Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સગ્ગા મામાએ ટુ-વ્હીલર શીખવવાના બહાને સગીર ભાણી સાથે આચર્યુ દુષ્કર્મ, ગર્ભ રહેતા ફૂટ્યો ભાંડો

ભરૂચ જિલ્લામાં એક જ અઠવાડિયામાં બળાત્કારની બીજી ફરિયાદ નોંધાઇ છે, જેમાં સગા મામાએ જ મોપેડ ગાડી શીખવવાના બહાને સગીરાને એકાંતવાળા સ્થળે લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ . દુષ્કર્મ આંચળતા ગર્ભ રહી જતા પીડીતાની માતાએ નરાધમ સગા ભાઈ સામે બળાત્કાર...
સગ્ગા મામાએ ટુ વ્હીલર શીખવવાના બહાને સગીર ભાણી સાથે આચર્યુ દુષ્કર્મ  ગર્ભ રહેતા ફૂટ્યો ભાંડો
Advertisement

ભરૂચ જિલ્લામાં એક જ અઠવાડિયામાં બળાત્કારની બીજી ફરિયાદ નોંધાઇ છે, જેમાં સગા મામાએ જ મોપેડ ગાડી શીખવવાના બહાને સગીરાને એકાંતવાળા સ્થળે લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ . દુષ્કર્મ આંચળતા ગર્ભ રહી જતા પીડીતાની માતાએ નરાધમ સગા ભાઈ સામે બળાત્કાર અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરાવતા ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે

મોપેડ શીખવવાની લાલચ આપી એકાંતવાળા સ્થળે લઇ જતો 

Advertisement

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીના એક વિસ્તારમાં સગીરાને મોપેડ શીખવવાની લાલચ આપી નરાધમ સગા મામાએ જ પોતાની જ ભાણકી ઉપર બળાત્કાર ગુજારતા સગીર વયની દીકરીને ગર્ભ રહી જતા અને સગીર વયની દીકરીને પેટમાં દુઃખાવો ઉપાડતા હોસ્પિટલના તપાસ દરમિયાન ચોંકાવનારો વિસ્ફોટ થતાં માતા-પિતાની પગ તળેની જમીન ખસી ગઈ હોવાનું અનુભવ કર્યો હતો.

Advertisement

અવાવરૂ જગ્યાએ વારંવાર દુષ્કર્મ આચર્યુ 

ફરિયાદી એ કરેલા આક્ષેપમાં અંકલેશ્વર જીઆઇડીસીના એક વિસ્તારમાં રહેતા સગા મામા ગત તારીખ ૨૧/૦૧/૨૦૨૩ના રોજ તેણીને ગાડી શીખવવાનું કહી અંકલેશ્વરના નોબલ માર્કેટની બાજુમાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાના કારણે સગીરાએ પોતાનું મોઢું બંધ રાખ્યું હતું પરંતુ સગીરાને પેટમાં દુઃખાવો ઉપાડતા તપાસ દરમિયાન સગીરાના પેટમાં ગર્ભ હોવાનું સામે આવતા માતા-પિતા પણ ચોકી ઉઠ્યા હતા અને સગીરાની પૂછપરછ કરતા તેણીને ગાડી શીખવવાના બહાને તેનો મામો તેણી લઈ જતો હતો અને તે વખતે તેની સાથે અવાવરૂ જગ્યાએ વારંવાર તેણી મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરતો હોવાની કેફિયત રજૂ કરતા માતા પિતાએ તાબડતોબ નરાધમ સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવા સાથે પોલીસે મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરી છે

ચાર મહિના બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું 

સગીરાને મોપેડ ગાડી શીખવાના બહાને તેનો સગો મામો લઈ જતો હતો અને તે દરમિયાન તેણીની સાથે અવાવરું જગ્યાએ દુષ્કર્મ કરતો હતો પરંતુ ચાર મહિના બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા તપાસ દરમિયાન તેના પેટમાં ગર્ભ હોવાનું સામે આવતા પીડીતાની સગી માતાએ પોતાના જ સગા ભાઈ એટલે કે દીકરીના સગા મામા સામે બળાત્કાર અને પોક્સો ફરિયાદ નોંધાવી હતી

વર્ષ 2023 ના પ્રથમ મહિનાથી જ આ કરતૂત ચાલું હતી 

વર્ષ 2023 ના પ્રથમ મહિનાથી પોતાની ભાણેજને મોપેડ ગાડી શીખવવાના બહાને મામો લઈ જતો હતો પરંતુ સગીરાને ક્યાં ખબર હતી કે મામો જ હેવાન બનશે અને આખરે મામાએ વારંવાર સગીર વયની સગી ભાણેજને પીંખી નાખતા આખરે સગીરાના પેટમાં ગર્ભ રહી જતા સમગ્ર કૃત્યનો ભાંડો ફૂટ્યો છે જેના પગલે આખરે ચાર મહિનાથી પીખાતી સગીરાના મેડિકલ ચેકઅપમાં મોટો વિસ્ફોટ થતા આખરે સગા મામા સામે પીડીતાની માતાએ ફરિયાદ નોંધાવી છે

Tags :
Advertisement

.

×