Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કેન્દ્રિય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજનાઓના અમલીકરણ અંગે બેઠક યોજાઇ

VADODARA : કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે ના અધ્યક્ષસ્થાને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે બેઠક યોજાઈ
vadodara   કેન્દ્રિય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજનાઓના અમલીકરણ અંગે બેઠક યોજાઇ
Advertisement

VADODARA : કેન્દ્ર સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ ગરીબો-પીડિતો અને શોષિતો ના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વહીવટીતંત્ર દ્વારા એકબીજાના સહયોગથી જરૂરિયાત ધરાવતા નાગરિકોને અનેકવિધ યોજનાઓથી લાભાન્વિત કરવા પ્રતિબદ્ધ બને.’ એમ કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે ( Ramdas Athawale, Minister of State for Social Justice and Empowerment) એ આજરોજ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી અધિકારીઓ સાથે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગેની બેઠકમાં જણાવ્યું હતું.

સ્કોલરશિપ, ભોજન અને નિવાસ સાથેની હોસ્ટેલ સુવિધાઓ બાબતે માહિતી મેળવી

મંત્રીએ ખાસ કરીને પછાત વર્ગોના કલ્યાણ માટે અમલી યોજનામાં શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોજગારી માટે લેવાયેલા પગલાઓ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવીને કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સંલગ્ન વડોદરા જિલ્લાના પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવારણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે પછાત વર્ગોના વિદ્યાર્થીઓને અપાતી સ્કોલરશિપ, ભોજન અને નિવાસ સાથેની હોસ્ટેલ સુવિધાઓ બાબતે પણ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને આ યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે તેવા સઘન પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના સંકેત

Advertisement

Tags :
Advertisement

.

×