Mock drill : આવતીકાલે ગુજરાતમાં ફરીથી મોકડ્રીલ યોજાશે, સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5થી 8 સુધી આયોજન
- લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરવામાં આવશે
- પાકિસ્તાન સાથેના સરહદી રાજ્યોમાં મોકડ્રીલ
- 7 મેના રોજ ગુજરાતમાં અગાઉ થઈ હતી મોકડ્રીલ
Mock drill : આવતીકાલે ગુજરાતમાં ફરીથી મોકડ્રીલ યોજાશે. જેમાં સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5થી 8 સુધી મોકડ્રિલ યોજવામાં આવશે. લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરવામાં આવશે. તેમજ પાકિસ્તાન સાથેના સરહદી રાજ્યોમાં મોકડ્રીલ યોજાશે. જેમાં પંજાબ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનમાં મોકડ્રીલ થશે. 7 મેના રોજ ગુજરાતમાં અગાઉ મોકડ્રિલ થઈ હતી.
આવતીકાલે ગુજરાતમાં ફરીથી મોકડ્રિલ યોજાશે
સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5થી 8 સુધી મોકડ્રિલ
લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરવામાં આવશે
પાકિસ્તાન સાથેના સરહદી રાજ્યોમાં મોકડ્રિલ
પંજાબ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનમાં મોકડ્રિલ થશે
7 મેના રોજ ગુજરાતમાં અગાઉ થઈ હતી મોકડ્રિલ#mockdrills… pic.twitter.com/EXOsk9t9KI— Gujarat First (@GujaratFirst) May 28, 2025
અગાઉ ગુજરાતમાં 19 સ્થળોએ મોકડ્રીલ યોજાઇ હતી
અગાઉ ગુજરાતમાં કુલ 19 સ્થળે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ગાંધીનગર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં મહેસાણા, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અને નવસારી જિલ્લાનો સમાવેશ કરાયો હતો.
જાણો મોકડ્રીલમાં શું કરવામાં આવશે
- મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.
- નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.
- મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે
- હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.
- નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.
હુમલા માટેની સાયરન વાગે ત્યારે જાણો શું કરવું જોઇએ
સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં. તેમજ તાત્કાલિક એટલે કે 5થી 10 મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું જોઇએ. તેમજ ખુલ્લા વિસ્તારોથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું જોઇએ. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું જોઇએ. તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઇએ.
આ પણ વાંચો: Gujarat By-election : પેટાચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસની હાર ભાળી કે કોઇ બીજુ રહસ્ય!


