Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi: ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ, દારૂની કોથળીઓ મૂકી ભાગ્યા લોકો

Morbi: મોરબીના રંગપર બેલા ગામ પાસે દેશી દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, દારૂ વેચતા અને પીતા લોકો દારૂની કોથળીઓ મુકીને ભાગતા જોવા મળ્યાં
morbi  ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ  દારૂની કોથળીઓ મૂકી ભાગ્યા લોકો
Advertisement
  1. રંગપર બેલા ગામ પાસે ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડા
  2. લોકો દારૂ વેચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  3. સ્થાનિક પોલીસની કામગીરી ઉપર થઈ રહ્યાં છે અનેક સવાલો

Morbi: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે, મોટાભાગના વિસ્તારોમાં દેશી અને વિદેશી એમ બંન્ને પ્રકારના દારૂ ખુબ માત્રામાં વેચાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અનેક એવા દ્રશ્યો સામે આવ્યાં છે, જેમાં લોકો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હોય છે. અત્યારે પણ એક આવા જ સમાચાર સામે આવ્યાં છે. મોરબીમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં થયો છે.

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી જેલમાં ફરી લોરેન્સ બિશ્નોઈ 'મૌન ઉપવાસ' પર, હવે નિશાના પર કોણ?

Advertisement

વીડિયોમાં દારૂની કોથળીઓ અને લોકો ભાગતા નજરે પડ્યા

વિગતે વાત કરવામાં આવે તો, મોરબીના રંગપર બેલા ગામ પાસે દેશી દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અગાઉ પણ SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં, તેમ છતાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અગાઉ રેડ દરમિયાન SMCએ 750 લીટર દારૂ ઝડપી પાડ્યો હતો. તેમ છતાં દારૂનો ધંધો કરતા લોકોને કોઈ પ્રકારને ડર નથી. કારણે કે, અત્યારે લોકો દારૂ વેચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Mahakumbh 2025 : મહાકુંભ જતાં ગુજરાતીઓને સરકારની વધુ એક મોટી ભેટ, કરી આ જાહેરાત

ગુજરાતમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે દારૂના હાટડાઓ

આ વીડિયોને ધ્યાને લેતા સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. ગુજરાતમાં આવી રીતે ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ધમધમી રહીં છે. આખરે કેમ આ લોકોને પોલીસનો કોઈ ડર નથી? અહીં વીડિયો પ્રમાણે દારૂ વેચતા અને પીતા લોકો દારૂની કોથળીઓ મુકીને ભાગતા જોવા મળ્યાં હતાં. આટલો ડર છે તો પછી શા માટે ફરી ધંધો શરૂ કરી દેવામાં આવે છે? તે પોલીસની તપાસનો વિષય છે હવે જોવાનું એ રહે છે કે આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×