Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal માં પરપ્રાંતીય યુવકે મચાવ્યો આતંક, ગૌ સેવક સહિત ત્રણ પર કર્યો હુમલો

Gondal માં પરપ્રાંતીય યુવકે ધોકા વડે હુમલો કરતા ગૌ સેવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
gondal માં પરપ્રાંતીય યુવકે મચાવ્યો આતંક  ગૌ સેવક સહિત ત્રણ પર કર્યો હુમલો
Advertisement

  • Gondal માં પરપ્રાંતીય યુવકે મચાવ્યો આતંક
  • પરપ્રાંતીય યુવકે  ગૌ સેવક સહિત ત્રણ પર કર્યો હુમલો
  • ગૌ સેવકની હાલત ગંભીર

Gondal શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં હિન્દી ભાષી પરપ્રાંતીય શખ્સે આતંક મચાવ્યો હતો . શિશુ મંદિર સ્કૂલ પાસે ગૌ સેવકો ગાયોની સેવા કરી રહ્યા હતા તે દરમિયાન આ પરપ્રાંતીય શખ્સે હાથ માં ધોકા સાથે ત્યાં પહોંચીને ગૌ સેવક સહિત 3 લોકો પર ધોકા વડે હુમલો કર્યો હતો.

Gondal માં પરપ્રાંતીય યુવકનો આતંક

પ્રાપ્ત માહિતી અનુસાર પરપ્રાંતીય યુવકે ધોકા વડે હુમલો કરતા ગૌસેવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાદમાં તબિયત વધુ બગડતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.હિન્દી ભાષી પરપ્રાંતીય શખ્સ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં અન્ય બે રાહદારીઓને નિશાન બનાવ્યા હતા ઉપરાંત એક મહિલા પાછળ ધોકા સાથે પીછો કરતા આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

Gondal પોલીસે કરી કાર્યવાહી

નોંધનીય છે કે સ્થાનિકો દ્વારા આ હિન્દી ભાષી પરપ્રાંતીય શખ્સને ઝડપી પાડી ગોંડલ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે ઘટન સ્થળ પર પહોંચીને પરપ્રાંતિય યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે,પોલીસે પરપ્રાંતિય યુવક સામે ગુનો નોંધીને વધુ સઘન તપાસ હાથ ધરી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ સ્થાનકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હિન્દી ભાષી પરપ્રાંતીય શખ્સ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં અન્ય બે રાહદારીઓને પર પણ હુમલો કર્યો હતો. 

આ પણ વાંચો:  Bhavnagar ના આર.ટી.એસ પ્લાન્ટમાં રિપેરીંગ દરમિયાન હાઇડ્રોલિક સાધન નીચે દબાઇ જતા મજૂરનું ઘટનાસ્થળે મોત

Tags :
Advertisement

.

×