Morbi : શાળા સંચાલકોનો લૂલો બચાવ! ઈન્ચાર્જ શિક્ષણાધિકારીએ કહી આ વાત
- મોરબીની તક્ષશીલા વિદ્યાલયમાં ચાલુ ક્લાસમાં મારામારી
- ધો. 12 નાં વિદ્યાર્થી અને શિક્ષકે એકબીજા પર હુમલો કર્યાનો વીડિયો વાઇરલ
- શિક્ષકે વિદ્યાર્થીને મારતા વિદ્યાર્થીએ પણ સામે હુમલો કર્યો હતો
- શાળા સંચાલક અને ઈન્ચાર્જ શિક્ષણાધિકારીની પ્રતિક્રિયા
Morbi : મોરબીની તક્ષશિલા સ્કૂલમાં ધો. 12 નાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારીની ઘટનાનાં CCTV ફૂટેજ પણ વાઇરલ થયા છે. આ મામલે હવે શાળા સંચાલકોએ લૂલો બચાવ કરી વિદ્યાર્થીએ જ ગેરવર્તન કરતા માર માર્યો હોવાનું જણાવ્યું છે. વિદ્યાર્થીએ ઉશ્કેરાઈને શિક્ષકને માર માર્યો હોવાનું શાળા સંચાલકે જણાવ્યું છે. જ્યારે, ઈન્ચાર્જ શિક્ષણાધિકારીએ (In-charge Education Officer) આ ઘટનાને ગંભીર ગણાવી તપાસ કરી કસૂરવાર જે પણ હશે તેની સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે.
આ પણ વાંચો - Vadodara : માતા-પિતાએ 5 વર્ષીય પુત્રને ઝેરી દવા પીવડાવી, પછી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો!
શાળા સંચાલકનો સમગ્ર મામલે લૂલો બચાવ!
મોરબીમાં (Morbi) આવેલ તક્ષશિલા સ્કૂલમાં (Takshashila School) ધો. 12 ના વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારમારીનાં CCTV ફૂટેજ વાઇરલ થતાં હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલે હવે શાળા સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે. શાળા સંચાલકે સમગ્ર ઘટના મુદ્દે લૂલો બચાવ કરતા જણાવ્યું કે, ઇકોનોમિસનાં ક્લાસ દરમિયાન વિદ્યાર્થીએ ટેસ્ટ ન આપતા વિદ્યાર્થીને પૂછતા તે ઉશ્કેરાયો હતો. અમારી સ્કૂલમાં કોઈપણ વિદ્યાર્થી ગેરહાજર રહે તો તેમના વાલીઓનો મેસેજ અથવા તો ફોન આવી જાય પરંતુ, આ વિદ્યાર્થીનો મેસેજ કે ફોન આવ્યો નહોતો. વિદ્યાર્થી દ્વારા શિક્ષક સાથે ગેરવર્તન કરતા માર મારવામાં આવ્યો હતો. જો કે, બાદમાં વિદ્યાર્થી દ્વારા પણ શિક્ષક પર હુમલો કરવામાં આવ્યો હતો. અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.
Morbi તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થયેલી મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા...
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મારામારી...
શિક્ષકે તો ચપ્પલ પણ કાઢ્યા...!
શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધની ગરિમાને ઠેસ પહોંચી...
હે કળિયુગ...તારો પરછાયો શિક્ષણના ધામથી દૂર રાખ...… pic.twitter.com/hLpakOci0d— Gujarat First (@GujaratFirst) July 22, 2025
આ પણ વાંચો - Mehsana : ખેરાલુ-સતલાસણા હાઇવે પર ST બસ-ઇકો કાર ધડાકાભેર અથડાયા, 2 નાં મોત, 3 ઘવાયા
જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે : ઈન્ચાર્જ શિક્ષણાધિકારી
બીજી તરફ આ મામલો ઈન્ચાર્જ શિક્ષણાધિકારી સમક્ષ પહોંચતા તેમણે આ ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમણે કહ્યું કે, આ ઘટના મામલે શાળાને સમગ્ર હકીકત જણાવવા આદેશ કર્યો છે. સાથે જ બીટ નિરીક્ષણ દ્વારા પણ તપાસનાં આદેશ અપાયા છે. આ ઘટનામાં જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. માહિતી છે કે આ બનાવ ગત તારીખ 17 ના રોજ બન્યો હતો, જે બાદ વાલીઓ દ્વારા વિદ્યાર્થીનું સર્ટી પણ લઈ જવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Gujarat Congress : પદગ્રહણ પહેલા નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા, વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા


