Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Meghmaher : અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં ૮૨ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું-  પૂર્ણ
meghmaher   અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો
Advertisement
  • Meghmaher : અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો :
    સૌથી વધુ ૬૮ ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં વરસ્યો
  • રાજ્યમાં ૮૨ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું-  પૂર્ણ
  • રાજ્યના ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા
  • રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ
    -------------------

Meghmaher : રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૬૮.૭૯ ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં ૬૬.૫૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૨૧ ટકા, કચ્છમાં ૬૫.૧૩ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૫૬.૩૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.

Advertisement

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૫ ડેમ એલર્ટ પર તેમજ ૨૬ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

Advertisement

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું(kharif crops) વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૬૫ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૨.૬૪ લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના માછીમારોને (Fishers) તા. ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ ૧૪,૫૯૮ રૂટ પર ૪૦,૨૬૪ ટ્રીપ કાર્યરત છે.

આ પણ વાંચો : Bhavnagar જિલ્લાના ખેડૂતે પ્રાકૃતિક હળદરનું મૂલ્ય વર્ધન કરી મેળવી લાખોની કમાણી

Tags :
Advertisement

.

×