Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : હવે તો રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે : નીતિન પટેલ

તેમણે કહ્યું કે, દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લે છે...
mehsana   હવે તો રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે   નીતિન પટેલ
Advertisement
  1. રાજ્યમાં ચાલતા કેટલાક કાંડને લઇને નીતિન પટેલનો મોટો ધડાકો! (Mehsana)
  2. BJP નાં નામે કેટલાક લોકો દલાલીનું કામ કરતા હોવાનું સ્ફોટક નિવેદન
  3. રાજકારણમાં દલાલો વધી ગયાનું નીતિન પટેલનું આશ્ચર્યજનક નિવેદન
  4. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લે છે : નીતિન પટેલ

Mehsana : રાજ્યમાં ચાલતા કેટલાક કૌભાંડને લઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લે છે. ભાજપનાં નામે કેટલાક લોકો દલાલીનાં કામ કરતા હોવાનું સ્ફોટક નિવેદન નીતિન પટેલે જાહેર મંચ પરથી આપ્યું હતું.

આ પણ વાંચો - Morbi : એવું તો શું થયું કે મોડી રાતે Congress અને AAP નાં નેતા-કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા

Advertisement

Advertisement

ભાજપનાં નામે રાજકારણ કરી કેટલાક લોકો કરોડપતિ થઈ ગયા છે : નીતિન પટેલ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તેમના નિવેદનો માટે જાણીતા છે. ત્યારે જાહેર મંચ પરથી ફરી એકવાર નીતિન પટેલે એક એવું નિવેદન આપ્યું છે જેનાંથી ચર્ચાઓ વેગવંતી થઈ છે. મહેસાણા જિલ્લાનાં (Mehsana) કડી તાલુકાનાં ડરણ ગામે જીવરામ નૂતન વિદ્યાલયમાં કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે. ભાજપનાં (BJP) નામે કેટલાક લોકો દલાલીનું કામ કરી રહ્યા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લે છે. પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે આગળ કહ્યું કે, ભાજપનાં નામે રાજકારણ કરી કેટલાક લોકો કરોડપતિ થઈ ગયા છે.

આ પણ વાંચો - Porbandar : ભીમા દુલા ઓડેદરાના ભાણેજ કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે આ શખ્સ સામે ગુનો

'ભાજપનો નેતા છું કહે એટલે અધિકારીઓ ઝડપથી કામ કરી આપે'

નીતિન પટેલે કહ્યું કે, હું ભાજપનો (BJP) હોદ્દેદાર છું, કાર્યકર છું, નેતા છું એવું કહે એટલે અધિકારી ઝડપથી કામ કરી આપે. ભાજપ સરકારે બધાને બહું સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે કરોડપતિ થઈ ગયા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં આ નિવેદનથી હવે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. નીતિન પટેલે જાહેર મંચ પરથી આ પ્રકારનું નિવેદન કેમ આપ્યું ? તેમના નિવેદનમાં કોની તરફ ઇશારો કર્યો હતો ? સહિતનાં સવાલોને લઈ ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - ખાડી વિસ્તારમાં મીઠા/જમીન સર્વેક્ષણ માટે ગયેલી ટીમનાં ગુમ થયેલ 3 સભ્યોનું BSF એ રેસ્ક્યૂ કર્યું

Tags :
Advertisement

.

×