મળો પાટણના અબોલ જીવોના મસીહા વિરેન શાહને
જીવદયા પ્રેમીતો આપે અનેક જોયા હશે પરંતુ આપે એવા કોઈ જીવ દયા પ્રેમને જોયા છે ખરા ? કે જેઓ પેટ્રોલ પંપના માલિક હોય અને પોતે અબોલ જીવોને બચાવવા પોતાના પેટ્રોલ પંપના વ્યવસાય કરતા અબોલ જીવોને વધુ મહત્વ આપતા હોય જો આપનો જવાબ ના હોય તો અમે આપને પાટણના એક એવા અનોખા જીવદયા પ્રેમીને બતાવવા જઈ રહ્યા છીએ કે જેઓએ પોતાનું જીવન અર્પણ કરી દીધું છે. આ અબોલ જીવોની સેવામાં તો કોણ છે આ પાટણનાં અબોલ જીવોના બેલી આવો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ
પાટણ પંથકમાં જીવદયાનાં કામમાં પોતાની આગવી ઓળખ ધરાવતા વિરેન શાહ
પાટણ શહેરમાં જ્યારે પણ કોઈ પણ અબોલ જીવ જેવા કે શ્વાન,ગાય, આખલા, અજગર, ઝેરી સાપ, વાંદરા કે કબુતર સહિતના કોઈપણ અબોલ જીવ ઘાયલ થાય એટલે લોકો પહેલો ફોન વિરેન શાહ એટલે બંટીભાઈ શાહને કરે છે. સમગ્ર પાટણ પંથકમાં જીવદયાનાં કામમાં પોતાની આગવી ઓળખ ધરાવતા વિરેન શાહને લોકો બંટીભાઈના હુલામણા નામથી પણ ઓળખે છે. વિરેનભાઈ શાહ પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પોતાના પેટ્રોલ પંપના માલિક છે. પોતે પેટ્રોલ પંમ્પના વ્યવસાયની સાથે સાથે છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી પોતાનું જીવન અબોલ જીવોની સેવામાં અર્પણ કર્યું છે.
વિરેનભાઈ શાહ એ આખા પાટણ પંથકમાં જીવદયાનો એક જાણીતો ચહેરો છે વિરેનભાઈ શાહને પાટણમાં અબોલ જીવોના ભગવાન તરીકે પણ લોકો ઓળખે છે વિરેનભાઈ અબોલ જીવોની સેવા પોતાની આખી ટીમ લઈને કરે છે જેમાં કોઈ શ્વાન અકસ્માતમાં ઘાયલ થયું હોય કુવા ખાડામાં પડી ગયુ હોય કોઈ ગાય અકસ્માતમાં ઘાયલ થઈ હોય કોઈ પાણીનાં કોઈ ખાડા હોજમાં પડી ગઈ હોય કે કોઈના મહોલ્લા ફ્લેટ કે સોસાયટીઓમાં ઝેરી સાપ આવ્યો હોય કે કોઈના ખેતરમાં મહાકાય અજગર આવ્યો હોય વિરેન ભાઈ અને તેમની ટીમ પોતાના જીવની ચિંતા કર્યા વગર એ જીવને રેસ્ક્યુ કરવા દોડી જાય છે જે વિસ્તારમાંથી કોલ આવ્યો હોય.
વિરેનભાઈ શાહ પોતાની રેસ્ક્યુ ટીમને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપે છે
વિરેનભાઈ ઘરે જમતા હોય અને જો કોઈ જીવ અકસ્માતમાં ઘાયલ થયો હોય અને તેને રેસ્ક્યુ કરવાનો હોય જો આવો ફોન ગમેત્યારે આવે તો વિરેનભાઈ પોતાનું જમવાનું અધવચ્ચે છોડીને પોતાના મોપેડ ઉપર અને પોતાની ટીમ સાથે રેસ્ક્યુ કરવા દોડી જાય છે. વિરેનભાઈની અબોલ જીવોની આ સેવામાં તેમના પત્ની પણ સહયોગ કરે છે. વિરેનભાઈ અને તેમની ટીમ રેસ્ક્યુના વિવિધ ચીપિયા અત્યાધુનિક ઓજાર દવા રેસ્ક્યુના સાધન લઈને જ્યાં કોલ આવ્યો હોય ત્યાં 108 ની જેમ પહોંચે છે. વિરેનભાઈ શાહ પોતાની રેસ્ક્યુ ટીમને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપે છે ગાય કે આખલા જેવા મોટાભારે પશુઓ કે કુવા ખાડામાં પડેલા શ્વાનને બહાર કાઢવા માટે પહેલા પોતાની ટીમ જોડે તેવો એક રણનીતી નક્કી કરે છે.
ત્યારબાદ તેઓ રેસ્ક્યુનું કામ આરંભે છે અને તેમાં સફળતા મેળવે છે. પાટણમાં જ્યારે પણ કોઈ જીવ જોખમમાં હોય ત્યારે પાટણવાસીઓ વિરેનભાઈ શાહના પેટ્રોલ પંપ ઉપર પહોંચી જાય છે અથવા ફોન લગાવે છે. ત્યારબાદ અબોલ જીવોની થાય છે સાર સંભાળ વિરેનભાઈ શાહની 15 વર્ષ ઉપરાંતની આ જીવદયાની સેવા આજે આખા પાટણ જીલ્લામાં મોખરે અને જાણીતી છે વિરેનભાઈ ઉપર સૌથી વધુ ઘાયલ શ્વાનો માટેના કોલ આવે છે તો ઉતરાયણ જેવા તહેવારોમાં પતંગ દોરીથી પાંખો કપાયેલા ઘાયલ કબૂતરોના કોલ વિશેષ આવે છે.
પાટણમાં 24 કલાક વિરેનભાઈ શાહ અને તેમની જીવદયા પ્રેમી મિત્રોની ટીમ ખડે પગે હોય
આ તમામ કોલને તાત્કાલિક મદદ મળે તે માટે પાટણમાં 24 કલાક વિરેનભાઈ શાહ અને તેમની જીવદયા પ્રેમી મિત્રોની ટીમ ખડે પગે હોય છે તે એક વંદનને પાત્ર છે વિરેન શાહ અને તેમની ટીમે અત્યાર સુધી હજારો અબોલ જીવોને મોતના મુખમાંથી ઉગાર્યા છે અને સદનસીબે જો કોઈ અબોલ જીવનું અવસાન થાય તો વિરેનભાઈ અને તેમની ટીમ દ્વારા પુરા માન સન્માન સાથે તે જીવનાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે વિરેનભાઈ ની આ સેવાનું સાક્ષી આજે આખું પાટણ પંથક
વિરેનભાઈના પત્ની જણાવે છે કે મારા પતિ જ્યારે ઝેરી જનાવરનું રેસ્ક્યુ કરવા માટે જાય છે ત્યારે પરિવારમાં ડર જરૂર લાગે છે પણ હવે અમે એમના આ સેવાકીય કામથી ટેવાઈ ગયા છીએ વિરેનભાઈ શાહ પણ જણાવે છે કે મનુષ્ય માટે તો અનેક સેવાકીય સંસ્થાઓ કામ કરી રહી છે. પરંતુ અબોલ જીવોની સેવા અને તેમની રક્ષા કરવા માટે લોકોએ આગળ આવવું જોઈએ. વિરેનભાઈ શાહ પણ લોકોને અબોલ જીવો પ્રત્યે સંવેદના રાખવા અને તેમની રક્ષા કરવા માટે ગુજરાત ફર્સ્ટના માધ્યનથી અન્ય લોકોને પ્રેરણા રૂપી આહવાન કરી રહ્યા છે તો પાટણ વાસીઓ પણ વિરેનભાઈ શાહની જીવદયા પ્રત્યેની આ અનોખી સેવાને બિરદાવતા થાકતા નથી.
પાટણ શહેરના નામાંકિત આગેવાનો કે પ્રબુદ્ધ નાગરિકો વિરેનભાઈની સેવાને સલામ કરી રહ્યા છે
પાટણ શહેરના નામાંકિત આગેવાનો કે પ્રબુદ્ધ નાગરિકો વિરેનભાઈની સેવાને સલામ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે વિરેનભાઈ અમે તમારી સેવાની સાથે છીએ પાટણ શહેરમાં ભાગ્યેજ કોઈ મહોલ્લો સોસાયટી કે ફ્લેટ કે કોઈ સરકારી વસાહત એવી હશે કે જેવોની પાસે વિરેનભાઈ અને તેમની ટીમનો ફોન નંબર નહીં હોય આજે પાટણમાં મફત હરતી ફરતી સેવાને સાક્ષાત જોવી હોય તો વિરેનભાઈ અને તેમની ટીમની એક વાર મુલાકાત અવશ્ય કરવી રહી અબોલ જીવો પ્રત્યેની એક સાચી કરુણતા અને માનવતા જોવી હોય તો પાટણનાં અબોલ જીવોના ભગવાન એવા વિરેન શાહને અવશ્ય મળવું રહ્યું અબોલ જીવોની નિસ્વાર્થ સેવા કરતી વિરેનભાઈ અને તેમની ટીમને પાટણ વાસીઓ વતી સૌ સૌ સલામ...
અહેવાલ - અખ્તર મન્સૂરી
આ પણ વાંચો -- India vs England : મેચના એક દિવસ પહેલા SCA સ્ટેડિયમના નામમાં ફેરફાર, હવે આ નામે ઓળખાશે



