Mehsana : નવા વિવાદમાં ફસાયા MLA જીગ્નેશ મેવાણી, ભક્તોએ લગાવ્યા ગંભીર આરોપ!
- Mehsana માં કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી ભૂલ્યા માં બહુચરની ગરિમા!
- બહુચરાજી મંદિરમાં 'જય બહુચર'ના બદલે લગાવ્યા 'જય ભીમ'ના નારા
- માં બહુચરનાં આંગણે આવેલા મેવાણી ચૂકી ગયા માં બહુચરની ગરિમા!
- જીગ્નેશ મેવાણીએ ન માતાજીનાં દર્શન કર્યા કે ન માતાજીની સેવા કરી!
- મંદિર પરિસરમાં પહોંચીને પણ માતાજીનાં દર્શન ન કરતા ભક્તોમાં નારાજગી!
Mehsana : મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં આજે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની (Jan Aakrosh Yatra) પૂર્ણાહુતિ થઈ હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા (Amitbhai Chavda), કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani), ભરતસિંહ સોલંકી સહિત અન્ય નેતા, અગ્રણી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જો કે, આ દરમિયાન કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી વધુ એક મોટા વિવાદમાં સપડાયા હોય તેમ લાગી રહ્યું છે. મહેસાણામાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી માં બહુચરની ગરિમા ભૂલ્યા હોય તેવા આરોપ થઈ રહ્યા છે. બહુચરાજી મંદિરમાં (Bahucharaji Temple)'જય બહુચર'ના બદલે 'જય ભીમ'ના નારા લગાવ્યા અને ધારાસભ્યે ન માતાજીનાં દર્શન કર્યા કે ન માતાજીની સેવા કરી હોવાનું ભક્તો જણાવી રહ્યા છે. મંદિર પરિસરમાં પહોંચીને પણ જીગ્નેશભાઈ મેવાણીએ માં બહુચરનાં દર્શન ન કરતા આસ્થાને ઠેસ પહોંચાડી હોવાનો ભક્તો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : નારોલમાં હિચકારી ઘટના! તીક્ષ્ણ હથિયારના ઘા મારી મહિલાની હત્યા, CCTV ફૂટેજ આવ્યા સામે
Mehsana માં MLA જીગ્નેશ મેવાણી નવા વિવાદમાં સપડાયા!
કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) વધુ એક વિવાદમાં ફસાયા છે. આજે મહેસાણા (Mehsana) ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. દરમિયાન, માં બહુચરનાં આંગણે આવેલા કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી માતાજીની ગરિમા ભૂલ્યા હોય તેવા આરોપ થઈ રહ્યા છે. બહુચરાજી મંદિરમાં 'જય બહુચર'નાં બદલે 'જય ભીમ'ના નારા લગાવ્યા અને ન માતાજીનાં દર્શન કર્યા કે ન માતાજીની સેવા કરી તેવો ભક્તો આક્ષેપ કરી રહ્યા છે. મંદિર પરિસરમાં પહોંચીને પણ માં બહુચરનાં દર્શન ન કરતા આસ્થાને ઠેસ પહોંચી હોવાનું પણ ભક્તોનું કહેવું છે. જો કે, આ મામલે સવાલ કરતા જીગ્નેશ મેવાણીએ ચોંકાવનારો જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો - હાઇકૉર્ટમાં રજૂ કરેલા Covid ના બૉગસ સર્ટિફિકેટની પોલ ખુલી જતાં આરોપી અને તેના સાગરિતને અદાલતે 3-3 વર્ષની સજા ફટકારી
ધારાસભ્ય હિંદુ વિરોધી માનસિકતા ધરાવતા હોવાનો ગંભીર આરોપ
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (MLA Jignesh Mevani) કહ્યું કે, ભ્રષ્ટ નેતાઓ, અધિકારીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરે છે અને પછી ભ્રષ્ટાચારનાં જ રૂપિયાથી દ્વારકા સહિતનાં મંદિરોમાં ધજા ચડાવે છે. તેમણે "મન ચંગા તો કઠોતી મે ગંગા", ઉપરાંત કબીરનો દોહો પણ સંભળાવ્યો હતો પરંતુ મીડિયાનાં સવાલોનો ચોક્કસ જવાબ આપ્યો નહોતો. કેટલાક સ્થાનિક લોકોનો આરોપ છે કે તેઓ હિંદુ વિરોધી માનસિકતા ધરાવે છે. હિંદુઓનાં મંદિરમાં જઈને આસ્થાને ઠેસ પહોંચાડી હોવાનો અને આસ્થાનાં ધામમાં અપમાનજનક વૃત્તિનો ગંભીર આક્ષેપ થયો છે. માતાજીનાં ભક્તોએ જીગ્નેશ મેવાણીને સવાલ કરતા પૂછ્યું કે...
- સરકાર અને પાર્ટીનો વિરોધ કરો પરંતુ માતાજીએ શું બગાડ્યું છે?
- હિન્દુઓની આસ્થાને કેમ ઠેસ પહોંચાડી રહ્યા છો જીગ્નેશભાઈ?
- હિન્દુઓની આસ્થાનું મંદિર છે તેનો વિરોધ કેવી રીતે કરી શકો?
- સરકારનો વિરોધ બરાબર છે પણ આસ્થાનાં કેન્દ્રનું અપમાન કરશો?
- સરકાર સામેનો આક્રોશ કેમ હિન્દુ વિરોધી અને માતાજી વિરોધી બની ગયો?
- શું કોંગ્રેસનાં નેતાઓ પણ આ મુદ્દે જીગ્નેશ મેવાણીની સાથે છે?
- શું મેવાણીને કોંગ્રેસના નેતાઓ સલાહ આપશે?
- હિંદુઓનાં આસ્થાનાં ધામમાં રાજકીય આક્રોશ ઠાલવવો કેટલો યોગ્ય?
આ પણ વાંચો - Cannabis Farming ગ્રામ પંચાયતની જમીન ભાડે રાખી સિક્યુરિટી ગાર્ડ ગાંજાની ખેતી કરાવતો હોવાનો ઘટસ્ફોટ