Crime News : સગી માતાએ પુત્રની કરી હત્યા, દ્રશ્યમ ફિલ્મ પરથી પ્રેરાઈ ઘટનાને આપ્યો અંજામ
સુરતના ડીંડોલીમાં સગી માતાએ માસૂમ અઢી વર્ષના પુત્રની હત્યા કરી નાંખી હતી. હત્યારી માતાએ કરેલ આ કૃત્ય કોઈ હિન્દી ફિલ્મથી ઓછું નહોતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. હત્યારી માતાએ પ્રેમીને પામવા પોતાના જ માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારી અપહરણનું તરકટ ઉભું કરી પોલીસને ત્રણ દિવસ સુધી ગેરમાર્ગે દોરી હતી.
દ્રશ્યમ ફિલ્મના આધારિત પોલીસને ગેરમાર્ગે દોરી
પોલીસ તપાસમાં હત્યારી માતાએ માસુમની હત્યા કરતા પહેલા હિન્દી ફિલ્મ "દ્રશ્યમ"ના બંને ભાગ જોયા હતા.જે ફિલ્મ પરથી હત્યારી માતાએ સમગ્ર ઘટનાને અંજામ આપી ક્રાઈમ સીન ઉભો કર્યો હતો. જો કે પોલીસ તપાસમાં હત્યારી માતા પડી ભાંગી હતી અને પોતાના જ કાળજા સમાન કટકાને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબૂલાત કરી હતી. જ્યાં હાલ હત્યારી માતાની ધરપકડ કરી વધુ તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી છે.
પ્રેમીને પામવા પુત્રને પતાવી દીધો
સુરતમાં પ્રેમીને પામવા માતાએ જ પોતાના માસૂમ પુત્રની હત્યા કતી નાખી હતી.ડીંડોલી વિસ્તારમાં નવી બંધાતી લેક સીટી સાઇટ પર કામ કરતી નૈના નામની મહિલાએ પોતાના પ્રેમીને પામવા આ કૃત્ય કર્યું હતું. પુત્રનું મોઢું દબાવી હત્યા કર્યા બાદ જાતે અપહરણની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પોહચી હતી.
આકરી પુછપરછમાં સત્ય ઓક્યું
સતત ત્રણ દિવસ માસૂમ બાળકની શોધખોળ કર્યા બાદ પોલીસે આકરી ઢબે માતાની પુછપરછ કરી હતી. બાળકના અપહરણની વાત ઉપજાવી માતાએ પોલીસને પણ ધક્કે ચઢાવી હતી. બાળક બાંધકામ સાઇટ પરથી બહાર ગયું જ ન હોવાથી પોલીસને માતા પર શંકા ગઈ હતી. સતત ત્રણ દિવસ સુધી શોધખોળ બાદ માતાની ઊંડાણપૂર્વકની પુછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.
પોલીસ પણ ચોંકી
જેમાં પ્રેમીને પામવા બાળકની હત્યા કરી હોવાનો ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રેમીએ માત્ર તેણીને જ રાખવા કહેતા અને બાળક કામ કરતી વખતે હેરાન કરતું હોવાથી કાસળ કાઢ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં મહિલાનો પતિ છેલ્લા બે વર્ષથી પત્નીથી અલગ રહે છે.
પોલીસને ગુમરાહ કરી
ઘટનામાં સૌથી ચોંકાવનારી હકીકત એ સામે આવી હતી કે, હત્યા પહેલા માતાએ હિન્દી ફિલ્મ "દ્રશ્યમ" ના બંને ભાગ જોયા હતા. "દ્રશ્યમ" ફિલ્મમાં ક્રાઈમ સીન જોયા બાદ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. માસૂમ બાળકની શોધખોળ માટે સ્થાનિક પોલીસ સહિત ડોગ સ્કવોડની ટીમ પણ કામે લાગી હતી. પોલીસ દ્વારા આસપાસ લાગેલા અંદાજીત દસ જેટલા સીસીટીવી તપાસ કર્યા હતા. જ્યાં અંતે માસૂમ બાળકની લાશ બાંધકામ સાઇટ પર આવેલ લિફ્ટના પેસેજમાં પાણીમાં નાંખી દેવામાં આવી હતી. જ્યાં હત્યારી માતાને સાથે રાખી પોલીસે માસૂમ બાળકના મૃતદેહને ડી-કંપોઝ હાલતમાં બહાર કાઢી હતી.
અહેવાલ : આનંદ પટ્ટણી, સુરત
આ પણ વાંચો : લ્યો બોલો! કૌભાંડની તપાસ થાય તે વિજીલન્સ વિભાગની ઓફિસમાં જ હાલ બેહાલ, VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


