Mehsana માં લાગણી ફાઉન્ડેશન દ્વારા નમોત્સવનું આયોજન! મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું : દેશને મજબૂત નેતૃત્વ ગુજરાતમાંથી જ મળ્યું
- Mehsana માં લાગણી ફાઉન્ડેશન દ્વારા નમોત્સવનું આયોજન
- 150 કલાકારોનો મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શો યોજાયો
- શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા
- કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત હતા
- "આઝાદીના 50 વર્ષ પછી દેશને મજબૂત નેતૃત્વની જરૂર"
- "દેશને મજબૂત નેતૃત્વ ગુજરાતમાંથી જ મળ્યું"
Mehsana : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં 'સેવા પખવાડિયા'ની ઉજવણી ચાલી રહી છે, ત્યારે મહેસાણા (Mehsana) માં લાગણી ફાઉન્ડેશન દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 'નમોત્સવ' નામે એક ભવ્ય મ્યુઝિકલ મલ્ટિમિડિયા શો યોજાયો હતો, જેમાં 150 થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માત્ર સંગીતનો જ નહીં, પરંતુ PM નરેન્દ્ર મોદીના જીવન, સંઘર્ષ અને ભારતને વિશ્વ ફલક પર પહોંચાડવાની યાત્રાને ઉજાગર કરતો એક અદ્ભુત અનુભવ બની રહ્યો હતો.
હજારો લોકો ઉમટી પડ્યા
આ ભવ્ય શો જોવા માટે મહેસાણા (Mehsana) અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સંગીત, લાઇટ અને મલ્ટિમિડિયાના અદભુત સંયોજનથી તૈયાર થયેલો આ કાર્યક્રમ લોકો માટે એક યાદગાર ઘટના બની રહી. આ પ્રસંગે ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં આઝાદી પછી દેશને મજબૂત નેતૃત્વની જે જરૂરિયાત હતી, તે ગુજરાતમાંથી પૂરી થઈ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.
Mehsana માં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, "આઝાદીના 50 વર્ષ પછી દેશને એક મજબૂત અને નિર્ણાયક નેતૃત્વની જરૂર હતી, અને તે નેતૃત્વ ગુજરાતમાંથી જ મળ્યું છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ઇતિહાસ જ્યારે લખાઈ રહ્યો હોય ત્યારે લોકોને તેની મહત્તાનો ખ્યાલ આવતો નથી, પરંતુ ઇતિહાસ સમાપ્ત થયા પછી જ તેનું સાચું મૂલ્ય સમજાય છે. તેમના આ શબ્દો વડાપ્રધાન મોદીના વર્તમાન યોગદાન અને તેના ભવિષ્યના પ્રભાવને દર્શાવે છે.
Mehsana માં Lagni Foundation દ્વારા Namotsav નું આયોજન | Gujarat First
150 કલાકારોનો મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શો યોજાયો
શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા
કાર્યક્રમમાં પ્રવક્તા Minister Rushikesh Patel પણ ઉપસ્થિત હતા
"આઝાદીના 50 વર્ષ પછી દેશને મજબૂત નેતૃત્વની જરૂર"… pic.twitter.com/QxyDiPAiZg— Gujarat First (@GujaratFirst) September 13, 2025
મંત્રીએ નમોત્સવને માત્ર PM નરેન્દ્ર મોદીના જન્મોત્સવ તરીકે જ નહીં, પરંતુ સેવા ઉત્સવ તરીકે ઉજવવાનો પ્રયાસ ગણાવ્યો. તેમણે ઉમેર્યું કે આગામી 15 દિવસ દરમિયાન ગુજરાતના દરેક ખૂણે નાના-મોટા સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવશે, જે ખરા અર્થમાં 'સેવા પખવાડિયા'ની ભાવનાને ઉજાગર કરશે.
નમોત્સવ, માત્ર મનોરંજન નહીં, એક સંદેશ
Mehsana માં લાગણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન હતો. 150 કલાકારોએ સંગીત, ગાયન અને નૃત્ય દ્વારા વડાપ્રધાનના જીવનના વિવિધ પાસાઓને પ્રસ્તુત કર્યા હતા. આ શોએ દર્શકોને PM નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને વર્તમાન સુધીની સફરનો અનુભવ કરાવ્યો. કેવી રીતે એક સામાન્ય કાર્યકરમાંથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને પછી દેશના વડાપ્રધાન તરીકે વૈશ્વિક નેતા બન્યા, તે આખી ગાથાને કળાના માધ્યમથી રજૂ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના કાર્યક્રમો સાંસ્કૃતિક માધ્યમથી નેતૃત્વ અને દેશભક્તિની ભાવનાને પ્રબળ બનાવે છે.
આ પણ વાંચો : ગરબા પ્રેમીઓ માટે Ambala Patel ની આ આગાહી ચિંતા વધારશે..!


