MORBI : તાલુકા પોલીસે પીપળી નજીક કિરાણા સ્ટોરમાં વેચાતી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો પકડી પાડયો
અહેવાલ - ભાસ્કર જોષી,મોરબી રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ એ પ્રોહિબિશન/ જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર નશીલા...
Advertisement
અહેવાલ - ભાસ્કર જોષી,મોરબી
રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ એ પ્રોહિબિશન/ જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર નશીલા આર્યુવેદીક શીરપના વેંચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના પીપળી રોડ ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ “શિવ કિરાણા સ્ટોર" માંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકાના પીપળી રોડ ઓમ કોમ્પ્લેક્સમાં આવેલ શિવ કિરાના સ્ટોરમાં રેઇડ કરી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નસીલી આયુર્વેદિક સીરપની રૂ.૧૨,૦૦૦/-ની કિંમતની કુલ ૮૦ બોટલનો મુદ્દામાલ મળી આવતા વેચાણ અર્થે રાખી મૂકનાર આરોપી મહેશભાઈ દાનજીભાઈ ચૌહાણની મોરબી તાલુકા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


