Devayat Khavad એ Brijraj Gadhvi ને કહ્યું- જે મુઠ્ઠી બાંધેલી છે તેને ઉઘાડી ના કરો! જુઓ આ વીડિયો
- દેવાયત ખવડે ફરી એક વીડિયા વાયરલ કરી આપ્યો જવાબ
- બે દિગ્ગજ લોકસાહિત્યકારો વચ્ચે ચાલી રહ્યું છે વાક્ યુદ્ધ
- આ આખો વિવાદ શું હતો તે મામલે દેવાયત ખવડે કર્યો ખુલાસો
Brijraj Gadhvi And Devayat Khavad Controversy: દેવાયત ખવડ અને બ્રિજરાજ ગઢવી વચ્ચે અત્યારે વાક્ યુદ્ધ ચાલી રહ્યું છે. આ વિવાદ દિવસેને દિવસે વધતો જાય છે. અત્યારે ફરી એકવાર દેવાયત ખવડે વીડિયો વાયરલ કરીને બ્રિજરાજને જવાબ આપ્યો છે. આખરે હકીકત શું હતી? કોણે કોની માંફી માંગી હતી? અને આ આખો વિવાદ શું હતો તે મામલે દેવાયત ખવડે ફરી એકવાર ખુલીને વાત કરી છે. તો ચાલો જાણીએ આ અહેવાલમાં કે દેવાયત ખવડ શું બોલ્યાં છે?
મારો એડ્રેસ બધાને ખબર જ છેઃ દેવાયત ખવડ
દેવાયત ખવડે કહ્યું કે,‘ હમણાં ચાલી રહેલા વિવાદનો એક વીડિયો ફરી મારી પાસે આવ્યો છે. આ વીડિયો સાંભળી મને લાગ્યું કે મારે જવાબ દેવો ખુબ જ જરૂરી છે. લોકો સુધી અને સારા માણસ સુધી સારો મેસેજ પહોચે તે માટે! એ વીડિયોમાં તે(બ્રિજરાજ ગઢવી) બોલે છે પહેલો પોઇન્ટ કે, એડ્રેસ છુપાવું પડે છે! તો માટે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ! મારા તો દરેક કાર્યક્રમની અપડેટ હોય છે કે, મારો કાર્યક્રમ ક્યા છે!’ આટલું બોલતા દેવાયતે પોતાની ઓફિસનો એડ્રેસ પણ આપ્યો છે.
આ પણ વાંચો: Gujarat: ‘પીઠ પાછળ કો'ક બોલે તેમાં મજા નથી આવતી, તકલીફ હોય તો સામે આવને...’ દેવાયત ખવડે આવું કેમ કહ્યું?
સમાધાન વાળી બાબતે દેવાયત ખવડે શું કહ્યું?
વધુમાં દેવાયત ખવડ બોલ્યા કે, (બ્રિજરાજ ગઢવી) કહે છે કે, 200 લોકોને સાથે લઈને ફરે છે! એક ગાડીમાં ચારનું કે પાંચનું સિટિંગ હોય તો 200 લોકોમાં કેટલી ગાડીઓ હારે જોઈએ? જેને જેને ત્યાં મે ડાયરા કર્યાં છે તેમને જઈને પૂછો કે હું કેટલી ગાડીઓ લઉને આવું છું! આ બધી વાતોના મારે પુરાવા આપવાની જરૂર નથી! કેમ કે આ બધી ઉપજાવેલી વાતો છે.’ સમાધાન વાળી બાબતે પણ દેવાયતે ખુલાસો કર્યો છે. 50 લોકોને સમાધાન માટે દોડાવ્યા તેવી વાત વાયરલ થઈ હતી તે બાબતે પણ દેવાયત ખવડે વીડિયોમાં વાત કરી છે.
આ પણ વાંચો: Brijraj Gadhvi એ Devayat Khawad ને કહ્યું- મન પડે ત્યારે આવી જજે, તારી જેમ છુપાઇને નથી રહેતા..!
મારો કિંમતી સમય સાહિત્ય માટે છે ફાલતુ વાતો માટે નહીંઃ દેવાયત ખવડ
દેવાયત ખવડે કહ્યું કે, ‘હું સમાદાન માટે દાડાવું? તું(બ્રિજરાજ ગઢવી) એવડી મોટી કઈ તોપ નથી કે હું સમાધાન કરાવવા માટે 50 લોકોને દોડાવું! ઓથેન્ટિગ પુરાવા આપો’. એટલું જ નહીં પરંતુ સમાધાન માટે કોના કોના ફોન આવ્યાં હતા તે બાબતે પણ વીડિયોમાં દેવાયત ખવડે ખુલાસો કર્યો છે. દેવાયતે એવું પણ કહ્યું કે, મારો કિંમતી સમય સાહિત્ય માટે છે, આ ફાતલું વાતો માટે મારે બોલવાનું નથી હોતું પરંચુ આ તો સત્ય માટે અને લોકોને સત્ય બતાવવા માટે જવાબ આપવો પડે છે.
આ પણ વાંચો: Gujarat: કલાકારોના ઝઘડા બાદ હવે હકાભાની એન્ટ્રી, બંને કલાકારોની ઝાટકણી કાઢી
સમાધાન થયા પછી આ વસ્તુ જે બની તે ખોટી છેઃ દેવાયત ખવડ
દેવાયત ખવડે વધુમાં કહ્યું કે, ‘સમાધાન પછી મેં એક પણ જગ્યાએ કોઈ ચાળા કર્યાં હોય તો એક પણ ઓડિયો કે વીડિયો બતાવી દ્યો! તો હું માનું કે તમે સાચા છો. દૂધનું દૂધ અને પાણીનું પાણીએ સંભળનારા અઢારેય આલમના લોકોએ આપી દીધો છે. મને એટલું યાદ આવે કે, સોનબાઈમાના સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની તે ખોટી છે. હવે જે કરવું હોય તે વેલકમ છે!’
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


