Mahisagar : ધોધમાં તણાતા મૂળ રાજસ્થાનનાં 2 યુવકના મોત, ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ તેજ
- મહીસાગરનાં ખાનપુર પાસે ધોધમાં તણાતા 2 યુવાનોના મોત (Mahisagar)
- વાવકુવા ગામ પાસે આવેલા અડદરી માતાનાં ધોધ પાસે ઘટના
- ખાનપુર પોલીસ તેમ જ લુણાવાડા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
- મૂળ રાજસ્થાનનાં યુવકનું બાઈક ધોધ પાસેથી મળી આવ્યું
Mahisagar : મહીસાગર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. ખાનપુર પાસે આવેલા ધોધમાં તણાતા 2 યુવકનાં મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં ખાનપુર પોલીસ (Khanpur Police) અને લુણાવાડા ફાયર વિભાગની (Lunawada Fire Department) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોની શોધખોળ આદરી હતી. મૂળ રાજસ્થાનનાં યુવકોની બાઇક ધોધ પાસેથી મળી આવ્યું છે. ફાયર વિભાગની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન બંને યુવકોનાં મૃતદેહ પણ મળી આવ્યા છે. આ મામલે પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી, અધિકારીઓ સાથે કરી મહત્વની બેઠક
વાવકુવા ગામ પાસેનાં અડદરી માતાનાં ધોધમાં તણાતા બે યુવકના મોત
પ્રાથમિક માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના (Mahisagar) ખાનપુર તાલુકાનાં વાવકુવા ગામ પાસે અડદરી માતાનો ધોધ (Addari Mata waterfall) આવેલો છે. અહીં, ધોધમાં તણાઈ જતા બે યુવાનના મોત નીપજ્યા છે. આ ઘટના અંગે જાણ થતાં ખાનપુર પોલીસ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકોનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, ધોધ પાસેથી યુવકોનું બાઇક મળી આવ્યું છે. બાઇક પર રાજસ્થાનની (Rajasthan) નંબર પ્લેટ હોવાથી બંને યુવક રાજસ્થાનથી આવ્યા હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો - Surat : ઓલપાડના કીમ ગામે મુસાફરોથી ભરેલ રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકતાં અફરાતફરી મચી ગઈ
મહીસાગરના ખાનપુર પાસે ધોધમાં તણાતા 2 યુવાનોના મોત
વાવકુવા ગામ પાસે આવેલા અડદરી માતાના ધોધ પાસે ઘટના
ખાનપુર પોલીસ તેમજ લુણાવાડા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
મૂળ રાજસ્થાનના યુવકનું બાઈક ધોધ પાસેથી મળી આવ્યું
ફાયર વિભાગને બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા#Mahisagar #WaterfallAccident… pic.twitter.com/oEfWT74b2J— Gujarat First (@GujaratFirst) July 26, 2025
મૂળ રાજસ્થાનનાં બંને યુવકના મૃતદેહ મળ્યા, તપાસ તેજ
કલાકોનાં સર્ચ ઓપરેશન બાદ ફાયર વિભાગની ટીમે ધોધ પાસેથી બંને યુવકના મૃતદેહ શોધી કાઢ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, બંને યુવક મૂળ રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવક ધોધમાં કેવી રીતે તણાયા ? યુવકો ત્યાં કેવી રીતે પહોંચ્યા ? સહિતનાં પ્રશ્નોનો જવાબ મેળવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો - Gandhinagar : GAS કેડરના વર્ગ-1ના 59 અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો


