Morbi : કાંતિ અમૃતિયા- 'એ જીતશે તો હું 2 કરોડ આપીશ...', પડકાર ઝીલી ગોપાલ ઇટાલિયાએ કહી આ વાત
- મોરબીમાં મોરેમોરો, હવે કાના VS ગોપાલનો જંગ! (Morbi )
- કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી
- ચૂંટણી લડવા આવવા ગોપાલને આપી હતી ચેલેન્જ
- 12 જુલાઈનાં 12 વાગ્યા સુધી રાજીનામું આપે : ગોપાલ ઈટાલિયા
Morbi : મોરબીમાં હવે રાજકારણ ગરમાયું છે. ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (BJP MLA Kantilal Amrutia) અને આમ આદમી પાર્ટીનાં નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (MLA Gopal Italia) વચ્ચે એકબીજાને પડકાર ફેંકવાનો જંગ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો તો ગોપાલ ઇટાલિયાએ પણ તેનો સહર્ષ સ્વીકાર્ય કર્યો અને કહ્યું કે, '12 જુલાઈએ બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો, ગોપાલ ઇટાલિયા પણ તમારા પડકારને વટથી સ્વીકારે છે.'
આ પણ વાંચો - Junagadh : ઘરે કોઈ નહોતું ત્યારે નરાધમ કૌટુંબિક બનેવીએ સગીરાને પીંખી નાખી
'સોમવારે આવો બંને રાજીનામું આપીએ અને ચૂંટણી લડીએ' | Gujarat First
મોરબીમાં મોરેમોરો, હવે કાના VS ગોપાલનો જંગ!
કાંતિ અમૃતિયાની ચેલેન્જને ઈટાલિયાએ સ્વીકારી
ચૂંટણી લડવા આવવા ગોપાલને આપી હતી ચેલેન્જ
ગોપાલ ઈટાલિયાએ કહ્યું રાજીનામું આપે અમૃતિયા
12 જુલાઈના 12 વાગ્યા સુધી રાજીનામું… pic.twitter.com/eZ4EA1k95s— Gujarat First (@GujaratFirst) July 10, 2025
મોરબીમાં જો ગોપાલ ઇટાલિયા જીતે તો હું બે કરોડ રૂપિયા આપીશ : કાંતિલાલ અમૃતિયા
મોરબીનાં (Morbi) ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને AAP નાં નેતા અને વિસાવદરનાં (Visavadar) ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામસામે આવ્યા છે. બંને નેતાઓએ એક બીજાને ચેલેન્જ ફેંકી છે. વાત એમ છે કે મોરબીનાં MLA કાંતિ અમૃતિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, સોમવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) સમક્ષ બંને રાજીનામું ધરી દઈએ. ગોપાલ ઇટાલિયા અને હું મોરબીમાંથી ચૂંટણી લડીએ. મોરબીમાં જો ગોપાલ ઇટાલિયા જીતશે તો બે કરોડ રૂપિયા હું તેમને આપીશ'
આ પણ વાંચો - Surat : મુંબઈ-અમદાવાદ NH-48 પર પરિવારને કાળ ભેટ્યો! બાઇકસવાર બેનાં મોત
આમાં કોની ઘેટી ભરાઈ ગઈ...! જોશ જોશમાં રાજીનામુ આપે તો? | Gujarat First
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની
ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી...
12 જુલાઈના 12 વાગ્યા સુધીમાં
કાંતિ અમૃતિયાના રાજીનામાની માંગ...
મોરબીમાં ચૂંટણી લડી બતાવવા
ગોપાલ ઇટાલિયાને આપી હતી ચેલેન્જ...
કાંતિ… pic.twitter.com/avv9NCtGW5— Gujarat First (@GujaratFirst) July 10, 2025
'ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે'
કાંતિ અમૃતિયાની આ ચેલેન્જનો હવે ગોપાલ ઇટાલિયાએ સહર્ષ સ્વીકાર કર્યો છે અને વીડિયો બનાવી કહ્યું કે, 'ગઈકાલે મે વીડિયો જોયો કે મોરબીનાં ભાજપના ધારાસભ્ય એવું કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિમ્મત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે.. તો હું રાજીનામું પણ આપી જઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ....' ગોપાલ ઇટાલિયા આગળ કહે છે કે, 'હું તેમની આ ચેલેન્જને હર્ષભેર સ્વીકારું છે. 12 જુલાઈએ બપોરે 12 વાગ્યા સુધીમાં તમારું રાજીનામું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે.' બંને નેતાઓએ એકબીજાને પડકાર ફેંકતા મોરબીમાં રાજકીય માહોલ ગરમાયો છે અને હવે 12 જુલાઈએ કેવી સ્થિતિનું નિર્માણ થશે તેના પર જનતાની નજર છે.
આ પણ વાંચો - Gujarat Congress: રાજ્યમાં કોંગ્રેસ પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર


