Ahmedabad માં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશનનો કાર્યક્રમ યોજાયો, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં મેડિકલ શિક્ષણની તક
- સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ગુણવત્તાસભર મેડિકલ શિક્ષણની તક
- વિદ્યાર્થીઓને શિક્ષણ લોન સહાય (Education Loan Sahay) મળશે
- આ પ્રસંગે ૩૫૦થી વધુ MBBS વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાઓએ હાજરી આપી
Making Doctors Organization program: મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા સરદાર પટેલ નેશનલ મેમોરિયલ, અમદાવાદ ખાતે 9મું પ્રી-ડિપાર્ચર વિદ્યાર્થીઓ અને તેમના અભિવાવકો માટેનું વિશિષ્ટ મેળાવડો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૩૫૦થી વધુ MBBS વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાઓએ હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદેશમાં MBBS અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને અને તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને મોરલ સપોર્ટ આપવાનો હતો.
વિદ્યાર્થીઓને શિક્ષણ લોન સહાય (Education Loan Sahay)
ડૉ. ઉમંગ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસ દરમિયાન કરવાની તૈયારી, જરૂરી દસ્તાવેજો અને સુરક્ષિત મુસાફરી માટેની મહત્વની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યા અતિથિ તરીકે યંગેસ્ટ ધારાસભ્ય અને વિદ્યાર્થી નેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે શાસનદીઠ શિક્ષણ લોન સહાય (Education Loan Sahay) માટે તેઓ વ્યક્તિગત રીતે મદદરૂપ રહેશે. સાથે સાથે તેમણે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશનના પ્રયાસોની ખૂબ સરાહના કરતા કહ્યું કે આ સંસ્થા ઈડબલ્યુએસ (EWS) વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં MBBS કરાવવા માટે જે પ્રયાસો કરી રહી છે તે પ્રશંસનીય છે.
સંપૂર્ણ ડોક્ટર બન્યા ત્યાં સુધી સહાય અને માર્ગદર્શન પૂરું પાડશે
મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશનની સમગ્ર ટીમે ખાતરી આપી કે તેઓ દરેક વિદ્યાર્થી સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહેશે અને તેઓ સંપૂર્ણ ડોક્ટર બન્યા ત્યાં સુધી સહાય અને માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમ દ્વારા મેકિંગ ડોક્ટર ઓર્ગેનિસેશને એકવાર ફરી પુરવાર કર્યું છે કે તે આપણા દેશના સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ગુણવત્તાસભર મેડિકલ શિક્ષણની તક ઉપલબ્ધ કરાવવામાં આગળ છે.
આ પણ વાંચો: Gujarat Rain: વરસાદી સિસ્ટમ સર્જાતા એલર્ટ, આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી