Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur: MGVCLના વીજ ચેકિંગથી ખળભળાટ, 74 વીજ ચોરો ઝડપાયા, આટલો ફટકાર્યો દંડ!

Chhota Udepur માં MGVCLની વિજિલન્સ ટીમોએ 46 ટીમોની મદદથી સઘન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. સ્ટેશન, કસ્બા સહિત વિવિધ વિસ્તારોમાં 1483 મીટર ચેક કરાયા હતા, જેમાંથી 74 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી. MGVCLએ આ ચોરી બદલ કુલ રુ. 35.06 લાખનો જંગી દંડ વસૂલ્યો છે. ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું કે આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ચાલુ રહેશે.
chhota udepur  mgvclના વીજ ચેકિંગથી ખળભળાટ  74 વીજ ચોરો ઝડપાયા  આટલો ફટકાર્યો દંડ
Advertisement
  • Chhota Udepur માં MGVCLની 46 ટીમો દ્વારા મેગા વીજ ચેકિંગ હાથ ધરાયું
  • વિવિધ વિસ્તારોમાં કુલ 1483 વીજ મીટર તપાસવામાં આવ્યા
  • સઘન ચેકિંગ દરમિયાન 74 વીજ કનેક્શનમાં ચોરી પકડાઈ
  • વીજ ચોરી બદલ કુલ રુ. 35.06 લાખનો દંડ ફટકારાયો.

Chhota Udepur Electricity Checking:મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા છોટાઉદેપુર નગરમાં વીજ ચોરી (Electricity Theft)ને ડામવા માટે ગુરુવારે વહેલી સવારથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કંપનીની વિજિલન્સ ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરીને 74 જેટલા ગ્રાહકોને વીજ ચોરી કરતા પકડી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ રૂપિયા 35.06 લાખનો જંગી દંડ વસૂલવામાં આવ્યો છે.

મેગા ડ્રાઇવ માટે 46 ટીમોનું ગઠન

Advertisement

આ ઓપરેશન માટે MGVCL દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કુલ 46 વિજિલન્સ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 116 કર્મચારીઓ, 46 ડેપ્યુટી એન્જિનિયરો અને કાયદો વ્યવસ્થા જાળવવા 46 પોલીસ કર્મીઓ સહિતનો મોટો કાફલો જોડાયો હતો. આ ટીમોએ છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારથી ચેકિંગ શરૂ કર્યું હતું.

Advertisement

આટલા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું

વીજ ચેકિંગની આ કામગીરી નગરના મુખ્ય વિસ્તારો જેવા કે સ્ટેશન, કસ્બા, પારસીગલી, પથીકભુવન, વસેડી, મહુડી ફળિયા, નજરબાગ, પાંજરાપોળ અને વોરા કોલોની વગેરેમાં હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારોમાં કુલ 1483 જેટલા વીજ મીટરોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

74 કનેક્શનમાંથી રુ. 35.06 લાખનો દંડ

Chhota Udaipur-MGVCL_Gujarat_first

1483 કનેક્શનના ચેકિંગ દરમિયાન MGVCLની ટીમને 74 કનેક્શનમાં ગેરકાયદેસર વીજ ચોરી થતી હોવાનું માલૂમ પડ્યું હતું. આ પકડાયેલી વીજ ચોરી બદલ કંપની દ્વારા ગ્રાહકોને કુલ 35,06,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે

છોટાઉદેપુર ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વીજ ચોરી રોકવા માટે આ પ્રકારના આકસ્મિક વીજ ચેકિંગ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે વીજ ચોરી કરતા કનેક્શનો સામે MGVCL દ્વારા કડક અને કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રહેશે.

અહેવાલઃ સલમાન મેમણ

આ પણ વાંચોઃ Garbada: સીમલીયા બુઝર્ગ ગામે મહિલાઓને પાણી માટે વલખાં મારવાનો વારો, આ રીતે લાવે છે પાણી!

Tags :
Advertisement

.

×