Lothal : દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની કાર્યપ્રગતિ
- Lothal-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી
- કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને શ્રી મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું.
- વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની ગુજરાતની પ્રાચીન ભવ્ય સામુદ્રિક વિરાસત ને આધુનિક યુગના આયામો સાથે જોડીને વિરાસત ભી વિકાસ ભી સાકાર કરવાની નેમ પાર પડશે
- "મારિટાઇમ હેરિટેજ માટે લોથલ બનશે વૈશ્વિક કેન્દ્ર": સરબાનંદ સોનોવાલ
- કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ, ડૉ. મન્સુખ મંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલમાં NMHC પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી
- મંત્રીઓએ INS નિશાંક, લોથલ જેટ્ટી વોકવે અને મ્યુઝિયમ બ્લોકની મુલાકાત લીધી
- સાગરમાળા કાર્યક્રમ હેઠળ NMHCનું નિર્માણ કાર્ય, ભારતના દરિયાઇ વારસાને ઉજાગર કરશે
Lothal- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય શ્રમ અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન મહત્વકાંક્ષી પ્રોજેકટ 'નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ' (NMHC)ની સ્થળ મુલાકાત લઈને હાથ ધરવામાં આવી રહેલા કામોની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વિશાળ નેશનલ મેરી ટાઈમ હેરિટેજ મ્યુઝીયમ નું નિર્માણ થઇ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા લોથલ મ્યુઝિયમમાં વિશ્વનું સૌથી ઊંચું 'લાઈટ હાઉસ' મ્યુઝિયમ, વિશ્વની સૌથી મોટી 'ઓપન એકવેટિક ગેલેરી' અને ભારતનું સૌથી ભવ્ય નેવલ મ્યુઝિયમ અહીંનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
લોથલની ઐતિહાસિક મહત્વતા
લોથલ, પ્રાચીન સિંધુ નદી સંસ્કૃતિનું એક મુખ્ય શહેર, તેની ઐતિહાસિક Dockyard, વ્યાપાર માટે પ્રખ્યાત છે. ખોદકામમાં મળેલા Artifacts, જેમ કે સીલ્સ, સાધનો અને મિટ્ટીના વાસણો, લોથલના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આર્થિક ઇતિહાસની ગવાહ આપે છે.
મુખ્ય સ્થળોની મુલાકાત અને સમીક્ષા
મંત્રીઓએ પ્રોજેક્ટના મુખ્ય સ્થળોની મુલાકાત લીધી, જેમાં INS નિશાંક, લોથલ જેટ્ટી વોકવે અને મ્યુઝિયમ બ્લોકનો સમાવેશ થાય છે. મંત્રીઓએ કામદારો સાથે ચર્ચા કરીને પ્રગતિની માહિતી લીધી. શ્રી સોનોવાલે પ્રોજેક્ટની ઉન્નતિથી સંતોષ વ્યક્ત કર્યો અને તે સમયસર પૂર્ણ થવાના માર્ગ પર છે એમ કહ્યું.
સ્થાનિક સમુદાયના સહકાર પર ભાર
શ્રી સોનોવાલે કહ્યું, "આ પ્રોજેક્ટ પ્રવાસનને વેગ આપશે, દરિયાઇ શિક્ષણ માટે એક મંચ પૂરો પાડશે અને સ્થાનિક યુવાનને નોકરીઓ અને કુશળતા વિકાસ માટે નવી તકો આપશે."
મંત્રાલયની પ્રતિબદ્ધતા
NMHC પ્રોજેક્ટનો ફેઝ 1A 65% પૂર્ણ થઈ ગયો છે અને તે સમયસર પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ ભારતના દરિયાઇ વારસાને ઉજાગર કરવાનું મુખ્ય માધ્યમ બનશે. NMHC વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષવા અને ભારતના ઐતિહાસિક મહત્વ વધારવાના લક્ષ્ય સાથે રચાયેલ છે.
ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસત ને આધુનિક યુગ ના આયામો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝીયમ ‘વિરાસત ભી વિકાસ ભી ‘ના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના ધ્યેયને સાકાર કરશે.
NMHCનો તબ્બકો 1A હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે.
આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ સમીક્ષા મુલાકાતમાં શ્રી ટી.કે. રામચંદ્રન, કેન્દ્રીય સચિવ,; શ્રી સુશીલકુમાર સિંહ, ચેરમેન-ડીપીએ, અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા.
આ પણ વાંચો- VADODARA : એક પછી એક ચાર વાહન ભટકાયા, લારીઓનું દબાણ જવાબદાર


