Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Micro irrigation : સૂક્ષ્મ સિંચાઈ યોજના થકી ગુજરાતમાં કૃષિ ક્રાંતિ!

ગુજરાતમાં ખેતીને વધુ નફાકારક બનાવવા અને પાણીના મર્યાદિત સ્ત્રોતનો અસરકારક ઉપયોગ કરવાના ઉદ્દેશથી, રાજ્યે સૂક્ષ્મ સિંચાઈના ક્ષેત્રમાં દેશભરમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વર્ષ ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi) દ્વારા શરૂ કરાયેલી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપનીની “સૂક્ષ્મ સિંચાઈ યોજના” હેઠળ ખેડૂતોએ હરણફાળ ભરી છે.મુખ્યમંત્રીના નેતૃત્વમાં, ગુજરાતે પાણીના ઓછા ઉપયોગથી મહત્તમ ઉત્પાદન મેળવવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે
micro irrigation   સૂક્ષ્મ સિંચાઈ યોજના થકી ગુજરાતમાં કૃષિ ક્રાંતિ
Advertisement
  • Micro irrigation :ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો
  • ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ૧.૨૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો
  • છેલ્લા બે દાયકામાં રાજ્યના ૧૬.૨૮ લાખથી વધુ ખેડૂતોએ ૨૫.૦૫ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી
  • સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ આ ૧૬.૨૮ લાખ ખેડૂતોને રૂ. ૯૨૨૪.૨૭ કરોડથી વધુની પ્રોત્સાહક સહાય અપાઈ

Micro irrigation  :  ગુજરાતમાં ખેતીને વધુ નફાકારક બનાવવા અને પાણીના મર્યાદિત સ્ત્રોતનો અસરકારક ઉપયોગ કરવાના ઉદ્દેશથી, રાજ્યે સૂક્ષ્મ સિંચાઈ (Micro Irrigation) ના ક્ષેત્રમાં દેશભરમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વર્ષ ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi) દ્વારા શરૂ કરાયેલી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની Gujarat Green Revolution Company (GGRC)ની “સૂક્ષ્મ સિંચાઈ યોજના” હેઠળ ખેડૂતોએ હરણફાળ ભરી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વમાં, ગુજરાતે પાણીના ઓછા ઉપયોગથી મહત્તમ ઉત્પાદન મેળવવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

Advertisement

Micro irrigation : ઐતિહાસિક સિદ્ધિઓ અને આર્થિક સહાય (૨૦૦૫ થી નવેમ્બર-૨૦૨૫)

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી ખેડૂતો આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શક્યા છે. છેલ્લા બે દાયકામાં આ યોજનાની મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે:

Advertisement

માપદંડઆંકડાનોંધ
લાભાર્થી ખેડૂતો૧૬.૨૮ લાખથી વધુરાજ્યના નોંધપાત્ર ખેડૂતો યોજના સાથે જોડાયા.
આવરી લેવાયેલો વિસ્તાર૨૫.૦૫ લાખ હેક્ટરદેશમાં સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે ગુજરાતનું મોખરાનું સ્થાન.
કુલ સહાય ચૂકવણી₹ ૯૨૨૪.૨૭ કરોડથી વધુગુજરાત સરકારનો ફાળો (₹ ૫૭૪૦.૭૧ કરોડ) અને ભારત સરકારનો ફાળો (₹ ૩૪૮૩.૫૬ કરોડ).

Micro irrigation : તાજેતરનું પ્રદર્શન (વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫)

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વમાં, ખેતીમાં અદ્યતન પદ્ધતિ અપનાવવાની ગતિ જળવાઈ રહી છે:

  • ૨૦૨૩-૨૪ માં વિસ્તાર: આશરે ૧.૩૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયો.

  • ૨૦૨૪-૨૫ માં વિસ્તાર: આશરે ૧.૨૦ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો.

  • કુલ સહાય (૨૦૨૪-૨૫): ખેડૂતોને કુલ ₹ ૬૦૫.૪૨ કરોડની સહાય (રાજ્ય સરકારનો ફાળો: ₹ ૩૨૯.૪૨ કરોડ). 

જિલ્લાકક્ષાનું યોગદાન

સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારની દૃષ્ટિએ રાજ્યમાં અગ્રણી જિલ્લાઓ:

  1. બનાસકાંઠા: ૪.૮૮ લાખ હેક્ટર વિસ્તાર સાથે મોખરે.

  2. જૂનાગઢ: ૧.૮૫ લાખ હેક્ટર વિસ્તાર સાથે દ્વિતીય સ્થાને.

  3. રાજકોટ: ૧.૩૫ લાખ હેક્ટર વિસ્તાર સાથે તૃતીય સ્થાને.

 ખેડૂત વર્ગ દ્વારા અપનાવટ

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને વેગ આપવામાં મધ્યમ વર્ગના ખેડૂતોનો ફાળો મહત્તમ રહ્યો છે:

ખેડૂત વર્ગલાભાર્થી ખેડૂતોઆવરી લેવાયેલો વિસ્તાર
મધ્યમ વર્ગ૮.૯૨ લાખથી વધુ૧૬.૪૨ લાખ હેક્ટર
નાના ખેડૂતો૪.૯૮ લાખથી વધુ૫.૯૦ લાખ હેક્ટર
સીમાંત ખેડૂતો૧.૮૩ લાખથી વધુ૧.૨૩ લાખ હેક્ટર
મોટા ખેડૂતો૫૫ હજારથી વધુ૧.૪૯ લાખ હેક્ટર
 પાક અનુસાર સૂક્ષ્મ સિંચાઈનો ઉપયોગ

કુલ ૨૫.૦૫ લાખ હેક્ટર વિસ્તારમાંથી મોટાભાગનો વિસ્તાર ખેતી પાકો માટે ઉપયોગમાં લેવાયો છે:

પાકનો પ્રકારઆવરી લેવાયેલો વિસ્તારમુખ્ય પાકો (અને વિસ્તાર)
ખેતી પાકો૨૦.૫૨ લાખ હેક્ટરથી વધુમગફળી (૧૧.૦૨ લાખ હે.), કપાસ (૭.૫૬ લાખ હે.), શેરડી (૦.૧૬ લાખ હે.)
બાગાયતી પાકો૪.૫૨ લાખ હેક્ટરથી વધુબટાટા (૨.૨૦ લાખ હે.), કેળ (૦.૩૪ લાખ હે.), શાકભાજી (૦.૯૨ લાખ હે.)

ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા (Pre-Registration)

ગુજરાતના ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે સરળતાથી ઘરે બેઠા પ્રી-રજીસ્ટ્રેશન કરાવી શકે છે:

  • SMS દ્વારા: ખેડૂત પોતાનું "પૂરું નામ – જિલ્લો – તાલુકો - ગામ" ના ફોર્મેટમાં લખીને GGRCના મોબાઇલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ પર SMS કરી નોંધણી કરાવી શકે છે.

  • વેબસાઇટ દ્વારા: GGRCની વેબસાઇટ “khedut.ggrc.co.in” પર જઈને વિગતો દાખલ કરી નોંધણી કરાવી શકાય છે.

પૂર્વ નોંધણી બાદ Gujarat Green Revolution Company limited GGRCના માન્ય સપ્લાયર્સ ખેડૂતોનો સંપર્ક કરીને આગળની કાર્યવાહી માટે માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો : Mission 2047 : ૯,૦૦૦ આંગણવાડી બહેનોને સોંપાઈ 'માતા યશોદા'ની જવાબદારી!

Tags :
Advertisement

.

×