Mahisagar : તાત્રોલીનાં હાઈડ્રો પ્રોજેક્ટમાં મહી નદીનાં પાણી ઘૂસતા 5 ડૂબ્યા હોવાની આશંકા
- Mahisagar નાં તાત્રોલીનાં હાઈડ્રો પ્રોજેક્ટમાં પાણી જ પાણી
- મહી નદીનાં પાણી ઘૂસતા પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા
- 108, સ્થાનિક અને પ્રોજેક્ટકર્મીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ
- ફાયર ટીમ, પોલીસ, NDRF સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
Mahisagar : તાત્રોલીનાં હાઈડ્રો પ્રોજેક્ટમાં (Hydro Project) મહી નદીનાં પાણી ઘૂસી જતા 5 લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. કડાણા ડેમમાંથી (Kadana Dam) 1 લાખ 19 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા તાત્રોલી પાસે આવેલ હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી ફરી વળ્યા છે. હાઇડ્રો પાવરમાં એકાએક મહી નદીનું પાણી ઘૂસી આવતા પાંચ યુવક ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 108, સ્થાનિક અને પ્રોજેક્ટકર્મીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે.
આ પણ વાંચો - Delhi : વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન, 20 દેશનાં 300 ડેલિગેટ્સ હાજર
Mahisagar નાં કડાણા ડેમમાંથી 1 લાખ 19 હજાર ક્યુસેક પાણી છોડાયું
પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના (Mahisagar) તાત્રોલી પાસે આવેલ હાઈડ્રો પ્રોજેક્ટમાં અચાનક મહી નદીનું (Mahi River) પાણી ઘૂસી જતા ઠેર ઠેર પાણી જ પાણી ભરાયા હતા. કડાણા ડેમમાંથી 1 લાખ 19 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા તાત્રોલી પાસે હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી ફરી વળ્યા છે. હાઇડ્રો પાવરમાં મહી નદીનું પાણી ઘૂસતા પાંચ યુવકો ડૂબ્યા હોવાની આશંકા છે. ઘટનાને પગલે લુણાવાડા નગરપાલિકા ફાયર ટીમ, પોલીસ, NDRF સહિતનો કાફલો બનાવ સ્થળે પહોંચી આવ્યો છે.
આ પણ વાંચો - વડોદરાની MS યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી કૌભાંડ : કોંગ્રેસના Manish Doshi નું નિવેદન, "ખોટી પદવી સાથે કેટલા કુલપતિ?"
હાઈડ્રો પ્રોજેક્ટમાં પાણી ફરી વળ્યું, 5 યુવકો ડૂબ્યા હોવાની આશંકા
માહિતી અનુસાર, 108, સ્થાનિક અને પ્રોજેક્ટકર્મીઓ દ્વારા પણ બચાવ કામગીરીમાં મદદ કરવામાં આવી રહી છે. પાવર હાઉસ ખાતે બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, હજું સુધી એક પણ યુવકની ભાળ મળી નથી. પરંતુ, સર્ચ ઓપરેશન હાલ પણ ચાલુ છે. કડાણા ડેમમાંથી છોડાયેલ પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
પાવર પ્લાન્ટ મોરબી બ્રિજ દુર્ઘટનાનાં આરોપી જયસુખ પટેલનો હોવાની ચર્ચા!
માહિતી અનુસાર, આ હાઈડ્રો પાવર પ્લાન્ટ મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાનાં મુખ્ય આરોપી જયસુખ પટેલનો હોવાનું સામે આવ્યું છે. અજંતા પાવર પ્રોજેક્ટ નામે આ હાઈડ્રો પાવર પ્લાન્ટ છે. અજંતા પાવર પ્રોજેક્ટનાં માલિકની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. પાવર પ્રોજેક્ટમાં મશીન રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી, ત્યારે એકાએક પાણી ભરાઈ જતાં શૈલેષ માછી, ભરત પાદરીયા, અરવિંદ ડામોર અને નરેશ વાયરમેન લાપતા થયા છે. મહીસાગર SP સફીન હસને જણાવ્યું કે, ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી ચાલુ છે. ઘટનાની જાણકારી મેળવવાનો પ્રયાસ ચાલુ છે. SDRF ની ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો - અમદાવાદમાં પૂર્વ સૈનિકોની સૈનિક સ્વાભિમાન યાત્રા : 12 મુદ્દાઓ સાથે 5 સપ્ટેમ્બરથી શરૂ, 70,000 સૈનિકો જોડાશે!


