Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Arjun Modhwadia : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો અનોખો અંદાજ, Video વાઇરલ

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) પણ નવરાત્રિ પર્વની અનોખી રીતે ઉજવણી કરી.
arjun modhwadia   ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો અનોખો અંદાજ  video વાઇરલ
Advertisement
  1. ધારાસભ્ય Arjun Modhwadia નો નવરાત્રિમાં અનોખો અંદાજ
  2. ગરબા દરમિયાન હાથમાં દાડિયા લઈ રમતા જોવા મળ્યા
  3. મત વિસ્તારમાં મણિયારો રાસ રમતા જોવા મળ્યા ધારાસભ્ય
  4. સ્નેહીજનો સાથે મણિયારો રાસ રમતા કેમેરામાં કેદ થયા

Porbandar : ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રિ પર્વની (Navratri 2025) ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમીને માતાજીની આરાધના કરે છે. ત્યારે નેતાઓ પણ માતાજીની ઉપાસના કરવા મંદિરે જઈ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) પણ નવરાત્રિ પર્વની અનોખી રીતે ઉજવણી કરી. ગરબા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અર્જુન મોઢવાડિયા હાથમાં દાંડિયા લઈ મણિયારો રાસ-ગરબે રમતા જોવા મળ્યા હતા. ગરબે રમતા ધારાસભ્યનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ પણ વાંચો - Gujarat Politics : મોરબી બાદ હવે રાજકોટમાં 'ચેલેન્જ' ની રાજનીતિ!

Advertisement

Arjun Modhwadia મણિયારો રાસ રમતા કેમેરામાં કેદ થયા

નવરાત્રિ પર્વ દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો (Arjun Modhwadia) અનોખો અંદાજ જોવા મળ્યો છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના મત વિસ્તારમાં નવરાત્રિ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. દરમિયાન, ધારાસભ્ય હાથમાં દાંડિયા લઈ ગરબે રમ્યા હતા. માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે નટવર અને ખંભોદર ગામે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના સ્નેહીજનો સાથે મણિયારો રાસ રમતા કેમેરામાં કેદ થયા હતા. મણિયારો રાસ (Maniyaro Raas) રમતા ધારાસભ્યનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે અને લોકો ધારાસભ્યના આ અંદાજને ઘણો પસંદ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - દુબઈથી સીધી Ahmedabad પહોંચશે Team India, એરપોર્ટ પર થશે શાનદાર સ્વાગત

નવરાત્રિ પર્વમાં મણિયારો રાસનું વિશેષ મહત્ત્વ

જણાવી દઈએ કે, જાણીતો મણિયારો રાસ, એ મહેર સમાજનો એક પરંપરાગત અને ઉત્સાહભર્યા નૃત્યનો પ્રકાર છે. મહેર મણિયારો રાસ સમાન્ય દિવસોમાં રમાય છે, પરંતુ નવરાત્રિમાં લોકો ખાસ મણિયારો રાસ (Maniyaro Raas) રમીને માતાજીની આરાધના અને ભક્તિ કરે છે. ખાસ કરીને હોળી, સાતમ-આઠમ, નવરાત્રિ અને અન્ય ધાર્મિક-સામાજિક પ્રસંગોએ પોરબંદરનાં બરડા અને ઘેડ પંથકમાં આ મણિયારો રાસ રજૂ કરવામાં આવે છે.

આ પણ વાંચો - Vadodara : ખરાબ રસ્તાની સમસ્યા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા ફટાકડા ફોડીને પૂજા કરી

Tags :
Advertisement

.

×