Mehsana: ઝળહળી ઉઠ્યું મોઢેરા સૂર્યમંદિર, ઘૂંઘરૂના ઝનકાર અને નર્તનથી સર્જાયો નયનરમ્ય નજારો
- મોઢેરા ખાતે ઉત્તરાયણ પછી ઉજવાતો ઉત્તરાર્ધ મહોત્સવ
- શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખતો ઉત્સવ
- કલાકારોનું મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરાયું
Mehsana: વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો સંસદ સભ્ય હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય સહિત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર સહિત કલાકારોએ દીપ પ્રાગટ્ય કરી પ્રાંરભ કર્યો હતો.
Experience an extraordinary fusion of art, music, and culture beneath the stars at the magnificent heritage site, Sun Temple, Modhera. The Uttarardh Mahotsav offers a vibrant celebration with captivating performances and breathtaking light displays, showcasing India's rich… pic.twitter.com/9KQzTRgALU
— Gujarat Tourism (@GujaratTourism) January 18, 2025
આ પણ વાંચો: GPSC exam: આજે અમદાવાદમાં 3377 ઉમેદવારો GPSCની પરીક્ષા આપશે
મોઢેરામાં દર વર્ષે આ ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે
સરકાર દ્વારા 1992 ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા બિનલ વાળા દ્વારા કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યુદર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ રહ્યો છે. મોઢેરાનું આ ભવ્ય મંદિર સોલંકી કાળમાં નિર્માણ પામ્યું છે. ભારતીય જીવનશૈલી દર્શન અને શિલ્પનું દર્શન આ સૂર્યમંદિરમાં થાય છે. આ સૂર્યમંદિરમાં યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી નૃત્ય સાથે જોડાયેલા ખ્યાતનામ કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે.
આ પણ વાંચો: Ahmedabad શહેરમાં કૂતરાઓનો આતંક! અધધ એક જ મહિનામાં 2000 થી વધારે લોકોને કૂતરાએ બચકા ભર્યાં
બિનલ વાળા દ્વારા કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું
નોંધનીય છે કે, આ મહોત્સવમાં પ્રથમ દિવસે દિલ્હીના સુશ્રી વાની માધવ દ્વારા ઓડીસી નૃત્ય, તમિલનાડુના કૃપા રવિ દ્વારા ભરત નાટ્યમ અને અમદાવાદના શિતલ મકવાણા દ્વારા ભરતનાટ્યમ વડોદરાના એશ્વર્યા વારિઅર દ્વારા મોહિનીઅટ્ટમ અને અમદાવાદના બિનલ વાળા દ્વારા કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ રાત્રિએ મોઢેરા સૂર્યમંદિરનો નજોરો નયનરમ્ય હતો.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


