અહી કરાય છે મેવાસી હોળીનું પ્રાગટ્ય, જાણો શું છે મેવાસી હોળી?
હાલમાં દેશભરમાં હોળી ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે દેવગઢબારીયા તાલુકાના અંતેલા ગામ ખાતે મેવાસી હોળી તરીકે ઓળખતી હોળીનું પૂનમના દિવસ અગાઉ તેરસના દિવસ ગામલોકોએ ધામધૂમથી પ્રાગટ્ય કર્યું હતું. દેવગઢબારીઆ તાલુકાના મોટાભાગના ગામડામાં પૂનમના દિવસ હોળી પ્રાગટ્ય થાય છે જયારે...
Advertisement
હાલમાં દેશભરમાં હોળી ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે દેવગઢબારીયા તાલુકાના અંતેલા ગામ ખાતે મેવાસી હોળી તરીકે ઓળખતી હોળીનું પૂનમના દિવસ અગાઉ તેરસના દિવસ ગામલોકોએ ધામધૂમથી પ્રાગટ્ય કર્યું હતું. દેવગઢબારીઆ તાલુકાના મોટાભાગના ગામડામાં પૂનમના દિવસ હોળી પ્રાગટ્ય થાય છે જયારે તાલુકામાં વિસ્તારની દૃષ્ટીએ મોટામાં મોટુ ગામ ગણાતું અંતેલા ગામમાં બાર ફળીયા આવેલા છે અને અહીંયા કેટલાય વર્ષોથી હોળીનું પ્રાગટ્ય એક દિવસ અગાઉ કરવામાં આવે છે. જેને સમગ્ર પંથકના લોકો મેવાસી હોળી તરીકે ઓળખે છે.
પાવાગઢના પતઈ રાજાના પતન પછી તેમના રાજમાં રહેતા મેવાસી લોકો પાવાગઢથી આવીને અંતેલા ગામમાં વસ્યા હોવાની લોકવાતો વડવાઓ પાસેથી જાણવા મળી રહી છે. આ મેવાસી લોકોની વસતી ધાર્મિક હોય હોળીનો તહેવાર પાવાગઢની હોળીના એક દિવસ અગાઉ હોળીનું પ્રાગટય કરી દેતા હોય છે. અંતેલા ગામ ૧૨ ફળિયા જેટલું મોટુ હોય તમામ ફવિયાના લોકો એક દિવસ અગાઉ એકઠા થઇ લાકડાં છાણાં વગેરે સવારથી હોળી પ્રાગટ્ય કરવાની જગ્યાએ ભેગા કરી દેતા હોય છે અને તેરસના દિવસ તા 22/3/2025 ની શુભરાત્રી એ પૂજાવિધિ સાથે અંતેલા ગામની મેવાસી હોળીની વર્ષો જુની પરંપરા મુજબ એક દિવસ અગાઉ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું.
દેવગઢબારીયા તાલુકાના અંતેલા ગામના આશરે દસ હાજર જેટલાં ભાવિકો હોળી દહન કાર્યક્રમમાં ભક્તિભાવ પૂર્ણ રીતે ભાગ લીધો હતો.કુમારિકાઓએ આખા દિવસના ઉપવાસ પછી હોળી માતાજીની પ્રદક્ષિણા કરી ધાણી ખજૂર અને શ્રીફળ વધેરી માતાજીને આખુ વર્ષ સારુ જાય, પરિવારનું આરોગ્ય જળવાઈ રહે અને ખેતીવાડી સારી થાય તે માટે પ્રાર્થના કરતી હોય છે.
અહેવાલ : ઈરફાન મકરાણી



