગરિક ધર્મ બાદમાં લગ્ન પ્રસંગ’ લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા વરરાજા

February 16, 2025 10:10 am

ડાકોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં એક પ્રેરણાદાયી ઘટના બની છે. પોતાની જાન પ્રસ્થાન પહેલા વરરાજા મતદાન મથક પહોંચ્યા છે. યુવા વરરાજા ઉત્સવ પટેલે લગ્ન પહેલા મતદાન કરવાનું પસંદ કર્યું છે. ડાકોર નગરપાલિકાના વોર્ડ 7માં આ વરરાજએ મતદાન કર્યું છે. ડાકોર સંસ્થાન હાઈસ્કૂલમાં મતદાન છે. વરરાજાએ કહ્યું કે, ‘પહેલા નાગરિક ધર્મ બાદમાં લગ્ન પ્રસંગ’. આ સાથે મતદારોને પોતાની ફરજ બજાવી 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. આ દરમિયાન હરીફ ત્રણ ઉમેદવારોએ પણ વરરાજાને વધાવ્યો હતો. વરરાજા ચંદાસર ગામે જાન લઈ નીકળ્યા છે.

Sthanik Swaraj Election 2025 : 10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું થયું મતદાન

February 16, 2025 10:07 am

લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા ડૉકટર હાર્દિક જ્યાણી

February 16, 2025 10:05 am

અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાની ચૂંટણીઓમાં રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાઈનો લઈને મતદાન મથકે લાગી છે. અમરેલી, દામનગર અને સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં આજે આર્યુવેદ ડૉકટર હાર્દિક જ્યાણી લગ્નના ચાર ફેરા પહેલા પવિત્ર મતદાનની ફરજ અદા કરવા સાવરકુંડલા મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતાં. હાથમાં તલવાર લઈને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા અને લોકશાહી જીવંત રાખવા લગ્ન અગાઉ મતદાનની ફરજ નિભાવી હતી. દરેક મતદાતાઓને મતદાન કરવાની અપીલ ડૉ.હાર્દિક જ્યાંણીએ કરી હતી.

વલસાડમાં છેલ્લા બે કલાકમાં ધીમી ગતિએ થઈ રહ્યું છે મતદાન

February 16, 2025 10:01 am

વલસાડમાં પણ મતદાન થઈ રહ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે, અહીં છેલ્લા બે કલાકમાં ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. વલસાડમાં છેલ્લા બે કલાકમાં ધીમી ગતિનું મતદાન નોંધાયું છે. વલસાડ નગરપાલિકા 4.43 ટકા મતદાન થયું છે. પારડી નગરપાલિકા 6.41 ટકા મતદાન અને ધરમપુર નગરપાલિકા 7.25 ટકા મતદાન થયું છે. આ મતદાન છેલ્લા બે કલાકમાં નોંધાયુ છે.

ખેડાની મહેમદાબાદના મતદાન કેન્દ્રમાં ઓફિસર પીધેલી હાલતમાં, જુઓ Video

February 16, 2025 10:00 am

Dwarka: સલાયામાં જિન વિસ્તારમાં આવેલ 2 નંબરના બુથ માં EVM ખોટવાયું

February 16, 2025 9:57 am

Dwarka: અનેક જગ્યાએ EVM ખોટવાયા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે દ્વારકામાં સલાયાના જિન વિસ્તારમાં આવેલ 2 નંબરના બુથમાં EVM ખોટવાયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, 1 કલાક સુધી EVM મશીન બંધ થતા મતદારો અટવાયા. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જિન વિસ્તારમાં આવેલ આંગણવાડી સ્કૂલમાં EVM ખોટવાયું છે. EVM મશીન શરૂ કરવા અધિકારીઓ દ્વારા મથામણ શરૂ કરાઇ છે.

ચોરવાડ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત MLA વિમલ ચુડાસમાએ કર્યું મતદાન

February 16, 2025 9:54 am

જૂનાગઢ પર અત્યારે સમગ્ર ગુજરાતની નજર રહી છે. આજે ચૂંટણી દરમિયાન ચોરવાડ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત MLA વિમલ ચુડાસમાએ તેમની પત્ની જલ્પાબેન જોડે મતદાન કર્યું છે. નોંધનીય છે કે, વિમલ ચુડાસમા ચોરવાડ વોર્ડ 3 માંથી ઉમેદવાર છે. 6 વોર્ડની 24 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. અહીં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જામી છે. આ સાથે સાથે ચોરવાડ શહેર પ્રમુખ મંથન ડાભીએ પણ મતદાન કર્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિ પૂર્ણ રીતે ચાલુ

February 16, 2025 9:48 am

દ્વારકા જિલ્લાની દ્વારકા, સલાયા, ભાણવડ નગર પાલિકા અને બે તાલુકા પંચાયત બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. દ્વારકા તેમજ સલાયા નગરપાલિકાની 7 ની વોર્ડની 28 બેઠકો તેમજ ભાણવડ નગરપાલિકા 6 વોર્ડ ની 24 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. ખંભાળિયા તાલુકાની ભરાણા બેઠક અને કલ્યાણપુર તાલુકાની જુવાનપુર તાલુકા પંચાયતની બેઠક પર પણ મતદાન શરૂ છે. આ સાથે દ્વારકા નગર પાલિકાની કુલ 28 બેઠકોમાંથી 9 બેઠક પર ભાજપ બિનહરીફ છે, જ્યારે ભાણવડ નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 8 બેઠક ભાજપે બિનહરીફ જીતી છે. સલાયા નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 બેઠકો માટે 98 ઉમેદવારો મેદાને છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM સહિત પાર્ટીના 98 ઉમેદવારો મેદાને છે જેમાં 13 જેટલા બુથ સંવેદનશીલ છે.

Sthanik Swaraj Election 2025 : સ્વરાજના જનાદેશમાં કોને મળશે સિંહાસન? જુઓ મહાચર્ચા

February 16, 2025 9:43 am

મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં!

February 16, 2025 9:38 am

ખેડાઃ મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચુંટણીના મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ સમગ્ર ઘટના વોર્ડ પાંચના મતદાન મથક 3 ની હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં વીરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો પ્રિસાઇડીંગ ઓફિસર પીધેલી હાલતમાં જોવા મળ્યાં. પીધેલો પ્રિસાઇડીંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક છે. જો કે, ઘટનાની જાણ થતાની સાથે જ કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડીગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યાં. મળતી જાણકારી પ્રમાણે હાલ પીધેલા પ્રિસાઇડીંગ ઓફિસરને સોનાવાલા હાઈસ્કૂલમાં મહેમદાવાદ પાલિકા ચુંટણી અધિકારી પાસે મોકલવામાં આવ્યાં છે.

ચકલાસી નગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ મતદારોની ભારે ભીડ જામી

February 16, 2025 9:23 am

ચકલાસી નગરપાલિકા ચૂંટણીને લઈને એસ જે પટેલ હાઇસ્કુલ પ્રાથમિક શાળા તથા પરા વિસ્તારોમાં મતદાન માટે બુથ અને વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ચકલાસી નગરપાલિકા માટે ભાજપ અપક્ષ આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોની ભારે ભીડ પણ જામી છે.

સાણંદ નગરપાલિકા ચૂંટણીને લઈને મતદાનનું અપડેટ

February 16, 2025 9:21 am

સાણંદ નગરપાલિકા ચૂંટણીમાં આજે સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5 ટકા મતદાન થયું છે. વોર્ડ 3 સૌથી વધુ 8.24 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે ઓછું મતદાન વોર્ડ 5 માં 5.3 મતદાન થયું છે. આજે સવારે સવારે સાણંદ બાવળા વિધાનસભાના ધારાસભ્ય કનુ પટેલે મતદાન કર્યું હતું

વોર્ડ નંબર 2 માં ભાજપને વોટ આપતાનો હોવાનો વીડિયો વાયરલ

February 16, 2025 8:52 am

વલસાડ જિલ્લામાં આજે 3 નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વલસાડ નગર પાલિકામાં વોર્ડ નંબર 2 નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોર્ડ નંબર 2 માં ભાજપને વોટ આપતાનો હોવાનો વીડિયો વાયરલ થયાં છે. ભાજપની પેનલને વોટ આપતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. બુથના અંદર મોબાઈલ લઈ જઈ ભાજપને વોટ આપતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે, ગુજરાત ફર્સ્ટ ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

રાષ્ટ્રીય BJP કિસાન મોરચાના મહામંત્રીએ પરિવાર સાથે કર્યું મતદાન

February 16, 2025 8:51 am

બોટાદમાં પણ અત્યારે લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રીય ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલીયાએ પરિવાર સાથે મતદાન કર્યું છે. ગઢડા નગરપાલીકાની ચૂંટણી બાબુભાઈ જેબલીયાએ ગઢડા ખાતે બ્રાન્ચ શાળા - 2માં મતદાન કર્યું છે. રાષ્ટ્રીય ભાજપ કિસાન મોરચાના મહામંત્રીએ દરેક લોકોએ ફરજીયાત મતદાન કરવા માટે અપીલ પણ કરી છે.

Vadodara માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જામ્યો જંગ, બીજેપી કોંગ્રેસ વચ્ચે જામ્યો જંગ

February 16, 2025 8:48 am

ગાંધીનગર અને રાધમપુરમાં ચૂંટણીમાં EVM મશીન ખોરવાયા

February 16, 2025 8:44 am

ગુજરાતમાં અત્યારે લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં EVM બગડ્યાં હોવાનું સામે આવ્યું છે. મળતી જણાકારી પ્રમાણે મોકપોલ દરમિયાન બે EVM ખોટકાયા છે. જો કે, બન્ને EVMને બદલીને મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે પાટણ રાધનપુરમાં પણ EVM ખોરવાયું છે. EVM ખોરવાતા મતદારોની મોટી લાઈન લાગી હતી. વોર્ડ નંબર 7 માં વલ્લભ નગર મતદાન મથક પર EVM ખોરવાયું

Junagadh મહાનગરપાલિકામાં જનતા કોને સોંપશે સત્તા?

February 16, 2025 8:19 am

Rajkot ની ધોરાજી નગરપાલિકાની આજે ચૂંટણી, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

February 16, 2025 8:18 am

Kodinar નગરપાલિકામાં જામશે રસાકસીભર્યો જંગ

February 16, 2025 8:16 am

સાણંદ નગરપાલિકામાં વિકાસના કામોની જીત થશે, બાવળાના ધારાસભ્ય કનુ પટેલે કર્યું મતદાન

February 16, 2025 8:13 am

સાણંદમાં પણ ચૂંટણી યોજાઈ રહીં છે. આજે સવારે સાણંદ બાવળા વિધાનસભાના ધારાસભ્ય કનુ પટેલે મતદાન કર્યું છે. સાંણદની ન્યુએરા સ્કૂલમાં ધારાસભ્ય કનુ પટેલે મતદાન કર્યું. ભાજપના તમામ ઉમેદારોની જીત થશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. આ સાથે કનુ પટેલે કહ્યું કે, સાણંદ શહેર ભાજપની સરકારે ખૂબ કામો કર્યા છે. સાણંદ નગરપાલિકામાં વિકાસના કામોની જીત થશે.

ખેડામાં મતદાન મથક બહાર સૂચક બોર્ડના હોવાના કારણે મતદારોને મુશ્કેલી

February 16, 2025 7:51 am

ખેડામાં મતદાન મથક બહાર સૂચના બોર્ડ ના હોવાના કારણે મતદારો પરેશાન થયાં હોવાનું સામે આવ્યું છે. એક જ જગ્યાએ ત્રણ અલગ અલગ બિલ્ડીંગ આવેલા હોવાથી મતદારો મુશ્કેલીમાં છે. વોર્ડ નંબર 4,6,7 ના મતદાન મથકો બહાર સૂચક બોર્ડ ન માર્યું હોય મતદારોને મુશ્કેલી પડી રહીં છે. સ્થાનિક ઉમેદવાર દ્વારા તંત્રએ કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મતદાન બહાર સૂચક બોર્ડ ન હોય મતદારો ભટકાઈ રહ્યા છે. જેથી વહીવટી તંત્ર તાત્કાલિક આ વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું

February 16, 2025 7:46 am

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય નેતાઓનું ભવિષ્ય નક્કી થવાનું છે. આ ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે વોટિંગ શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, આમાં 19,84,730 પુરુષ મતદારો જ્યારે 19,01,410 સ્ત્રી મતદારો તથા 15 અન્ય વોટર્સ મતદાન કરવાના છે.આ ચૂંટણીના કૂલ મતદારોની વાત કરવામાં આવે તો, 38,86,285 મતદારો છે.

ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણીનો મહાજંગ

February 16, 2025 7:43 am

ભાવનગર જિલ્લાની ગારીયાધાર, સિહોર અને તળાજા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મહાજંગ થવાનો છે. ગારીયાધાર નગરપાલિકામાં ત્રિપાકિયો જંગ જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર થવાની છે, જેમાં 55 જેટલા ઉમેદવાર સામસામે ટકરાશે! આ સાથે તળાજા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર છે, જેમાં 7 વોર્ડમાં 28 બેઠક માટે 60 જેટલા ઉમેદવારોનો સીધો મુકાબલો થવાનો છે. સિહોર નગરપાલિકામાં ત્રિપાકિયો જંગ મળશે જોવા ભાજપ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના 56 જેટલા ઉમેદવારો આમને સામને ટકરાશે.

કચ્છઃ ચૂંટણીનું કવરેજ કરવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી રાપર

February 16, 2025 7:21 am

રાપર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કવરેજ કરવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ પહોંચી રાપર. અહીં રાપરના 7 વોર્ડની 27 બેઠકની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાપર નગરપાલિકાના મતદાન માટે બસો જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. રાપરમા મતદાન 26 બુથ પર થશે, જેમાંથી પાંચ સંવેદનશીલ બુથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે શાળા હાઇસ્કૂલના કુલ 14 મકાનોમા બુથ ગોઠવવામાં આવ્યાં છે. રાપર નગરપાલિકામાં કુલ 23,111 મતદારો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 150 જેટલા સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યાં છે. ભચાઉ બેઠક માટે 22 બેઠકો બિનહરીફ થઈ હતી, જેથી 6 બેઠક માટે મતદાન થવાનું છે. લાકડીયા, દરસડી, ભુજપુરમાં તાલુકા પંચાયત સીટ માટે મતદાન થવાનું છે.

મોકપોલ દરમિયાન 2 ઈવીએમ મશીન ખોટખાયા

February 16, 2025 7:21 am

તાપીમાં સોનગઢ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મોકપોલ દરમિયાન 2 ઈવીએમ મશીન ખોટખાયા હોવાની વિગતો સામે આવી છે. સોનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં બે મશીન ખોટકાતા બદલવામાં આવ્યા છે.

વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહેશે

February 16, 2025 7:12 am

જૂનાગઢની વિસાવદર, વંથલી પાલિકામાં આરપારની લડાઈ થવાની છે, વંથલીમાં 6 વૉર્ડની 24 બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ રહીં છે. વિસાવદરમાં પણ 6 વૉર્ડની 24 બેઠકો માટે આજે ચૂંટણીમાં લોકો મતદાન કરવાના છે. આ સાથે વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર પણ રહેવાની છે. વંથલી અને વિસાવદરની ચૂંટણી માટે રસપ્રદ લડાઈ છે, કારણ કે બન્ને પક્ષો દ્વારા જીતના દાવાઓ કરવામાં આવ્યાં છે.

This Live Blog has Ended
Advertisement

.

×