Mahisagar:બાલાસિનોર નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ લોકોનો મત
- બાલાસિનોર નગર પાલિકામાં કુલ 7 વોર્ડ
- વોર્ડ 3 અને 4 માં ભાજપ બિનહરીફ વિજેતા
- માત્ર બાકીના 5 વોર્ડમાં ચૂંટણી યોજાશે
Mahisagar: મહીસાગર (Mahisagar) જિલ્લાની બાલાસિનોર નગર પાલિકામાં (Balasinor Municipal)કુલ 7 વોર્ડમાં 28 બેઠક પર ચૂંટણી યોજાવાની હતી પરંતુ ભાજપ દ્વારા વોર્ડ 3 અને 4 માં ભાજપની પેનલ બિનહરીફ વિજેતા થતા માત્ર બાકીના 5 વોર્ડમાં ચૂંટણી યોજાશે. જેમાં છેલ્લા વર્ષોમાં નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ સાથની વાતચીતમાં નાગરિકોએ પોતાની વ્યથા કરી છે ચાલો જાણીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ લોકોનો મત
બાકીના 5 વોર્ડમાં ચૂંટણી યોજાશે
મહીસાગર જિલ્લાની બાલાસિનોર નગર પાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 બેઠક પર ચૂંટણી યોજાવાની હતી પરંતુ ભાજપ દ્વારા વોર્ડ 3 અને 4 માં ભાજપની પેનલ બિનહરીફ વિજેતા થતા માત્ર બાકીના 5 વોર્ડમાં ચૂંટણી યોજાશે.કુલ 47 જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડશે ત્યારે આ વખતે બાલાસિનોર નગર પાલિકામાં લાસ્ટ ટર્મમાં ભાજપનું શાશન હતું ત્યારે છેલ્લા વર્ષોમાં નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ લાગી રહ્યું છે ગુજરાત ફર્સ્ટ સાથની વાતચીતમાં નાગરિકોએ પોતાની વ્યથા કરી છે નાગરિકો પાસેથી જે રીતે નગરપાલિકા લોકો પાસેથી વેરો ઉઘરાવે છે તેની સામે સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી છે
આ પણ વાંચો -ChhotaUdepur નગરપાલિકાની ચૂંટણીમાં 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જીત વિશે શું કહે છે નેતાઓ?
ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા
નાગરિકો આજે પણ ગટર , ડ્રેનેજ ,રસ્તા અને પીવાના પાણી ની સમસ્યાથી પીડાઈ રહ્યા છે શહેરના મોટા ભાગના વિસ્તારમાં રસ્તાઓ ખખડધજ હાલતમાં છે ..ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે પાલિકા સ્વરછતા મુદ્દે પણ કોઈ ધ્યાન આપતું નથી પાલિકામાં માત્ર ભ્રષ્ટાચાર જ છે.પીવાનું પાણી પણ પાલિકા પૂરતા પ્રમાણમાં આપતું નથી અને લોકોને વેચાતું લાવવું પડે છે ..શહેરમાં સ્ટ્રીટ લાઈટ પણ માત્ર મુખ્ય રસ્તાઓ છે બાકી સોસાયટી અથવા નગરપાલીકાના છેવાડા સુધી આ સુવિધા પહોંચી નથી હાલ તો બાલાસિનોરના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને જનતાનો મિજાજ આ વખતે અલગ અંદાજમાં જોવા મળ્યો હતો


