Mehsana : અનામત આંદોલન અંગે નીતિન પટેલનું બેબાક નિવેદન, કહ્યું - એડમિશન ન મળતું એટલે..!
- અનામત આંદોલન અંગે નીતિન પટેલના બેબાક બોલ
- એડમિશન ન મળતું એટલે આંદોલન થયુંઃ નીતિન પટેલ
- "90-95 ટકાવાળા બિનઅનામત વર્ગને અસંતોષ હતો"
- વિદ્યાર્થીઓ-વાલીઓમાં અસંતોષ હતોઃ નીતિન પટેલ
Mehsana : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તેમનાં બેબાક નિવેદનો માટે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમને જાહેરમંચ પરથી એવું નિવેદન આપ્યું છે જેનાં પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નીતિન પટેલે અનામત આંદોલન (Anamat Andolan) અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એડમિશન ન મળતું એટલે આંદોલન થયું. 90-95 ટકાવાળા બિનઅનામત વર્ગને અસંતોષ હતો. વિદ્યાર્થીઓ-વાલીઓમાં અસંતોષ હતો.
આ પણ વાંચો - Mehsana : હવે તો રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે : નીતિન પટેલ
એડમિશન ન મળતું એટલે આંદોલન થયું હતું : નીતિન પટેલ
મહેસાણા જિલ્લાનાં (Mehsana) કડી તાલુકાનાં ડરણ ગામે જીવરામ નૂતન વિદ્યાલયમાં યોજાયેલ એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે જાહેરમંચ પરથી અનામત આંદોલન અંગે નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે કહ્યું હતું કે, એડમિશન ન મળતું એટલે આંદોલન થયું હતું. વધુ ટકાવાળાને એડમિશન નહોતું મળતું. ત્યારે 90-95 ટકાવાળા બિનઅનામત વર્ગને અસંતોષ હતો. વિદ્યાર્થીઓ-વાલીઓમાં અસંતોષ હતો.
આ પણ વાંચો - Morbi : એવું તો શું થયું કે મોડી રાતે Congress અને AAP નાં નેતા-કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા
વધુ ટકાવાળાને એડમિશન નહોતું મળતુંઃ નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે નવી મેડિકલ કોલેજો શરૂ કરી હતી. હું આરોગ્યમંત્રી હતો ત્યારે મારા હસ્તક જ 10 જેટલી મેડિકલ કોલેજ (Medical Colleges) શરૂ થઈ હતી. તોય એડમિશન ફુલ થઈ જાય. હવે બધાને એડમિશન લેવા હોય અને એડમિશન ન મળે, વધુ ટકાવાળાને એડમિશન નહોતું મળતું ત્યારે એ વિદ્યાર્થી સાથે માતા-પિતાને પણ અસંતોષ થતો. એના કારણે આંદોલન થયું હતું.
આ પણ વાંચો - Porbandar : ભીમા દુલા ઓડેદરાના ભાણેજ કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે આ શખ્સ સામે ગુનો


