MAHESANA : બહુચરાજી-હારીજ તરફનું રેલવે નાળુ બન્યું માથાનો દુખાવો
અહેવાલ - મુકેશ જોષી, મહેસાણા શક્તિપીઠ બહુચરાજીથી હારીજ જતા રોડ પર રેલવે બ્રોડગેજના નવીનીકરણમાં આ રોડ પર અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ નવીનીકરણમાં પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કોન્ટ્રાકટર દ્વારા નહીં કરતા ચોમાસામાં આ નાળુ છલોછલ ભરાઈ રહે...
Advertisement
અહેવાલ - મુકેશ જોષી, મહેસાણા
શક્તિપીઠ બહુચરાજીથી હારીજ જતા રોડ પર રેલવે બ્રોડગેજના નવીનીકરણમાં આ રોડ પર અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ નવીનીકરણમાં પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કોન્ટ્રાકટર દ્વારા નહીં કરતા ચોમાસામાં આ નાળુ છલોછલ ભરાઈ રહે છે, અને વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ જાય છે.
પરંતુ ચોમાસુ વિતવાને બે મહિના ઉપર સમય પસાર થયો, છતાં હજુ આ નાળામાંથી પાણીનો કોઈ નિકાલ થયો નથી અને નાળામાં બે ફૂટ થી વધુ ઊંડા ખાડા પણ પડી ગયા છે. જેને લઈ નાળામાંથી પસાર થતા વાહનો પટકાવાથી બંધ પડવા સહિત અકસ્માત થઈ રહ્યા છે. નાળાની આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકો બાજુમાં રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબુર બન્યા છે.
આ જગ્યા એ ફાટક નહીં હોવાથી ટ્રેન આવી જાય તો મોટા અકસ્માત થવાની પણ સંભાવના નકારી શકાય નહીં. આ રોડ પરથી પસાર થતા 20 થી વધુ ગામોના લોકો માટે આ રસ્તો માથાના દુઃખાવા સમાન બન્યો છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તેવી લોકો માંગ પણ કરી રહ્યા છે.


