Mehsana : માથાભારે શખ્સોનો આતંક, જાહેરમાં યુવક પર તલવારથી હુમલો
- Mehsana ના કડીમાં માથાભારે શખ્સોનો આતંક
- માથાભારે શખ્સોએ ઓલવેજ જીમ વિસ્તારને માથે લીધો
- ઈરાણા ગામના કમલેશ દેસાઈ પર કરાયો ખૂની હુમલો
- હાથમાં તલવારો સાથે શખ્સની પાછળ દોડ્યા માથાભારે શખ્સો
- 5 માથાભારે શખ્સોએ જૂની અદાવતમાં કર્યો જીવલેણ હુમલો
- હુમલામાં ઘાયલ શખ્સને સારવાર માટે અમદાવાદ ખસેડાયો
- કડી પોલીસ મથકમાં હુમલા અંગે નોંધાઈ ફરિયાદ
- કડી પોલીસે હુમલો કરનારા 1 શખ્સની કરી અટકાયત
- મેઘરજ, વિપુલ, નગીન, શ્રવણ અને ચેતન નામના શખ્સોએ કર્યો હુમલો
Mehsana : ગાંધીના ગુજરાતમાં જ્યા અહિંસાને માનતા લોકો રહે છે ત્યા છેલ્લા ઘણા દિવસોથી હિંસા કરતા લોકો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના કડી શહેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા અમુક અસામાજીક તત્વોએ કાયદો હાથમાં લેતા જાહેરમાં અરાજકતા ફેલાવી હતી. મળતી માહિતી અનુસાર, કડી પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર ઓલવેજ જીમ વિસ્તાર પાસે એક ચોંકાવનારી ઘટના બની.
જૂની અદાવતમાં હુમલો
ઈરાણા ગામના રહેવાસી કમલેશ દેસાઈ પર 5 જેટલા માથાભારે તત્વોએ તલવાર અને ધોકા વડે જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને રસ્તા પર દોડાવી દોડાવીને માર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિસ્થિતિને ગંભીર જોતા તેને તાત્કાલિક અમદાવાદ ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલો બે ગ્રુપ વચ્ચે ચાલી રહેલી જૂની અદાવતનું પરિણામ હોવાનું સામે આવ્યું છે. મેઘરજ, વિપુલ, નગીન, શ્રવણ અને ચેતન નામના શખ્સોએ કમલેશ દેસાઈને નિશાન બનાવ્યો હોવાનું જણાય છે. પાંચેય શખ્સોએ આયોજનપૂર્વક હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા સમગ્ર પંથકમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો પોલીસ સ્ટેશનની નજીક જ આ પ્રકારની હિંસક ઘટના બની શકે છે, તો દૂરના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હશે?
Mehsana ના Kadi માં માથાભારે શખ્સોનો આતંક | Gujarat First
માથાભારે શખ્સોએ Always Gym Area ને માથે લીધો
ઈરાણા ગામના Kamlesh Desai પર કરાયો ખૂની હુમલો
હાથમાં તલવારો સાથે શખ્સની પાછળ દોડ્યા માથાભારે શખ્સો
5 માથાભારે શખ્સોએ જૂની અદાવતમાં કર્યો જીવલેણ હુમલો
હુમલામાં ઘાયલ શખ્સને… pic.twitter.com/OvAb2dV2Oz— Gujarat First (@GujaratFirst) August 27, 2025
Mehsana પોલીસની કાર્યવાહી અને સ્થાનિકોની માંગ
જાહેરમાં તલવાર લઇને કમલેશ દેસાઈને મારવા માટે આવેલા આરોપીઓએ સમગ્ર વિસ્તારમાં ભયનું એવું વાતાવરણ ઉભું કરી દીધું કે ત્યા હાજર લોકો ખાસ કરીને મહિલાઓ ડરી ગયા. સમગ્ર ઘટનાની જાણ થતા જ કડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, બાકીના 4 મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી અંગે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે માત્ર એક આરોપીની ધરપકડ પૂરતી નથી, પરંતુ તમામ આરોપીઓને વહેલી તકે ઝડપી કડક પગલા લેવા જરૂરી છે.
કાયદો અને વ્યવસ્થાનો મોટો પડકાર
આ ઘટનાએ કડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મોટા પ્રશ્નો ઊભા કર્યા છે. સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જો પોલીસ સ્ટેશનની નજીક જ આવી ઘટના બની શકે છે, તો નાગરિકોની સુરક્ષા કેટલી જોખમમાં છે તે સ્પષ્ટરીતે સમજી શકાય છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે પોલીસ તાત્કાલિક પગલાં લઈ તમામ આરોપીઓને જલ્દીથી પકડી લે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થાય તે માટે કડક કાર્યવાહી કરે.
આ પણ વાંચો : તહેવાર ટાણે મહેસાણા, જોટાણા અને ચાણસ્માના 134 ગામોમાં પાણી શટડાઉન; બે દિવસ પાણી નહીં આવે


