ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana: ઊંઝા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર, પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત

Unjha APMC election Result : PMCમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
12:43 PM Dec 17, 2024 IST | VIMAL PRAJAPATI
Unjha APMC election Result : PMCમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
Unjha APMC election Result

Unjha APMC election Result: આજે સવારે 9 વાગ્યાથી મહેસાણાની ઊંઝા APMCની ચૂંટણીની મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. લોકો APMCની ચૂંટણીના પરિણામની લોકો રાજ જોઈને બેઠા હતાં જેનો અંત આવી ગયો છે. APMCમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આવી ગયું છે. APMCનું સુકાન કોને મળશે તે હવે નક્કી થઈ ગયું છે.

ખેડૂત વિભાગના વિજય થયેલ ઉમેદવારની યાદી
ભાજપના મેન્ડેડ ઉમેદવારદિનેશ પટેલના સમર્થક ઉમેદવાર
પટેલ અંબાલાલ જોઈતારામ
પટેલ બળદેવભાઈ શિવરામદાસ
પટેલ કનુભાઈ રામાભાઇ
પટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલ
પટેલ ધીરેન્દ્ર કુમાર બાબુલાલ
પટેલ લીલાભાઈ માધવલાલ
પટેલ પ્રહલાદભાઈ હરગોવિંદ
પટેલ શૈલેષભાઈ તળશીભાઈ
પટેલ ભગવાનભાઈ શિવરામદાસ
પટેલ જયંતીભાઈ વિઠ્ઠલદાસ

આ પણ વાંચો: Unjha APMC election Result : ઊંઝા APMCની ચૂંટણીનું આજે પરિણામ

અપક્ષના 5 ઉમેદવારોના કારણે ભાજપમાં ભૂકંપ સર્જાઈ શકે

નોંધનીય છે કે, ઊંઝા એપીએમસીનું ચૂંટણી પરિણામ રાજકીય ભૂકંપ સર્જી શકે છે. ભાજપના મેન્ડેડ વિરુદ્ધમાં લડનાર 5 ઉમેદવારોના કારણે ભાજપમાં ભૂકંપ સર્જાઈ શકે છે. કારણ કે, મેન્ડેડ વિનાના 5 ઉમેદવારો જે અપક્ષ તરીકે લડ્યાં હતા તેની પણ જીત થઈ છે. હવે જોવું એ રહે છે કે, ઊંઝા એપીએમસીના રાજકારણમાં કેવી ઉથલપાથલ થાય છે. પાંચ અપક્ષના ઉમેદવારોની જીત થઈ છે તેને લઈને રાજકારણ ગરમાઈ શકે છે.

આ પણ વાંચો: Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI નું પોલીસ સાથે ઘર્ષણ, થયો લાફાકાંડ

ઊંઝા APMCમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત

ઊંઝા APMCની ચૂંટણીના બન્ને વિભાગોનીની મતગણતરી પૂર્ણ થઈ ગયું છે. ખેડૂત વિભાગની મતગણતરી પણ પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂત વિભાગના કુલ 258 મતોની ગણતરી થઈ. મત ગણતરીમાં દિનેશ પટેલ જૂથના તમામ 10 ઉમેદવારો વિજયી બન્યાં છે. દિનેશ પટેલને ભાજપે 5 મેન્ડેડ આપ્યા હતા જે તમામ જીત્યા છે. જેથી 5 દિનેશ પટેલ સમર્થન વાળા ઉમેદવારની જીત થઈ છે.

ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવાર હાર્યા

સૌથી મોટી વાત છે કે, ઊંઝા APMCમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત જોવા મળ્યો છે. APMCમાં ભાજપના 10માંથી 5 ઉમેદવારોની થઈ હાર છે. જો કે, ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલ પેનલની જીત થઈ છે. પરંતુ સામે ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવાર હાર્યા છે, તેનો અર્થ કે APMCની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું છે. દિનેશ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડીને જીતને ઉત્સાહભેર ઉજવણી કરી છે.
મતગણતરી દરમિયાન કુલ 16 મત રદ્દ થયા

આ પણ વાંચો: સરકારને મોટાપાયે ચૂનો લગાડવાના કૌભાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો

મતગણતરી દરમિયાન કુલ 16 મત રદ્દ થયા

મહત્વની વાત એ છે કે, ખેડૂત વિભાગની ટોટલ 10 બેઠકો પર દિનેશ પટેલના ઉમેદવારની જીત છે. કુલ 258 માંથી 242 મતો ની ગણતરી થઈ હતી. મતગણતરી દરમિયાન કુલ 16 મત રદ્દ થયા હતાં. અત્યારે દિનેશ પટેલના સમર્થકોએ જશ્ન મનાવ્યો અને જીતેલા તમામ ઉમેદવારનું વિજયી સરઘસ નીકળ્યું છે.

Tags :
farmer sectionGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati Top NewsMehsana Unjha APMC election ResultTop Gujarati Newstrader sectionUnjha APMCUnjha APMC ElectionUnjha APMC election Result announcedUnjha APMC Latest newsUnjha APMC News
Next Article