Mahisagar : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! અચાનક ફાટ્યો પેન્સિલ સેલ અને પછી..!
- Mahisagar માં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
- શાળામાંથી અપાયેલી એજ્યુકેશન કીટમાં બ્લાસ્ટ થયો
- પેન્સિલ સેલ ફાટતાં બાળકને આંખનાં ભાગે ગંભીર ઈજા
- ધોરણ-2 નો બાળક દ્રષ્ટિ ગુમાવે તેવી સ્થિતિ સર્જાઈ!
મહીસાગરમાંથી (Mahisagar) માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શાળામાંથી અપાયેલી એજ્યુકેશન કીટમાંથી અચાનક બ્લાસ્ટ (Blast in Education Kit) થતાં બાળકને આંખનાં ભાગે ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. લાલસરની ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલમાં આ ગોઝારી ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો, ગઈકાલે મહેસાણામાંથી થઈ હતી ધરપકડ
મહીસાગરમાં શાળામાંથી અપાયેલી એજ્યુકેશન કીટમાં થયો બ્લાસ્ટ
પેન્સિલ સેલ ફાટતાં બાળકને આંખના ભાગે ગંભીર ઈજા
ધોરણ-2નો બાળક દ્રષ્ટિ ગુમાવે તેવી સર્જાઈ સ્થિતિ@kuberdindor @prafulpbjp #blast #Mahisagar #Educationkit #school #eyeinjury #PencilCell #Gujaratfirst #Breakingnews pic.twitter.com/vmYzJ54yvd— Gujarat First (@GujaratFirst) December 28, 2024
સ્પાર્કલ બોક્સ રોબોટિક્સ કીટમાં થયો બ્લાસ્ટ
પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગરમાં (Mahisagar) લુણાવાડા તાલુકાનાં લાલસર ખાતે આવેલી ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનાં (Gayatri International School) વિદ્યાર્થીને પ્રોજેક્ટ માટે સ્પાર્કલ બોક્સ રોબોટિક્સ કીટ આપવામાં આવી હતી. જો કે, આ કીટમાં આવેલ પેન્સિલ સેલ અચાનક ફાટતાં ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકને આંખનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે અમદાવાદ (Ahmedabad) લાવવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, હવે બાળકને લુણાવાડા દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad Police નો જાદુ : આરોપીઓએ 8 ગુના કબૂલ્યાં, માત્ર એક FIR ચોપડે મળી
ધોરણ-2 નો બાળક દ્રષ્ટિ ગુમાવે તેવી સર્જાઈ સ્થિતિ
ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકને પ્રોજેક્ટ માટે આવી સામગ્રી કેમ આપવામાં આવી તેને લઈને સવાલો ઉઠ્યા છે. સાથે જ વાલીઓમાં સ્કૂલની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. પેન્સિલ સેલમાં બ્લાસ્ટનાં કારણે નાની ઉંમરનાં બાળકને આંખે ઇજા પહોંચતા દ્રષ્ટિ ગુમાવે તેવી સ્થિતિ સર્જાતા વાલીઓમાં બાળકોની સુરક્ષાને લઈ ચિંતા સેવાઈ છે. આ મામલે હવે શિક્ષણ વિભાગ અને શાળા તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તેનાં પણ સૌની નજર છે.
આ પણ વાંચો - Gandhinagar: કમલમ ખાતે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક


