Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagarમાં ખનન માફિયાના પાપે 1નો ભોગ લેવાયો, ભોગાવો નદીમાં થયેલા અકસ્માતથી ખુલી પોલ

ગુજરાતમાં ખનન માફિયાઓ વકરતા જાય છે. ખેડા બાદ હવે Surendranagarમાં ખનન માફિયા બેફામ બન્યા છે. ખનન માફિયાઓએ ભોગાવો નદીમાં એક આખો રસ્તો જ બનાવી દીધો છે. જો કે એક અકસ્માતથી આખી પોલ ખુલી ગઈ છે.
surendranagarમાં ખનન માફિયાના પાપે 1નો ભોગ લેવાયો  ભોગાવો નદીમાં થયેલા અકસ્માતથી ખુલી પોલ
Advertisement
  • ભોગાવો નદીમાં અકસ્માત બાદ ખુલી ખનન માફિયાની પોલ
  • ગેરકાયદે રેતી ચોરી કરીને જતું ડમ્પર ભોગાવો નદીમાં ખાબક્યું
  • શેખપર નજીક ભોગાવો નદીમાં ડમ્પર ખાબકતા એકનું મોત

Surendranagar: સમગ્ર રાજ્યમાં ખનન માફિયા સતત વકરી રહ્યા છે. પાટણ, ખેડા બાદ હવે સુરેન્દ્રનગરમાં ખનન માફિયાના કાળા કરતૂતે 1નો ભોગ લીધો છે. ખનન માટે માફિયાઓએ ભોગાવો નદીમાં એક ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હતો. આ રસ્તા પર થયેલા તેમના જ એક ડમ્પરના અકસ્માતને લીધે સમગ્ર પોલ ખુલી ગઈ છે.  બનાવની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડે જરૂરી કાર્યવાહી કરીને પાણીમાં શોધખોળ હાથ ધરી હતી.

રેતી ચોરી માટે ગેરકાયદેસર રસ્તો બનાવ્યો

રેતી ચોરી માટે ખનન માફિયાઓએ મૂળીના શેખપર નજીક ભોગાવો નદીમાં રસ્તો બનાવ્યો હતો. આ રસ્તેથી તેમનું જ ડમ્પર અકસ્માતગ્રસ્ત થતા સમગ્ર પોલ ખુલી ગઈ છે. આ અકસ્માતમાં કુલ 3 વ્યક્તિમાંથી 2ને બચાવી લેવાયા છે જ્યારે 1નું કરુણ મોત નીપજ્યું છે. ખનન માફિયાઓની હિંમત કેટલી ખુલી ગઈ હશે કે તેમણે રેતી ખનન માટે ગેરકાયદેસર રસ્તો જ બનાવી દીધો હતો. આ ગેરકાયદેસર રસ્તા પર આ અકસ્માત થયો જેમાં 1 નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. સમગ્ર કેસની વિગતો સુરેન્દ્રનગરના ડિવાયએસપી વી. બી. જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ VADODARA : મ્યુનિસિપલ કમિશનરે ફોટો મોકલ્યા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું

અકસ્માતથી ખુલી ગઈ પોલ

ગેરકાયદે રેતી ચોરી કરીને જતું ડમ્પર ભોગાવો નદીમાં ખાબક્તા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 1 નિર્દોષનો ભોગ લેવાયો છે. જો કે આ અકસ્માતને પરિણામે કેટલાક ચોક્કસ સવાલો જરૂર ઊભા થાય છે. જેમ કે રાજ્યમાં હજુ આવા કેટલા ગેરકાયદે રસ્તા બંધાયા છે ? કોની રહેમનજર હેઠળ ખનન માફિયાનો ચાલે છે ધંધો ? આટલો મોટો રસ્તો ખાણ ખનીજ વિભાગને નથી દેખાતો ? હંમેશા કોઈનો જીવ જાય ત્યારે જ કેમ તંત્રનું ધ્યાન પડે છે ? ખનન માફિયાઓ કોને કોને ટેબલ નીચેથી વહીવટ કરીને પૈસા પહોંચાડે છે ? સુરેન્દ્રનગરમાં ખનન માફિયા પર કોના છે ચાર હાથ ? તાજેતરમાં જ ખેડામાં ખનન માફિયાઓ બેફામ બન્યા હોય તેવા સમાચારથી ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચોઃ  Rajkot : રીલ બનાવવાના ચક્કરમાં જોખમી સ્ટંટ કરતી છોકરીનો વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×