Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli ની મુલાકાતે સાંસદ ગેનીબેન ઠાકોર, BJP પર પ્રહાર, પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા

ગેનીબેને કહ્યું કે, ભાજપ શામ-દામ-દંડ-ભેદની રાજનીતિ કરે છે, પરંતુ છતાં આગામી ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ સજ્જ છે.
amreli ની મુલાકાતે સાંસદ ગેનીબેન ઠાકોર  bjp પર પ્રહાર  પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા
Advertisement
  1. બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોર Amreli નાં પ્રવાસે
  2. પ્રવાસ દરમિયાન ગેનીબેને ભાજપ પર કર્યા આકરા પ્રહાર
  3. દેશમાં ડબલ એન્જિનની સરકાર, છતાં નપા વિકાસથી વંચિત : ગેનીબેન
  4. સાંસદ ગેનીબેન ઠાકોરે પાટીદાર દીકરી પાયલ ગોટી સાથે કરી મુલાકાત

Amreli : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Sthanik Swaraj Election) નજીક હોવાથી બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) અમરેલીનાં પ્રવાસે હતા. દરમિયાન, તેમણે ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા અને ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. સાંસદ ગેનીબેને અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટી સાથે મુલાકાત પણ કરી હતી. ગેનીબેન સાથે જેનીબેન ઠુમ્મર પણ હાજર હતા.

આ પણ વાંચો - Junagadh : BJP નો ચૂંટણી ઢંઢેરો, ચોરવાડ પહોંચી Gujarat First ની ટીમ, જાણો સ્થાનિકોનો મૂડ!

Advertisement

Advertisement

દેશમાં ડબલ એન્જિનની સરકાર, છતાં નપા વિકાસથી વંચિત : ગેનીબેન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં માહોલ વચ્ચે બનાસકાંઠાનાં (Banaskantha) સાંસદ ગેનીબને ઠાકોર અમરેલીનાં પ્રવાસે હતા. દરમિયાન, તેમણે અમરેલી (Amreli) જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, દેશમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ સ્થાનિક સ્વરાજ્યની પાલિકાઓ વિકાસથી વંચિત છે. ગેનીબેને કહ્યું કે, ભાજપ શામ-દામ-દંડ-ભેદની રાજનીતિ કરે છે, પરંતુ તેમ છતાં આગામી ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ (Congress) સજ્જ છે.

આ પણ વાંચો - Sthanik Swaraj Election : ગીર સોમનાથમાં કોંગ્રેસમાં ભડકો! અમરેલીમાં BJP નો ડોર ટુ ડોર પ્રચાર

સાંસદ ગેનીબેન ઠાકોરે પાટીદાર દીકરી પાયલ ગોટી સાથે કરી મુલાકાત

અમરેલીનાં પ્રવાસ દરમિયાન ગેનીબેન ઠાકોરે (MP Geniben Thakor) પાટીદાર દીકરી પાયલ ગોટી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જેનીબેન ઠુમ્મર (Jeniben Thummar) પણ ત્યાં હાજર હતા. પાયલ ગોટીનાં નિવાસસ્થાન વિઠલપુર ખાતે ગેનીબેન ઠાકોર અને જેનીબેન ઠુમ્મર પહોચ્યા હતા. પાયલ ગોટીને મળીને સાંસદ ગેનીબેને સાંત્વના પાઠવી હતી. સાંસદે પાયલને બહાદુર દીકરી ગણાવી વખાણ કર્યા હતા. ગેનીબેને કહ્યું કે, પાયલે કોઈ લોભ લાલચમાં આવ્યા વિના બહાદુરીથી લડત લડી. ઉપરાંત, ગઈકાલે દિયોદરનાં અસાણા ખાતે આપેલા નિવેદન અંગે ગેનીબેન ઠાકોરે આરોપ સાથે કહ્યું હતું કે, ભાજપ દ્વારા સમાજમાં અંદરોઅંદર ઝઘડા કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગામડાઓમાં સમાજે જાગૃત થવાની જરૂર હોવાથી સમાજમાં એકતા સ્થાપિત કરવાના અને ગુનાઓનાં કારણે પોલીસ, વકીલ અને વચેટિયાઓ વચ્ચે પ્રજા ન પીસાય તેવા હેતું માટે નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો - Surat : અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને મનહર પટેલે નશાના દૂષણ અંગે આપી પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×