Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોડાસામાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો પરેશાન, જાણો શું છે કારણ

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં એવલા જુદા જુદા ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક સિગ્નલના અભાવે છાશવારે ટ્રાફિક જામ સર્જાતા સ્થાનિકો પરેશાન થયા છે. તંત્ર દ્વારા ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય...
મોડાસામાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો પરેશાન  જાણો શું છે કારણ
Advertisement

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં એવલા જુદા જુદા ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક સિગ્નલના અભાવે છાશવારે ટ્રાફિક જામ સર્જાતા સ્થાનિકો પરેશાન થયા છે. તંત્ર દ્વારા ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા ચાર રસ્તા, મેઘરજ ચોકડી, માલપુર ચોકડી, મખદૂમ ચોકડી જેવા જુદા જુદા ચાર રસ્તાઓ ઉપર ટ્રાંફિક સિગ્નલના અભાવે અવાર નવાર ટ્રાંફિક જામ સર્જાય છે. જેના કારણે સ્થાનિકો લાંબો સમય જામમાં ઉભા રહેવા મજબુર બનવું પડી રહ્યું છે. હાલ મોડાસા જિલ્લા મથકની 1 લાખ કરતા પણ વધુ વસ્તી છે. ઉપરાંત સમગ્ર જિલ્લામાંથી જિલ્લાવાસીઓ મોડાસા ખાતે કામ અર્થે આવતા હોય છે. ત્યારે વારંવાર ટ્રાંફિક જામ સમસ્યાથી લોકો પરેશાન છે. આ માટે નગરના કેટલાક સ્થાનિકોઓએ પણ ટ્રાફિક સિંગ્નલ માટે રજૂઆત કરી છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરી ટ્રાંફિક સિગ્નલ મુકાય તેવી માંગ કરી રહ્યા છે.

Advertisement

અવાર નવાર સર્જાતા ટ્રાફિકને કારણે સ્થાનિકોને સમય અને ઇંધણનો પણ વ્યય થઇ રહ્યો છે. ઉપરાંત સ્થાનિકોને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં પણ રાહ જોવી પડે છે. ત્યારે શહેરમાં ટ્રાફિક સિંગ્નલના અભાવે ચાર રસ્તાઓ ઉપર વાહન ચાલકો જ્યા ત્યાં વાહનો નાખી દેતા ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે જિલ્લા મથક ખાતે સમગ્ર શહેરના ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિકે સિગ્નલ મુકવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - બાબાના ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસે કહ્યું : ભાજપ જનતાનું ધ્યાન ભટકાવે છે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - વિપુલ રાણા

Tags :
Advertisement

.

×