Metro Rail : વિજ્યા દશમી ના પાવન પર્વે મેટ્રો રેલની ટ્રાયલ રન
- Metro Rail : વિજ્યા દશમી ના પાવન પર્વે મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ થઈ
- નૂતન વર્ષના આરંભમાં ગાંધીનગરના નાગરિકોને મહાત્મા મંદિર(Mahatma Mandir) સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના સતત માર્ગદર્શનમાં ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની
Metro Rail : વિજ્યા દશમી ના પાવન પર્વે ગાંધીનગરમાં મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી આગળ વધીને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડવવામાં આવતી મેટ્રો રેલને વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16 અને સેક્ટર-24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ થઈ છે.
આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી – CMRS સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે અને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે.
આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે.
આ પણ વાંચો : Vadodara : દશેરા પર્વ પર શહેર પોલીસ કમિશનરે શસ્ત્રો, વાહન અને અશ્વની પૂજા કરી


