Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MNREGA Scam : AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાના BJP અને Congress પર આકરા વાક પ્રહાર

સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા મનરેગા કૌભાંડ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ ભાજપ અને કોંગ્રેસ પર આકરા વાક પ્રહાર કર્યા છે. વાંચો વિગતવાર.
mnrega scam   aap ના ધારાસભ્ય ચૈતર વસાવાના bjp અને congress પર આકરા વાક પ્રહાર
Advertisement
  • મનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બંનેનો હાથ છે : ચૈતર વસાવા
  • અગાઉ મેં જાહેર કર્યુ તે વાત સાચી પડી : ચૈતર વસાવા
  • ભરૂચના ACP એ હીરા જોટવાના દીકરાની ધરપકડ કરી : ચૈતર વસાવા
  • હીરા જોટવા અને બચુ ખાબડે સાથે મળી કૌભાંડ આચર્યુ : ચૈતર વસાવા

MNREGA Scam : ભરુચમાં થયેલા મનરેગા કૌભાંડમાં હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ આકરા વાક પ્રહારો કર્યા છે. ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોને આડેહાથ લીધા છે. તેમણે હીરા જોટવા અને બચુ ખાબડે સાથે મળીને કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ચૈતર વસાવાએ પોતાની આગાહી સાચી પડી હોવાનો પણ દાવો કર્યો છે.

5 વર્ષ દરમિયાન 2500 કરોડ જમા થયા

અત્યંત ચકચારી એવા મનરેગા કૌભાંડમાં ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava એ હવે ભાજપ અને કોંગ્રેસ બંનેને આડેહાથ લીધા છે. ચૈતર વસાવાએ કહ્યું કે, મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનો હાથ છે. અગાઉ મેં જાહેરમાં કહ્યું હતું તે સાચુ પડ્યું છે. હીરા જોટવા અને બચુ ખાબડે સાથે મળી કૌભાંડ આચર્યુ છે. કૌભાંડીઓએ પંચાયત પાસેથી કામો લઈ પોતાની એજન્સીને આપ્યા હતા. એજન્સીઓએ રેતી કપચી નાખ્યા વગર બિલ પાસ કરી દીધા હતા. 5 વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા હોવાનો દાવો ચૈતર વસાવા કરી રહ્યા છે. ચૈતર વસાવાએ અપીલ કરતા કહ્યું કે, મારી સરકારને અપીલ છે કે CBI, ED અને GST વિભાગને તપાસ સોંપવામાં આવે. જો મનરેગા કૌભાંડની કડક તપાસ કરવામાં નહિ આવે તો ચૈતર વસાવાની કલેક્ટર, એસપી અને નિયામક કચેરીને ઘેરાવ કરવાની પણ તૈયારીઓ છે.

Advertisement

આ પણ વાંચોઃ Rain in Gujarat : ભરુચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઢાઢર નદી બે કાંઠે વહેતા એલર્ટ જાહેર કરાયું

Advertisement

હીરા જોટવાની ભૂમિકા

મનરેગા કૌભાંડમાં કેવી રીતે સરકારી નાણાંનો ગેરવહીવટ થયો તે જણાવતા ચૈતર વસાવાએ કહ્યું કે, હીરા જોટવાએ આ નાણાં ફંડ રૂપે આપ્યા. તેમણે આ નાણાં અધિકારીઓ, નેતાઓ અને પાર્ટીઓને આપ્યા. હવાલા મારફતે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા છે. ભરૂચના મનરેગા કૌભાંડમાં પોલીસ દ્વારા હીરા જોટવા (Hira Jotwa) ની ધરપકડ કર્યા બાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવા (Digvijay Jotwa) ની પણ ધરપકડ કરાઈ છે. ભરૂચના ACPએ હીરા જોટવાના દીકરાની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં હજૂ પણ વધુ શકમંદોની ધરપકડ થઈ શકવાના એંધાણ છે.

આ પણ વાંચોઃ Bharuch મનરેગા કૌભાંડમાં ત્રીજી ધરપકડ, હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ

Tags :
Advertisement

.

×